દ્વારકામાં વિઘુત સ્મશાનનું સાંસદ-ધારાસભ્યના હસ્તે લોકાર્પણ
યાત્રાધામ દ્વારકામાં સંગમ નારાયણ મંદીર પાસે દ્વારકા નગરપાલિકા દ્વારા રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લી. ના સહયોગથી રૂ. પાંચ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક વિઘુત સ્મશાનનું આજરોજ સ્થાનીક સાંસદ પુનમબેન માડમ તથા સ્થાનીક ધારાસભ્ય પબુભા માણેક હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે શનિવારના સવારે ૧૧ કલાકે અગ્રણીઓ હસ્તે લોકાર્પણની સાથે સાથે આ મુકિતધામને વૈકુંઠધામ નામ પણ આપવામાં આવ્યું હતું.
આ વૈકુંઠધામના લોકાર્પણ બાદ ઓખા મંડળના બેતાલીમ ગામવાસીઓ દ્વારા આ દિવ્ય ભૂમિ મોક્ષાર્થે દ્વારકાની મોક્ષભૂમિ ઉપયોગમાં લેવાતી હોય આ પ્રસંગે. સાંસદ પુનમબેન માડમે દ્વારકા નગરપાલિકા તથા રીલાયન્સના સૌજન્યથી નિર્માણ પામેલ વૈકુંઠધામની સુવિધાને વખાણતા કૃષ્ણની કર્મભૂમિમાં મોક્ષપ્રાપ્તિ માટે નિર્માણ પામેલ વૈકુંઠધામની રચના અને સુવિધાને વખાણતા અદભુત નિર્માણ બદલ દ્વારકા નગરપાલિકા તેમજ રીલાયન્સ ગ્રુપની જહેમતને બિરદાવી હતી. સાંસદ પબુભાએ પણ મોક્ષધામને બીરદાવી આગામી સમયમાં ઉત્તરોતર વિકાસ કાર્યો આગળ ધપાવવામાં આવશે એવું જણાવ્યું હતું આ પ્રસંગે સમસ્ત ઓખા મંડળના અગ્રણીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.