માઇનિંગ સહિતની પ્રવૃત્તિઓ ઉપર સરકારની રોક, 1કિમી એરિયાને ’ નો ડેવલોપમેન્ટ ઝોન’ જાહેર કરાશે
હાલ સરકાર સતત એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી હોય છે કે કેવી રીતે જીવ સૃષ્ટિનું સંવર્ધન અને તેનું સંરક્ષણ કરી શકાય તેને લઈ સરકાર દ્વારા અનેકવિધ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં પણ આવતા હોય છે. ત્યારે આ વાતને કરી સરકારે સાર્થક કરી છે અને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તાકીદ કરતાં જણાવ્યું છે કે જંગલ, નેશનલ પાર્ક અથવા વાઈલ્ડ લાઈફ સેન્ચુરીના 1 કીલો મીટર સુધીના વિસ્તારમાં કોઇ પણ પ્રકારની ડેવલોપમેન્ટ એટલે કે વિકાસ ન થાય અને તે વિસ્તારને ઈકો સેન્સેટીવ ઝોન તરીકે ઘોષિત કરવામાં આવે. આ કથન પાછળનું તથ્ય એ છે કે જો સરકાર જેટલા વિસ્તારને પ્રોટેક્ટેડ એટલે કે સુરક્ષિત કરે તો વન્ય જીવસૃષ્ટિનું યોગ્ય રીતે સંવર્ધન થઈ શકે હાલ જે રીતે વાતાવરણમાં બદલાવો આવી રહ્યા છે તેને લઈને ઘણી ખરી માઠી અસર નો સામનો વન્ય જીવસૃષ્ટિ કરવો પડ્યો છે જે હવે નહીં થાય.
સુપ્રીમ કોર્ટની બેન્ચે એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં જણાવ્યું હતું કે હાલ પર્યાવરણનું જતન કરવું અને જંગલો નું જતન કરવું ખૂબ જ જરૂરી છે અને જો આ પગલાને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો ઘણી ખરી મુશ્કેલી નો સામનો ભારતે કરવો પડશે કારણ કે ભારત દેશ પાસે સૌથી સમૃદ્ધ કોઈ હોય તો તે તેનો જંગલ વિસ્તાર અને તેની જીવસૃષ્ટિ છે. આપણે જ્યારે ઇકો સેન્સેટીવ ઝોનની વાત કરતા હોય ત્યારે ગીર અભ્યારણ સૌથી પહેલા સામે આવતું હોય છે અને હાલના સમયમાં ગીર અભ્યારણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે અને લોકો સમગ્ર દેશ અને વિશ્વનાં ખૂણે ખૂણેથી ગીરના સાવજોને માણવા માટે આવે છે અને તેના પગલે ગીર નો વિકાસ સંપૂર્ણ રીતે શક્ય બન્યો છે. પરંતુ સામે અનેક પ્રકૃતિપ્રેમીઓ એમ પણ સરકારનું ધ્યાન દોરી રહ્યા છે કે જો ગીર મા ઈકો સેન્સીટીવ ઝોન ની હદ બેથી અઢી કિલોમીટર સુધી કરવામાં આવે અને નો ડેવલોપમેન્ટ ઘોષિત કરાય તો વન્ય જીવસૃષ્ટિને ઘણો ફાયદો પહોંચશે હા એ વાત સાચી છે કે જેમ ઇકો સેન્સેટીવ ઝોનની હાથ ઘટાડવામાં આવે તેમ વિકાસ ના પૈડા ઝડપ થી આગળ વધતા હોય છે પરંતુ એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે કે વિકાસ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે જીવ સૃષ્ટિનું સંવર્ધન યોગ્ય રીતે થતું હોય. સુપ્રીમે સરકારને તાકીદ કરતાં જણાવ્યું છે કે જૂજ નિર્ણય ઈકો સેન્સીટીવ ઝોન ને લઇ સરકાર હસ્તગત રહેશે અને તેમના મનસૂફી મુજબ તે યોગ્ય સ્થિતિને સમજીને નિર્ણય લઈ શકે છે ત્યારે જે એક કિલોમીટર ની વાત સામે આવે છે અને તેમાં નો ડેવલોપમેન્ટ નિર્ધારિત કરવામાં આવે તો જંગલનું રક્ષણ સંપૂર્ણ રીતે કરી શકાશે અને તેમાં વસતી જીવસૃષ્ટિ ને પણ તેનો ઘણો એવો ફાયદો પણ મળતો રહેશે.
ઇકો સેન્સેટીવ ઝોનની હદ 1 કિલોમીટર કરવાનો નિર્ણય ખૂબ જ આવકાર્ય: રાજેશભાઈ સવનિયા
ગીર ખાતે આવેલા સેવન લાયન રિસોર્ટના રાજેશભાઈ સવનિયાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે કો સેન્સેટીવ ઝોન ને એક કિલોમીટર સુધી લંબાવવામાં આવે તે અત્યંત આવકાર્ય છે કારણ કે અત્યારની પરિસ્થિતિમાં પણ એક કિલોમીટરના વિસ્તારમાં કોઇ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવી ન હતી અને ત્યાર બાદ અઢી કિલોમીટર થી લઇ 10 કિલોમીટર સુધીના વિસ્તારમાં વિકાસ કરવા માટે થોડા અંશે છૂટછાટ અપાય છે જે ખરા અર્થમાં વન્ય જીવસૃષ્ટિ માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે. વિસ્તારની હદ વધતા અહીં કોઈપણ ડેવલોપમેન્ટ ના કાર્ય ન થઈ શકે જે વન્યપ્રાણીઓ માટે ખૂબ લાભદાયી અને ઉપયોગી નીવડશે કારણ કે જ્યાં સુધી જીવ સૃષ્ટિ સલામત અને સુરક્ષિત રહેશે ત્યાં સુધી લોકો તેમને નિહાળવા આવશે અને વ્યાપાર વૃદ્ધિ પણ થશે. ટૂંકમાં તેઓએ જણાવ્યું હતું કે દરેક રિસોર્ટ સાથે સંકળાયેલા લોકો અથવા તો કોઈ પણ નાનો વ્યાપાર કેજે અભયારણ્યની આજુબાજુમાં અથવા તો જંગલ વિસ્તાર ની આજુબાજુમાં કરતા હોય તેઓએ કેન્દ્ર સ્થાનમાં વન્ય જીવસૃષ્ટિને જ રાખવું જોઈએ.