- વિકાસ સપ્તાાહ અંતગત ‘વિંચતો વિકાસની વાટે’ કાર્યક્રમ 12.85 લાખ લાભાથીઓને રૂ. 383.54 કરોડની સહાય ચૂકવાઇ
‘વિંચતો વિકાસના વાટે’ કાર્યક્રમમાં ઉ5સ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી ભાનુબેને જણાવ્ય ું હતું કે , આજે દેશને સારા નાગરિકોની જરૂર છે. આપણે પણ આપણી ફરજનું પાલન કરી નાગરીક તરીકેની આપણી ફરજ અદા કરીએ એમ કહી તેમણે સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતે જાણકારી આપી હતી.
કૂપોષણ અંગે ચિંતા વ્યકત કરતા તેમણે જણાવ્યું હતું કે, આવનારી પેઢીને ચુસ્ત, દુરૂસ્ત અને તંંદુરસ્ત બનાવવી હશે તો કૂણોષણને નાબુદ કરવું જ પડશે એમ કહી તેમણે કૂપોષણને નાથવા માટે વાલીઓ પણ સરકાર જેટલી જ ચિંતા કરે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.વંચિતા વિકાસની વાટે કાર્યક્રમ યોજી 1ર લાખ કરતા વધુ લાભાર્થીઓને રૂ. 383.54 કરોડના લાભો ડિજીટલી લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવ્યા છે એમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.
રાજયના અન્ન અને નાગરીક પુરવઠા તથા સામાજીક ન્યાય અને અધિકારિતા રાજયમંત્રી ભીખુસિંહજી પરમારે સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના વિવિધ નિગમો અને તેની કામગીરી તથા સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓ અંગે વિગતે છણાવટ કરી તેમણે રાજય સરકાર દ્વારા વિકસતિ જાતિ, અલ્પસંખ્યક સમુદાય, વિચરિત અને વિમુકિત જાતિ, દિવ્યાંગો વૃઘ્ધ નિરાધાર, ગંગાસ્વરુપા બહેનો વગેરે માટે અમલી યોજનાઓ અંગે વિગતે જાણકારી આપી લાભાર્થીઓનું જીવનધોરણ ઉંચુ આવે એ માટે સરકાર દ્વારા લાભાર્થીઓના ખાતામાં ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર યોજના હેઠળ સીધે સીધી સહાય ચૂકવવામાં આવે છે એમ જણાવ્યું હતું.
જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પણ પ્રાસંગિક ઉદબોધન કરતા વંચિતોના વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની ઝીણવટભરી વિગતો રજુ કરી રાજય સરકાર દ્વારા ઉજવવામાં આવી રહેલા વિકાસ સપ્તાહ અંગે જાણકારી આપી તેમણે વિકાસ સપ્તાહ ખરા અર્થમાં રાજયની જનતા વિકાસ પર્વ બની રહેશે એમ જણાવ્યું હતું.આ પ્રસંગે, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, જિલ્લા વિકાસ અધિકારી, નગર પાલિકા પ્રમુખ વિભુતીબા યાદવ, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, ભરૂચ જિલ્લા કારોબારી સમિતિ અઘ્યક્ષ ધર્મેશ મીસ્ત્રી, અધિક નિવાસી કલેકટર, નિયામક વિકસતિ જાતિ કલ્યાણ અને સમાજ સુરક્ષા, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગુજરાત વિચરતી અને વિમુકત જાતિ વિકાસ નિગમના મેનેજીંગ ડિરેકટર તેમજ ખાતાના અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.