સરકારી યોજનાઓ થકી લોકકલ્યાણનો માર્ગ કંડારનાર ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દેશભરમાં ચાલી રહી છે. તે અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાનાં ચાંડુવાવ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ હતી. અમિત શાહે કહ્યુ કે, આ યાત્રાનો પ્રારંભ 25 વર્ષની યાત્રામાં ભારત વિશ્વમાં સર્વ પ્રથમ બને તેવા સંકલ્પની પરીપૂર્તિ માટે કરવામાં આવ્યો છે. સોમનાથની ભુમિ વિનાસમાં વિકાસ આલેખની ભૂમિ છે.
સોમનાથના ચાંડુવાવમાં વિકાસ યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી જોડાયા, કહ્યું આ યાત્રા ભારતને વિશ્વ ગુરુ બનાવવાની યાત્રા છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આ અવસરે જણાવ્યું હતું કે, સોમનાથનો ઈતિહાસ સમગ્ર દેશ માટે ગૌરવપ્રદ છે. સોમનાથના લોકોએ સોમનાથ દાદાના રક્ષણ અને સ્વાભિમાન માટે અનેક બલિદાન આપી ભારતીય સંસ્કૃતિને અક્ષુણ્ણ રાખી છે. તેવી આ તપોભૂમિ જેણે વિનાશ પર વિકાસની ગાથા આલેખી છે. સોમનાથ દાદાની ફરક ધજા તેનું દ્યોતક છે.કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આ વિકાસ યાત્રા વિકસિત ભારતના વિચારને જન આંદોલન/ લોક આંદોલન બનાવવાની યાત્રા છે. જે બાકી છે તેને મળવા માટેની યાત્રા છે. તો આગામી પાંચ વર્ષમાં બધાને શત પ્રતિશત બધુ આપી દેવાના સંકલ્પ સાથેની આ યાત્રા છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપણાં છે અને આપણે સૌ નરેન્દ્રભાઈ મોદીના છીએ. તેવા સમયે વડાપ્રધાન દ્વારા લેવામાં આવેલા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાત અગ્રેસર બનીને કાર્ય કરી રહ્યું છે. કે, 2014 સુધી ભારત બે હિસ્સામાં વહેંચાયેલું હતુ. જેમાં એક ભારતમાં 70 કરોડ લોકોના ઘરમા મૂળભૂત સુવિધોઓ ન હતી. ઘણા વર્ષો સુધી લાઈટ, પાણી ઘર તેમજ અન્ય સુવિધા ન હતી તે એક ભારત હતું. એક કે જેની પાસે અનાજ, પાણી, આરોગ્ય સુવિધાઓનો અભાવ છે. તો બીજી તરફ ભારત તિરંગા સાથે ચંદ્ર સુધી પહોંચ્યું છે. તેવા સમયે દરેક વંચિત અને છેવાડાના માનવી સુધી લાભો પહોંચાડવા માટેની આ યાત્રા છે. બીજી તરફ જર્મની, જાપાન જેવા દેશો કે જેઓએ છેલ્લા 75 વર્ષમાં અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. તેવા દેશો સાથે હરિફાઈ કરીને સમગ્ર વિશ્વમાં ભારતને વિશ્વ ગુરુનું સ્થાન અપાવી સર્વપ્રથમ બનાવવાનો સંકલ્પ કરવા માટેની યાત્રા છે.જ્યારે 2014 બાદ નરેન્દ્રભાઈએ સંકલ્પ કર્યો અને અનેક પ્રકારની સુવિધાઓથી 60 કરોડ લોકોના જીવનના પરિવર્તનની શરૂઆત થઈ છે.
આઝાદ ભારતને 100 વર્ષ પુરા થાય ત્યારે ભારત સંપૂર્ણ પણે વિકસિત બને, સૌ ભારતીય સુખી રહે, વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારત આત્મનિર્ભર બને તે સંકલ્પ આપણે કર્યો છે. ચાંડુવાવ ગામની વાત કરીએ તો મોટાભાગની યોજનાનો લાભ ચાંડુવાવ ગામને મળી ચુક્યો છે. પરંતુ હજુ ઘણું બાકી છે. 100 ટકાનો લાભ હજુ મળ્યો નથી તે બાબતે હું ચિંતિત છું. ચાંડુવાવ ગામના દરેક નાગરિકને સરકારની દરેક યોજનો 100 ટકા લાભ મળે તેઓ આ યાત્રાનો ઉદ્દેશ્ય છે. મળ્યુ છે તેના અનુભવો અને બાકી છે તેમને આપવુ આ માટે આ યાત્રા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જે લાભાર્થીઓ બાકી છે તેઓને આવતા પાંચ વર્ષમાં સૌને બધુ જ આપી દેવાનું છે, કોઈ બાકી નહીં રહે.વિકસીત ભારતના બે હિસ્સા છે. એક ભારત વૈશ્વિક સ્તરે સુરક્ષિત, સલામત અને સમરુધ્ધ હોય.
