રાજકોટ મહાનગરપાલિકાનાં ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા “સૌનો સાથ અને સૌનો વિકાસ સાથે” શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેના એક ભાગરૂપે વોર્ડ નં.૧૪માં લક્ષ્મીવાડી ક્વાટર તથા કોઠારિયા કોલોની વિસ્તારમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહર્ત આજરોજ આ વોર્ડના ભારતીય જનતા પક્ષના બૂથ ઇન્ચાર્જ રાજુભાઈ પરમાર તથા મહેશભાઈ બારડના વરદ્ હસ્તે કરવામાં આવેલ.
આ કામ અંતર્ગત લક્ષ્મીવાડી ક્વાટર નં.૧૦૦ની પાછળની શેરીમાં તેમજ ક્વાટર નં.૧૧૨ની પાછળની શેરીમાં અંદાજીત રૂ.૧,૬૦,૦૦૦/-ના ખર્ચે પેવિંગ બ્લોક્સ નાખવામાં આવનાર છે. તેમજ કોઠારિયા કોલોની નાલાથી લાકડિયા પૂલ સુધી સી.સી કરવાનું કામ તેમજ નાળાની સાઇડમાં પતરા નાખવાનું કામ કરવામાં આવશે. આ કામગીરી સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રી ઉદયભાઈ કાનગડ તથા આ વોર્ડના કોર્પોરેટર વર્ષાબેન રાણપરાની સને ૨૦૧૮-૧૯ની ગ્રાન્ટમાંથી આશરે રૂ.૫,૦૦,૦૦૦/-ના ખર્ચે આ કામ કરવામાં આવશે.
આ પ્રસંગે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રી ઉદયભાઈ કાનગડ, પૂર્વ મેયર ડૉ.જૈમનભાઈ ઉપાધ્યાય, વોર્ડ નં.૧૪ કોર્પોરેટર કિરણબેન સોરઠીયા તથા વર્ષાબેન રાણપરા, જ્યોત્સનાબેન હળવદીયા, નીલેશભાઈ જલુ, અનીશભાઈ જોષી, નરેન્દ્રભાઈ કુબાવત, પવનભાઈ સુતારીયા, વિપુલભાઈ માખેલ, અર્વીનભાઈ તલસાણીયા, ગીરીશભાઈ પોપટ, માલતીબેન જાની, સૈલેશભાઈ હાપલીયા, જતીનભાઈ બોરીચા, ભનુભાઈ ડોબરિયા, મનુભાઈ જોબનપુત્રા, કેશુભાઈ ડોંગા, નરેન્દ્રભાઈ મકવાણા, કેયુર મશરૂ, શોભનાબેન ચૌહાણ, રાજશ્રીબેન પાટડિયા, અર્જુનભાઈ બારૈયા, અતુલભાઈ ધામી, કિશોરભાઈ કુકાવા, ધર્મિષ્ઠાબેન બાબુભાઈ વાઘેલા, શાંતાબેન વાઘેલા, મંજુલાબેન કુકાવા, ચંદ્રિકાબેન ભાવસાર, પ્રજ્ઞાબેન કુકાવા, યાસમુબેન ભાવસાર, ચેતન જાદવ, પ્રભાબેન ચૌહાણ, અરૂણાબેન શીશાંગીયા, ભનુભાઈ પટેલ, મીનાબેન પરમાર, જયવીરસિંહ, સુધાબેન ચૌહાણ, વિપુલભાઈ, રાજેશ્વરીબેન, વિશાલભાઈ ગોંડલીયા, સરલાબેન રાઠોડ, શૈલેષભાઈહાપલીયા વિગેરે બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.