ભક્તોએ પૂરા સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવી અને માસ્ક પહેરી દર્શન કર્યા
જામનગરમાં દાયકાઓથી અખંડ રામધૂન સંકીર્તન માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરમાં લોકડાઉનના કારણે લાંબા સમયથી દર્શન બંધ હતા જો કે રામધૂન સંકીર્તન વ્યક્તિગત અને મર્યાદિત રીતે ચાલુ રહ્યું હતું.
આ મંદિરમાં દર્શન આજથી ખુલ્યા હતા, જેથી અહીં નિયમિત દર્શને આવતા ભક્તોએ દર્શન કરવા માટે સોશ્યલ ડીસ્ટન્સીંગ, માસ્ક વગેરે નિયમોના પાલન સાથે શિસ્તબદ્ધ રીતે દર્શન કર્યા હતા. કોરોનાને લઈને જરૃરી સાવધાનીઓ પણ રાખવામાં આવી હતી. સવારે ૯ થી ૧૨ સુધીમાં દર્શન કરીને ભક્તો ભાવવિભોર બની ગયા હતા. આ અંગે ટ્રસ્ટી વિનુભાઈ તન્નાએ કહ્યું હતું કે, કોરોનાને લઈને સરકારની ગાઈડ લાઈન્સનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે અને ભક્તો તથા દર્શનાર્થીઓ પણ તેમાં સહયોગ આપી રહ્યા છે.