કોંગ્રેસના મૂળીયા ઉખડી ગયા છે: નયા ભારતના નિર્માણ માટે ગુજરાતના યુવાનો તૈયાર: મુખ્યમંત્રી
ગુજરાત ગૌરવ યાત્રા છેલ્લા ૧૩ દિવસી બે ભાગમાં ચાલી રહી છે ત્યારે આ યાત્રા કચ્છ જિલ્લાના રાપર મુકામે પહોંચી હતી. આ યાત્રાને સમગ્ર કચ્છ જિલ્લામાં સાર્વત્રિક આવકાર ગામે ગામ મળી રહ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતનું ગૌરવ એટલે ગુજરાતની ઇજ્જત. ગુજરાત-વિકાસ-નરેન્દ્ર મોદી શબ્દો એકબીજાના પર્યાય બની ચુક્યા છે. દુનિયાના નકશામાં ગુજરાતની ચર્ચા ચાલે છે. આ યાત્રા લઈને અમેગામે-ગામ ફરી રહ્યા છે. વિકાસ વગરના ગુજરાતની કલ્પના કરવી મુશ્કેલ છે. આજે વિકાસ પુરૂષ એટલે મોદી આ વાત દેશભરમાં સ્વીકારાઇ ગઈ છે.
કોંગ્રેસના મૂળીયા ઉખડી ગયા છે તે વાતનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યમાં પણ માત્ર ને માત્ર કોંગ્રેસને મળી છે અને હવે ગુજરાતમાં તેઓ વિકાસ શબ્દી ડરી ગયા છે. વિકાસની તેઓ પરિકલ્પના ની કરી શકતા. કોંગ્રેસ પોતે ગાંડી ઈ ગઈ છે. કોંગ્રેસ ઇટાલીયન ચશ્મા કાઢે તો જ વિકાસ દેખાશે. કચ્છમાં પણ ગુજરાત વિરોધીઓએ પ્રચાર કરી રહ્યા છે. પરંતુ હવે કોંગ્રેસની હવા નીકળી ગઈ છે. કચ્છમાં આવો તો ખબર પડે કે વિકાસ કોને કહેવાય.
ગુજરાતમાં ઈ રહેલ વિકાસની ગૌરવ ગાાને વર્ણવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, ગરીબોના ઘરમાં ૩ કરોડ ગેસના બાટલા પહોંચાડ્યા છે, ગરીબોના ઘરમાં શૌચાલયો પહોંચાડ્યા છે. જ્યોતિગ્રામ યોજના અંતર્ગત તમામ ગામોમાં વિજળી પહોંચી છે. ગામડે-ગામડે શાળાઓ ખુલી છે. આજે નયા ભારતના નિર્માણ માટે યુવાનો તૈયાર છે. કચ્છ સહિત દરેક જિલ્લામાં મેડીકલ કોલેજ બની રહી છે. બહેનોને નોકરી આપવા માટે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સો આ ગૌરવ યાત્રામાં કેન્દ્રિય મંત્રી હંસરાજ આહિર, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યઓઅને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્તિ રહ્યા હતા.