દવજારોહણ, ધર્મસભા, ઠાકોરજીનો થાળ, સાંધ્ય મહાઆરતી અને ભવ્ય સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજનો અમરેલી જિલ્લાના, બાબરા તાલુકાના દરેડ ગામે આવેલ ભક્ત શિરોમણી શ્રી આપા હરદાસ – આપા મેરામની જગ્યામાં  તા.1.7.2022 ના રોજ  અષાઢી બીજ મહોત્સવ ધામધૂમથી ઉજવવા સમસ્ત સમાજમાં હરખની હેલી ઉઠી છે.

આ બાબતે વધ વિગતો પ્રમાણે આ દિવસે સવારથી રાત્રિ સુધી અનેકવિધ કાર્યક્રમોના આયોજનો થયા છે. જેમાં સવારે 9 વાગ્યે ધ્વજારોહણ, 10 વાગ્યે ધર્મસભા, 11 વાગ્યે પ્રસાદ તથા ફરાળ, બપોરે 11-30 વાગ્યે ઠાકોરજીનો થાળ, સાંજે 6 વાગ્યે મહાપ્રસાદ, 7-30 વાગ્યે મહાઆરતી, તેમજ રાત્રિના 10 વાગ્યે ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું છે. જેમાં સંતવાણીના આરાધકો જેસિંગભાઈ ગરૈયા અને પ્રકાશ ગોહિલ તેમજ લોકસાહિત્યકાર લાખણસિંહભાઈ ગઢવી ધૂન, ભજન અને લોકસાહિત્યની ધૂમ મચાવશે.

જ્યારે આષાઢી બીજ મહોત્સવને દિપાવવા અને આયોજકગણનો ઉત્સાહ વધારવા અનેક સંત, મહંતશ્રીઓ અને ભક્તશ્રીઓ હાજર રહેશે. જેમાં મહંતશ્રી  માતૃશ્રી રામબાઈમની જગ્યા (વવાણિયા), મહંતશ્રી ભગતશ્રી આપા માણસુરની જગ્યા (સુલતાનપુર), મહંતશ્રી માતૃશ્રી હોલમાતાની જગ્યા (જાલશિકા ), મહંતશ્રી  આપાદેહાની જગ્યા (ગરણી), મહંતશ્રી  અમરધામ આશ્રમ (માટેલ), મહંતશ્રી ધનાબાપાની જગ્યા (ધોળા), મહંતશ્રી  માતૃશ્રી ગંગાસતી પાનબાઈ આશ્રમ (સમઢીયાળા), મહંતશ્રી ઠાકરની જગ્યા ( કંધેવાળિયા), મહંતશ્રી ઠાકરની જગ્યા (આંબરડી), મહંતશ્રી ઠાકરની જગ્યા (ચાવંડ), મહંતશ્રી ઓમકારેશ્વર મહાદેવ આશ્રમ (હલેન્ડા), મહંતશ્રી  રવાનંદજી બાપુ-ખોડિયાર આશ્રમ-દરેડ, મહંતશ્રી  બાદલનાથ બાપુ-આદેશ આશ્રમ હીરાણાનો સમાવેશ થાય છે.

image 6483441 1

એ સિવાય ભવનાથ મહાદેવ આશ્રમ ભાયાસરના શ્રી વશિષ્ટનાથજી બાપુ, અવધૂત આશ્રમ જૂનાગઢના શ્રી મહાદેવગીરી બાપુ, રામળિયાના શ્રી દેવનાથજી બાપુ, નીલકંઠ મહાદેવ મંદિર-કરિયાણાના શ્રી સત્યનારાયણદાસ બાપુ, રોકડીયા હનુમાનજી આશ્રમ હીરાણાના શ્રી ગોપાલદાબાપુ, અલખધણી આશ્રમ ગલકોટડીના શ્રી ગોવિંદ ભગત, ગોપનાથ મહાદેવ મંદિર-દરેડના શ્રી ઘનશ્યામપરીબાપુ તેમજ શ્રી રામજી મંદિર દરેડના શ્રી રામદાસ બાપુ પણ ઉપસ્થિત રહેશે. એ સિવાય સમસ્ત સમાજના નામી-અનામી સંતો, મહંતો, નાના મોટા આગ્રણીઓ અને આગેવાનોની હાજરી આયોજકોની જહેમતને પ્રેરક બળ આપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.