૭ જુલાઈથી શરૂ થતી પરીક્ષામાં કુલ ૫૯ કેન્દ્રો ઉપર ૧૪૮૧૨ અને ૧૭ જુલાઈથી ૪૯ કેન્દ્રો ઉપર ૧૨૬૭૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા આગામી તારીખ ૨૫ જુન તથા ૬ જુલાઇ તથા અનુસ્નાતક કક્ષાની જે પરીક્ષાઓ શરૂ થવાની હતી, તે તમામ પરીક્ષાઓ હાલની કોરોના મહામારીની સ્થિતીને ઘ્યાનમાં રાખીને તારીખ ૭ જુલાઇ તથા ૧૭ જુલાઇના રોજ શરૂ થશે. જેની વિગતવાર માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર ઉપલબ્ઘ છે. ૭ જુલાઇથી શરૂ થતી પરીક્ષામાં કુલ ૫૯ કેન્દ્રો ઉપર ૧૪૮૧૨ વિઘાર્થીઓ તથા ૧૭ જૂલાઇથી શરૂ થતી પરીક્ષામાં કુલ ૪૯ કેન્દ્રો ઉપર ૧૨૬૭૨ વિઘાર્થીઓ પરીક્ષા આપશે.
૭ જુલાઇથી શરૂ થતી પરીક્ષાઓમાં સવારના સેશનમાં સેમેસ્ટર ૬ ની બી.એ.,બી.એસ.ડબલ્યુ., બી. એ. (હોમ સાઇનસ), બી.સી. એ., બી.એસ.સી., (આઇ. ટી.) બી.એસ.સી. (હોમ સાઇનસ), એલ. એલ.બી. અને બી.બી. એ.તથા બપોરના સેશનમાં બી.કોોમ. અને બી.આર.એસ. નો સમાવેશ થાય છે.
જ્યારે ૧૭ જૂલાઇથી શરૂ થતી પરીક્ષામાં સવારના સેશનમાં ૯ થી ૧૧ દરમ્યાન સેમેસ્ટર ૨ની એમ.એ., એમ.કોમ.,એમ.એસ.સી., એમ.એસ.સી.(હોમ સાઇનસ), એમ.આર.એસ., એમ.એસ.ડબલ્યુ., બી.એડ., એલ. એલ.એમ., એમ.એસ.સી. (આઇ. ટી.), પી.જી.ડી.સી. એ. અને એલ. એલ.બી. સેમેસ્ટર-૨ની પરીક્ષા તથા સેમેસ્ટર ૪ની માસ્ટર ડીગ્રી તમામ પરીક્ષાઓ અને ઉખકઝ ની પરીક્ષા બપોરે ૩ થી ૫ વાગ્યાના સેશનમાં યોજાશે. જ્યાંંરે સ્નાતક કક્ષાની બી.એસ.સી. સેમ ૬ ની પરીક્ષા તારીખ ૧૭ જુલાઇથી જ શરૂ થશે જે બોપોરે ૧૨ થી ૨ દરમ્યાન યોજાશે.
પરીક્ષામાં કોરોના સામેની તકેદારી રૂપે સોશ્યલ ડિસ્ટન્સીંગ, સેનીટાઇઝેશન, ફરજીયાત માસ્ક સહિતના પગલા લેવામાં આવશે.
આ સિવાય યુનિવર્સિટીના તમામ અનુસ્નાતક ભવનો તથા બઘી જ સંલગ્ન કોલેજોમાં વિઘાર્થીઓ માટે ઓન લાઇન શિક્ષણનો પ્રારંભ ૨૨ જુનથી કરવામાં આવનાર છે.
જ્યારે બી.એસ.સી.માં પ્રથમ સેમેસ્ટરમાં ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૧ જુન સુધી કરવામાં આવી છે. આ સિવાય પ્રથમ બી.એ. તથા બી.કોમની પ્રવેશ કામગીરી આગામી ત્રણ દિવસમાં શરૂ થશે એમ પ્રવેશ સમિતિના ચેરમેન ડો.એ.એચ.બાપોદરા એ જણાવ્યું હતુ.