અબતક, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાતની ભાજપ સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી સરકારના વિકાસ કાર્યો અને લોક કલ્યાણકારી યોજનાઓ પહોંચે અને કોઈપણ માનવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત ન રહે તે દિશા માં ગુજરાતની ભાજપ સરકાર કામ કરી રહી છે અને જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્રને સાર્થક કરી રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાં વિકાસ કાર્યોની વેગવંતા બનાવ્યા હતા.
રોડ તથા પાઈપ લાઈનના કામનું ખાતમુહૂર્ત કરતા સાંસદ
મોહનભાઇ કુંડારીયા તથા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદર
આ તકે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજુર થયેલ રૂ. 142.50 લાખના ખર્ચે રાજકોટ જિલ્લાના રફ્ળા, જામગઢ, બેડલા ડામર રોડનું તેમજ “જલ જીવન મિશન” અંતર્ગત વાસ્મો દ્વારા મંજુર થયેલ 12.66 લાખના ખર્ચે બેડલા તથા 24.98 લાખના ખર્ચે લાખાપર ગામે પાણીની પાઈપલાઈન તથા સમ્પના કામોનું સાંસદ મોહનભાઈ કુંડારિયા તથા રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર ના વરદ હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું.
આ પ્રસંગે બાબુભાઈ નસીત રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ, સવિતાબેન ભરતભાઈ મકવાણા જીલ્લા પંચાયત સદસ્ય, મહેશભાઈ આસોદરિયા તાલુકા કિસાન મોરચા પ્રમુખ, ગૌરવસિંહ જાડેજા તાલુકા ભાજપ મહામંત્રી, ભીખાભાઈ ગોવાણી તાલુકા પંચાયત સદસ્ય, બેડલા સરપંચ કિશોરભાઈ બોદર, મેસવડા સરપંચ હસમુખભાઈ લીંબાસીયા, જામગઢ સરપંચ ઘુસાભાઇ રાજાણી, બારવણ ઉપસરપંચ પાંચાભાઇ ભડાણીયા, લાખાપર સરપંચ કાનજીભાઈ કુમરખાણીયા, કેયુરભાઈ ઢોલરીયા, કેતનભાઈ કાનાણી, દિપકભાઈ ધાડવી, શામજીભાઈ ધાડવી, દેવાયતભાઈ હુંબલ, મગનભાઈ જયસુખભાઇ ધાડવી, મનીષભાઈ રાતડીયા, વિશાલભાઈ અજાણી, સુરેશભાઈ જાદવ તથા ભગવાનજીભાઈ જીંજરીયા, વિઠ્ઠલભાઈ બોદર, પરશુરામભાઇ દેસાણી, અરજણભાઈ બોદર, નાથાભાઈ સોરાણી, મુળજીભાઈ બોદર, વિઠ્ઠલભાઈ દેવજીભાઈ બોદર, વલ્લભભાઈ મકવાણા, હકાભાઈ સોરાણી, અજયભાઇ સોરાણી, ગેલાભાઇ કિહલા, ખોડાભાઈ કિહલા, ધનાભાઇ રાઠોડ, ભીખાભાઈ ધનવાણીયા, મહંત મનુબાપુ, દેવાભાઇ ચાઉં, સંજયભાઈ મોલીયા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.