વિછીયા તાલુકાના હાથસણી અને અમરાપુર ગામે કુલ ૪૧.૮૯ લાખના ખર્ચે બનનાર સી.સી.રોડના કામો પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન: અમરાપુર ગામે પાણી પુરવઠાનો સમ્પ મંજૂર કરાયો.

રાજ્યના પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ્ય ગૃહ નિર્માણ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના જસદણ અને વીંછિયા તાલુકામાં ટૂંકાગાળાના સમયમાં સિંચાઇ, પાણી પુરવઠા, આરોગ્ય અને અન્ય વિકાસના રૂ. ૧૪૦ કરોડના વિકાસ કામો હાથ ધરવામાં આવેલ છે. જે વિકાસની કડીમાં ખુટે છે તેવા વિકાસના કામો આયોજન બદ્ધ રીતે હાથ ધરવા સક્રિય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આજે વિછીયા તાલુકાના હાથસણી અને અમરાપુર ગામે કુલ ૪૧.૮૯ લાખના ખર્ચે બનનાર સી.સી.રોડના કામોનું ખાતમુહૂર્ત કરતા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાએ ઉપર મુજબ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે હાથસણી ગામે ૧૪૦ મીટર અને અમરાપુર ગામે ૩૫૦ મીટર લંબાઈના સીસી રોડ બનાવવામાં આવશે

મંત્રી શ્રી કુંવરજીભાઇ એ જણાવ્યું કે સામૂહિક વિકાસના કામો ગુણવત્તાસભર, મજબૂત તથા ટકાઉ અને લાંબો સમય સુધી ટકે તેવા બનવા જોઈએ તેમણે આ તકે રોડ ગુણવત્તાસભર બને તે માટે ખાસ જોવા જણાવ્યું હતું.

DSC0012તેઓએ આ તકે વિકાસના કામોની વિગતો આપતા જણાવ્યું હતું કે, હાથસણી પાનેલીયા અને રેવાણિયા તળાવોને સૌની યોજના માં આવરી લેવાની શક્યતાઓ તપાસવા માટે પ્રાથમિક સર્વે કામ હાથ ધરાશે. તેમજ અમરાપુર ગામે પાણી પુરવઠાના સમ્પ મંજૂર થયાનું જણાવ્યું હતું અને પાઇપલાઇન યોજના વાસ્મોમાં લેવાશે. તેમજ ફુલઝર-મોઢુકા ગામ તરફના રસ્તાનું કામ હાથસણીથી ટુંક સમયમાં શરૂ કરાશે.

મંત્રીશ્રીએ આ તકે ખેડૂતો અને પશુપાલકોને દૂધાળા પશુઓ ખરીદવા માટે પશુપાલન વિભાગની યોજના નો ખ્યાલ આપી ને લાભ લેવા અનુરોધ કર્યો હતો.

અગ્રણી શ્રી ખોડાભાઈએ જણાવ્યું હતું કે મંત્રીશ્રી કુંવરજીભાઇએ વિછીયા અને જસદણ તાલુકાને વિકાસની ટોચ ઉપર લઈ જવા કૃતનિશ્ચયી છે અને તેઓશ્રી દ્વારા હાથ ધરાયેલ વિકાસ કામોની વિસ્તૃત વિગત આપી હતી.

આ પ્રસંગે સરપંચો  કાળુભાઇ,  અમરશીભાઈ, અગ્રણીઓ  મનુભાઈ ધોળિયા, શામજી ભગત, વિપુલ ભાઈ રંગપરા, કાળુભાઈ તથા ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.