જ્યારે બીજો ઉદ્દેશ્ય દરેક નાગરીક જોડે મૂળભૂત સુવિધાઓ હોય. 70 કરોડની ફોજને ગરીબ છોડી કોઈ દેશ વિકસીત બની ન શકે. દરેક રીતે લોકોની સુખાકારી થાય તે માટેની આ યાત્રા છે. ભગતસિંહે એવા ભારતની કલ્પના કરી હતી કે, જે ભારત સમગ્ર દુનિયાનુ નેતૃત્વ કરે. એ આપણી જવાબદારી છે કે આપણે તે સંકલ્પનાને પૂર્ણ કરીએ. પ્રાકૃતિક ખેતી કરીશું, સૌનું સ્વાસ્થ્ય સારું રહે, શિક્ષણનો વ્યાપ વધે ત્યારે વિકસિત ભારત બનશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું સોમનાથ હેલીપેડ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના સ્વાગત-સત્કાર માટે હેલીપેડ ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મૂછાર,ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા, ભગવાનભાઈ બારડ, કે સી રાઠોડ,વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, પૂર્વ સાંસદ ચુનીભાઇ ગોહિલ, પૂર્વ બીજ નિગમ ચેરમેન રાજશીભાઈ જોટવા, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, ઝવેરીભાઇ ઠકરાર, માનસિંહભાઈ પરમાર, દિલીપભાઈ બારડ, શીવાભાઈ સોલંકી, જયેશભાઈ વઘાસિયા,રેન્જ આઈ.જી. નિલેશ ઝાઝડિયા,જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સહિતના મહાનુભાવો દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રીનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
ચાંડુવાવ ગામ ‘નલ સે જલ’ અને આયુષ્માન ભારતની 100 ટકા સિઘ્ધી માટે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે સન્માનીત
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ચાંડુવાવ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ચાંડુવાવ ગામે ‘નલ સે જલ’ અને ‘આયુષ્માન ભારત’ની 100% સિદ્ધિ હાંસલ કરવા બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ચાંડુવાવ ગામના સરપંચ નિષિતાબહેન બારડને ગામ વતીથી પ્રશસ્તિપત્ર આપીને સન્માન કર્યુ હતું. કેન્દ્રીય મંત્રીશ્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે ચાંડુવાવ ગામે જે સિદ્ધિ મેળવી છે તે અભિનંદનને પાત્ર છે. આ જ રીતે દેશના તમામ ગામમાં 100% લક્ષ્યાંક સિદ્ધિ થાય તે કેન્દ્ર સરકારની નેમ છે. ચાંડુવાવ ગામમાં હજુ પણ જે ક્ષેત્રમાં 100% સેચ્યુરેશન મેળવવાનું બાકી છે તે પણ આગામી ટૂંક જ સમયમાં પૂર્ણ કરવામાં આવશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મહાનુભાવોએ આવકાર્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગીર-સોમનાથ જિલ્લાના વિવિધ કાર્યક્રમો અંતર્ગત રાજકોટ ખાતેના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટૂંકું રોકાણ કર્યું હતું.
અહીં તેમનું રાજકોટ જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓએ ભાવભેર સ્વાગત કર્યું હતું. આ તકે એરપોર્ટ પર રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, મહેન્દ્રભાઈ પાડલીયા, અને દુર્લભભાઈ દેથરીયા, સાંસદ રામભાઈ મોકરીયા, અગ્રણી મુકેશભાઈ દોશી, અલ્પેશભાઈ ઢોલરીયા, ભરતભાઈ બોઘરા, કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ, પ્રાંત અધિકારી સંદિપ વર્મા, ડી.સી.પી. સુધીર દેસાઈ, જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણી સહિતના મહાનુભાવોએ ઉત્સાહસભર સ્વાગત કરી આવકાર્યા હતા.
સોમનાથના આંગણે ગૃહમંત્રી અમિતભાઈ શાહનું પુર્વ મંત્રી જશાભાઈ બારડે કર્યું અભિવાદન
અબતક, રામસિંંહ મોરી, સુત્રાપાડા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સોમનાથની મુલાકાત-દર્શને આવ્યા ત્યારે ગુજરાત કારડીયા રાજપુત સમાજના પ્રમુખ અને રાજયના પુર્વ કેબીનેટ મંત્રી જશાભાઈ બારડે અમિતભા, શાહને આવકારી ભાવભેર સ્વાગત કર્યું હતુ. અમિતભાઈ શાહે અને જશાભાઈ બારડે વ્યકિતગત એકબીજાના ખબર અંતર પૂછી વર્તમાન રાજકીય સ્થિતિ અને સોમનાથના વિકાસની ચર્ચા કરી હતી.