હોદેદારોએ પાઠવી શુભકામના

દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવભુમિ દ્વારકા જીલ્લાના ભાજપ પરીવારનું સ્નેહમિલન તાજેતરમાં ખંભાળીયા મુકામે જીલ્લા અધ્યક્ષ કાળુભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને રાજયકક્ષાના મંત્રી વાસણભાઈ આહિરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયું હતું.

જેમાં અતિથિ વિશેષ તરીકે ગ્રામગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા, ગ્રીમકોના ચેરમેન મેઘજીભાઈ કણઝારીયા, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, જીલ્લાના મહામંત્રીઓ દિનેશભાઈ દતાણી, યુવરાજસિંહ વાઢેર અને જે.કે.કણઝારીયાની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવેલ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરી સ્નેહમિલનનું શુભારંભ કરવામાં આવેલ. કાળુભાઈ ચાવડાએ સ્વાગત પ્રવચન તેમજ નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છા પાઠવેલ. જીલ્લામાં થયેલ કેન્દ્ર સરકાર રાજય સરકારના વિકાસના કામની માહિતી આપેલ.

આ તકે ખેડુતભાઈઓને પ્રશ્ર્ન હતો કે ઓછા વરસાદના કારણે મગફળી ૩૫ કિલોને બદલે ૩૦ કિલો ભરતીનો નિર્ણય કરેલ તે બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, કૃષિમંત્રી આર.સી.ફળદુ તથા કેન્દ્રીય મંત્રી પુરુષોતમભાઈ ‚પાલાએ રજુઆતો ધ્યાને લઈ ઉપરોકત નિર્ણય લેતા કાળુભાઈ ચાવડા ખુબ ખુબ આવકારતા ધન્યવાદ આપ્યા હતા અને ખેડુતભાઈઓએ પણ આ નિર્ણય તાળી ગગડાવી વધાવ્યો હતો.

મુળુભાઈ બેરાએ સરકારની યોજનાની માહિતી તેમજ સંગઠન વિશે માર્ગદર્શન આપેલ અને આગામી ૨૦૧૯ની ચુંટણી ગયા વખતથી વધારે લીડથી આપણે જીતીએ એવો સંકલ્પ જાહેર કરેલ. સ્નેહમિલનના મુખ્ય અતિથી તથા ઉપસ્થિત આગેવાનોનું દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ તેમજ મંડળના હોદેદારો જીલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકા સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ અને તમામ મોરચા તથા વિવિધ સંસ્થા તથા એસોસીએશન દ્વારા સન્માન કરવામાં આવેલ.

આ સ્નેહમિલનમાં ઓખા નગરપાલિકાના સભ્ય હાજીગની આમદ અને બેટ બાલાપર માછીમારી સરકારી મંડળીના પ્રમુખ અને માજી સરપંચ સુલેમાન સાલેમામદ તેમજ ગામેટી પરીવાર, સુંભણીયા પરીવાર, સેતા પરીવાર, ધુલા પરીવાર તથા માછીમાર મંડળીના કમિટી સભ્ય તેમજ કાર્યકર્તાઓને મંત્રી, જીલ્લા અધ્યક્ષ તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપમાં પ્રવેશ કરેલ તેમજ તમામ આગેવાનોએ આ સર્વેને ભાજપ પ્રવેશને આવકારેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.