ડીવેરા આઈવીએફના ડો.ભાવિન કમાણી તથા ડો.ઋચા જોશીએ ૨૦૨૦ના વરસને વંધ્યત્વ નિવારણ વર્ષ તરીકે ઉજવવાનું નકકી કર્યુ છે. માટે તેઓ તેમના વ્યસ્ત શેડયુલમાંથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં નિ:સંતાન દંપતિઓના વંધ્યત્વ નિવારણ માટે વિના મુલ્યે માર્ગદર્શન અને નિદાન કેમ્પ કરશે.
ગત વરસે કરેલા નિ:શુલ્ક નિદાન કેમ્પના સુંદર પરિણામો સામે આવ્યા છે. સંખ્યાબંધ દંપતિઓના ઘેર પારણા બંધાયા છે.ડો.કમાણી અને ડો.જોશી કહે છે કે આપણા સમાજમાં સંતાન પ્રાપ્ત ન થાય ત્યારે દંપતિ ઉપર સામાજીક તથા માનસિક તનાવ ઉભો થાય છે.વાસ્તવમાં તબીબી વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે નિ:સંતાન દંપતી નિષ્ણાત તબીબો પાસે માર્ગદર્શન લઈ પધ્ધતિસરની સારવાર લ્યે તો તેમને ચોકકસ સંતાન પ્રાપ્ત થાય છે. વધુ નિ:સંતાન દંપતીઓને લાભ મળે તે માટે ડીવેરા આઈવીએફના ડો.ભાવિન કમાણી અને ડો.ઋચા જોશીએ ૨૦૨૦નું વર્ષ વંધ્યત્વ નિવારણ વર્ષ તરીકે ઉજવવા માર્ચ મહિનામાં સૌરાષ્ટ્રમાં શ્રેણીબધ્ધ વિનામુલ્યે નિદાન કેમ્પનું આયોજન કર્યું છે. રાજકોટ ખાતે ૧ થી ૪ માર્ચ, જૂનાગઢમાં ૬ માર્ચ, વેરાવળમાં ૭ માર્ચ, વેરાવળમાં ૮ માર્ચ તથા મોરબીમાં ૧૫ માર્ચના રોજ વિનામુલ્યે નિદાન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં ખુદ ડો.ભાવિન કમાણી ડો.ઋચાજોશી અને ટીમ ડીવેરા જોડાશે. વિના મુલ્યે કેમ્પમાં ફ્રી રજીસ્ટ્રેશન માટે ફોન નં.૮૧૨૮૨ ૩૬૧૫૧, ૯૪૦૮૧૪૪૫૬૯ ઉપર સંપર્ક કરવા ડો.કમાણી અને ડો.જોશીએ જણાવ્યું છે.