હિરાસર એરપોર્ટ ખાતે પોલીસ મથક, ચાર પોલીસ ચોકી, નારી સ્ટુડીયો તાલીમ કેન્દ્ર, ચિલ્ડ્રન પ્લે એરિયા અને ડ્રીમ નર્સરી ખુલી મુકાઇ: ફૂટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ કરાયો
શહેર પોલીસ દ્વારા પરિવારની સ્માર્ટ સુવિધાઓ અંતર્ગત હેડ ક્વાર્ટર ખાતે નારી સ્ટુડિયો ,તાલીમ કેન્દ્ર , ચિલ્ડ્રન પ્લે એરિયા, રઘુવન , ડ્રિલ નર્સરી અને નવી પોલીસ ચોકીનું રાજકોટના પનોતા પુત્ર અને મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહર્ટ કરવામાં આવ્યા છે.
વધુ વિગત મુજબ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી સાથે પોતાના પરિવારને સ્માર્ટ સુવિધાઓ મળી રહે તેમજ હાલના ગ્લોબલ વોર્મિગ સમયમાં પર્યાવરણની જાળવણી અને પરિવારની મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે પોલીસ દ્વારા લઘુવન અબે ગ્રીલ નર્સરી અને નારી સ્ટુડિયો અને તાલીમ કેન્દ્રો અને બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ભારે જહેમત ઉઠાવી પોલીસ પરિવારની વ્હારે આવી જેનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યા છે. આ સાથે જ નવી પોલીસ ચોકીને પણ ખુલ્લી મુકવામાં આવી હતી. શહેરમાં ચાર નવી પોલીસ ચોકીનું નિર્માણ થયું છે, જેમાં એરપોર્ટ પોલીસ ચોકી, પંચાયત પોલીસ ચોકી, રેલનાગર પોલીસ ચોકી, બજરંગ વાળી પોલીસ ચોકી, જ્યારે નાગરિક બેન્ક પોલીસ ચોકી અને ગોંડલ રોડ પોલીસ ચોકીનું ખાતમુરહત કરવામાં આવ્યું છે. કુવાડવા રોડ પર નવનિર્મિત એરપોર્ટ પોલીસ સ્ટેશનનું પણ મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવશે. શહેર પોલીસના અધિકારી અને કર્મચારીના સંતાનો ઉતકર્ષ હેતુથી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફૂટ બોલ ગ્રાઉન્ડનું પણ લોકાર્પણ કરવામાં આવે છે.
શહેરના રામનાથ પરા પોલીસ લાઇન ખાતે આવેલી બ્રિટિશ વખતની જૂની જેલનું હેરિટેજ ટુરિઝમ બનાવવાના હેતુથી રીનોવેશન કરવામાં આવનાર છે તેમજ પોલીસ પરિવાર માટે આધુનિક કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે.જેનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખાતમુહર્ટ કરવામાં આવ્યું હતું.
શહેર પોલીસ અને જ્યોતિ સીએનસી અને સુરક્ષા સેતુ અંતર્ગત નવમી ઓપન ગુજરાત જ્યોતિ સીએનસી અને શહેર પોલીસ કપ ૨૦૨૧ ની ટૂર્નામેનટને મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું છે.