વિશાળ જનમેદની ઉમટી
વાંકાનેરમાં જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વર્ષોથી આ શોભાયાત્રાનો પ્રારંભ ફળેશ્વર મંદીરથી કરવામાં આવે છે અને શોભાયાત્રા પૂર્વે વાંકાનેરનાં રાજ પરિવાર દ્વારા મુખ્ય પૂજન વિધી કરવાની પરંપરાગત વિધિ મુજબ આજરોજ રાજવી અને સાંસદ કેસરીદેવ સિંહ ઝાલા તથા સંતો મહંતો હસ્તે ભગવાન શ્રી કૃષ્ણની મુખ્ય પૂજન વિધી આરતી કરવામાં આવી હતી.
ત્યાર બાદ શોભાયાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં હતાં, માર્ગો પર સૌરાષ્ટ્ર નાં ભાતીગળ હુડો રાસ અને રાસ ગરબા તથા નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ઠેર મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતાં, માર્ગો પર લોકો એ શોભાયાત્રા પર પુષ્પ વૃષ્ટિ કરી હતી, અને નંદલાલા નાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી ઠેર ઠેર દરેક વિસ્તારો માં વિવિધ ફ્લેટ્સ સુશોભન કરવામાં આવ્યાં હતાં અને સમગ્ર વાંકાનેરમાં ગોકુળિયો માહોલ છવાયો હતો.
કેતન ભટ્ટી