વિકાસ સપ્તાહ ઉજવણી-2024: સુરતમાં સુમુલ ડેરી રોડ પર વોલ પેઈન્ટીંગ બન્યા આકર્ષણનું કેન્દ્ર: આકર્ષક વોલ પેઈન્ટીંગે શહેરની સુંદરતા વધારી હતી. જેમાં પ્રતિભાશાળી ચિત્રકારોએ આકર્ષક ભીંતચિત્રો થકી સરકારની મહત્વની લોકકલ્યાણકારી યોજનાઓને ચિત્રિત કરી હતી. રાજ્યમાં વિકાસ સપ્તાહ-૨૦૨૪ની ઉજવણીના ભાગરૂપે સુમુલ ડેરીથી સુરત રેલવે સ્ટેશન તરફ જતા રોડ પર વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ વિષય આધારિત વોલ પેઈન્ટિંગ કંડારવામાં આવ્યા છે.
જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની થીમ આધારિત નલ સે જલ, સ્વચ્છ ઊર્જા, સ્વચ્છ અને સ્વસ્થ ભારત, સ્વચ્છ ભારત મિશન, પી.એમ. માતૃવંદના યોજના, સ્માર્ટ સિટી મિશન, પી.એમ.આવાસ યોજના, અમૃત્ત મિશન, સર્વ શિક્ષા અભિયાન, બુલેટ ટ્રેન અને વિકાસ સપ્તાહ સહિતના વિવિધ વિષયો આધારિત વોલ પેઈન્ટિંગ કરવામાં આવ્યા છે. પ્રતિભાશાળી ચિત્રકારો દ્વારા ભીંતચિત્રો થકી સરકારની મહત્વની લોકકલ્યાણકારી વિવિધ યોજનાઓની વિગતો નાગરિકો સુધી પહોંચાડવામાં આવી હતી.