- ગુરૂકુળ સ્કુલમાં મંદિર સાથે મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ અને માનવ સેવા યજ્ઞના કાર્યની ચોમેર સરાહના
ભારત વર્ષની સંસ્કાર સંહિતા અને સનાતન ધર્મની ખ્યાતી વિશ્ર્વભરમાં પ્રસરાવવા સ્વામીનારાયણ ગુરૂકુળના પ્રયાસો સાર્થક થઈ રહ્યા છે. આફ્રિકાના યુગાન્ડાના જીંજા શહેરમાં પ્રથમ ગુરૂકુળના નિર્માણ કાર્યનું દેવકૃષ્ણ સ્વામીના હાથે મુૂહુર્ત કરવામાં આવ્યું હતુ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થા દ્વારા પૂજ્ય ગુરુ મહારાજ દેવ કૃષ્ણદાસજી સ્વામી અને મહંત સ્વામી શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામી, શ્રુતિ પ્રકાશ સ્વામી, ચૈતન્ય સ્વરૂપ સ્વામી, મુનેશ્વર સ્વામી વગેરે સંતોનો આફ્રિકા ખાતે કેન્યા અને યુગાન્ડા દેશમાં સત્સંગ વિચરણ અર્થે એક મહિનો અને સાત દિવસ પધાર્યા હતા.
જેમાં સાઉથ આફ્રિકાના નાઇરોબી, મોમ્બાસા, મલેન્ડી, કંપાલા, જીંજા વગેરે મુખ્ય શહેરોમાં ગુજરાતના સત્સંગી હરિભક્તો ત્યાંના સ્થાનિક નિવાસીઓને સત્સંગ કથા વાર્તા નો લાભ આપ્યો હતો.તેમજ ત્યાંના હરિભક્તો દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.યુગાન્ડાના જીંજા શહેર શહેરમાં મગનભાઈ ઠુંમર દ્વારા 63 એકર જમીન સ્વામિનારાયણ ગુરુકુલને અર્પણ કરી.એમાં સાઉથ આફ્રિકા ખંડમાં સૌપ્રથમ ગુરુકુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે.ખાતમુરત બીજી ફેબ્રુઆરી 2025ના વસંત પંચમીના દિવસે ગુરુ મહારાજના હસ્તે કરવામાં આવ્યું.આ જમીનમાં યુગાન્ડામાં નમુનારુપ એજ્યુકેશન અને સ્પોર્ટ્સની આધુનિક સુવિધા સફર ગુરુકુલનું નિર્માણ થવાનું છે.
આ ઉપરાંત બે એકર જમીન ઝીંઝા શહેરના મધ્યમાં હોસ્પિટલ માટે અર્પણ કરવામાં આવી હતી, જેમાં અતિ આધુનિક તમામ સુવિધા સભર મલ્ટીપેશિયાલિટી હોસ્પિટલ નું નિર્માણ થશે.કંપાલામાં યુગાન્ડાના હોમ મિનિસ્ટર અને ડિફેન્સ મિનિસ્ટર મિસ્ટર ડેવિડ મુંસેવેની ખાસ ગુરુ મહારાજના દર્શન કરવા પધાર્યા હતા. ગુરુકુલના નિર્માણ માટે રાજીપો વ્યક્ત કરી અને જોઈતી મદદની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તમારા લાખો અનુયાયીઓમાં મને પણ એક અનુયાયી તરીકે ગણજો.આફ્રિકામાં ગુરુકુલનું નિર્માણ થવાનું છે તે જમીન દુનિયાના મીઠા પાણીનું સૌથી મોટું સરોવર વિક્ટોરિયા સરોવરના કાંઠે છે.જ્યાં હાલ નિર્માણ માટે સંત વલ્લભ સ્વામી, ભક્તિવલ્લભ સ્વામી, નંદ કિશોર સ્વામી વગેરે સંતો જહેમત ઉઠાવી રહ્યા છે.ગુરુ મહારાજ અને સંતોનો વિચરણ કાર્યક્રમ પૂરો કરે ફરીથી રાજકોટ પધારતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.સંતો હરિભક્તોએ ફૂલહાર દ્વારા, તેમજ વિદ્યાર્થીઓએ બેન્ડ દ્વારા સ્વાગત કર્યું હતું.