ચોટીલામાં દર વર્ષે વિવિધ મંદિરો દ્વારાજળજીલણી અગિયારસ પ્રસંગે શોભા યાત્રા નું આયોજન થતું હોય છે. અને જળજીલણી અગિયારસ પ્રસંગે ચોટીલા ના વિવિધ મંદિરોમાં બિરાજમાન પ્રભુજી ને પાલખી માં બેસાડી બાદમાં આ પાલખી યાત્રા ચોટીલા માં નીકળતિ હોય છે
પરંતુ આ વર્ષે જળજીલણી અગિયારસ પ્રસંગે શહેરના તમામ મંદિરોની પાલખી યાત્રા કોરોના ના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. ચોટીલાની પૂજ્ય ધારશી વિરજી ભગતજીની મોટી જગ્યા ના રામ મંદિર, પૂ. શ્રી હરી માધવની જગ્યાના ઠાકર પ્રભુ, પૂ. સુંદરબાઈ ની નાની જગ્યાના ઠાકર મંદિર ની પાલખી યાત્રા મોકૂફ રાખવા માં આવી હતી અને ભક્ત જનોએ જળજીલણી અગિયારસના દિવસે વિવિધ મંદિરો માં જઈ ભગવાનના દર્શનનો લહાવો લીધો હતો.