19 લાખ રૂપિયાની સોના-ચાંદીની વસ્તુઓ દાન કરવામાં આવી
સાંઈ મંદિરમાં ભક્તોએ 11 દિવસમાં 14.54 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ દરમિયાન 22 ડિસેમ્બરથી 11 જાન્યુઆરી સુધીમાં કેશ અને સોના-ચાંદીની વસ્તુના રૂપમાં આ દાન આવ્યું છે. સાઈબાબા સંસ્થાન ટ્રસ્ટના વાઈસ ચેરમેન ચંદ્રશેખર કદમે બુધવારે આ અંગેની માહિતી આપી છે.
સાંઈ મંદિરમાં ભક્તોએ 11 દિવસમાં 14.54 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ દરમિયાન 22 ડિસેમ્બરથી 11 જાન્યુઆરી સુધીમાં કેશ અને સોના-ચાંદીની વસ્તુના રૂપમાં આ દાન આવ્યું છે. સાઈબાબા સંસ્થાન ટ્રસ્ટના વાઈસ ચેરમેન ચંદ્રશેખર કદમે બુધવારે આ અંગેની માહિતી આપી છે.ભારતના ભકતો સિવાય 19 દેશોના લોકોએ મંદિરને દાન કર્યું છે.
તેમાં અમેરિકા, મલેશિયા, સિંગાપુર, જાપાન અને ચીનના લોકો પણ સામાલે છે.દાનની રકમ સિવાય મંદિર ટ્રસ્ટને દર્શનના પાસ અને ઓનલાઈન રજીસ્ટ્રેશનથી 3.62 કરોડ રૂપિયાની આવક થઈ છે. 11 દિવસમાં 9.5 લાખ દેશી-વિદેશી ભકતોએ શિરડીના સાંઈ મંદિરમાં દર્શન કર્યા છે.ગત વર્ષે ઓક્ટોબરમાં સાઈ બાબા સમાધિ ફેસ્ટિવલ દરમિયાન 3 દિવસમાં ભકતોએ 5.97 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. દશેરાના દિવસે દર વર્ષે સાંઈ મંદિરમાં આ ફેસ્ટિવલ થાય છે