ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા ચાલતા તપોવન તથા વિદ્યાનિકેતન પ્રકલ્પો થકી બાળકોનો સર્વાંગી વિકાસ કરાશે

બાળકને જન્મથી જ ઉચ્ચ સંસ્કાર તથા ઉતકૃષ્ટ કેળવણી મળે તે માટે ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી કટિબદ્ધ છે. હાલમાં ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને જૂનાગઢ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વચ્ચે એમ.ઓ.યુ થયા છે. જેના પગલે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વિવિધ પ્રકલ્પો નો જૂનાગઢ સહિતના  જિલ્લાને લાભ મળશે  બાળક જન્મથી જ ઉચ્ચ સંસ્કાર તથા ઉત્કૃષ્ટ કેળવણી મેળવી શકે તે માટે ગાંધીનગર ખાતે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આ યુનિવર્સિટી સાથે તાજેતરમાં જ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. જેને કારણે જૂનાગઢ યુનિવર્સિટી હેઠળના  જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને લાભ મળશે.   ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢની આ  નવી પહેલ બાબતે કુલપતિ ડો. ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે,  કુલપતિ  હર્ષદભાઈ  શાહ ના માર્ગદર્શન હેઠળ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા ચાલતા તપોવન તથા વિદ્યાનિકેતન પ્રકલ્પો થકી બાળકોનો સર્વાંગી વિકાસ થશે. તપોવન પ્રકલ્પમાં ગર્ભ સંસ્કાર વિષયનું તથા વિદ્યાનિકેતન પ્રકલ્પમાં બાળકને ધોરણ પાંચ સુધી ઉત્કૃષ્ટ કેળવણી કઈ રીતે આપી શકાય તે વિષયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માતૃભાષા સંવર્ધન પ્રકલ્પમાં માતૃભાષાનું સંવર્ધન ઉપયોગીતા વગેરે માટે પણ સમાજ ઉપયોગી કાયમ આ એમઓયુ દ્વારા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.