પ્રાકૃતિક ખેતીમાં જૂનાગઢ જિલ્લાના ખેડૂતો મોખરે: ગીરની કેસર કેરીની મિઠાશ પૂરી દૂનિયામાં પહોંચી છે
સરકારના પ્રોત્સાહનથી માછીમારોની સુરક્ષા-સુવિધા-કારોબારમાં વધારો- 20 વર્ષમાં માછલીની નિકાસમાં સાત ગણો વધારો

જૂનાગઢમાં વડાપ્રધાનના હસ્તે જૂનાગઢ,  ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના રૂ.4155.17 કરોડના વિકાસ કામોના ઇ-ખાતમુહૂર્ત. જૂનાગઢમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા રૂ.4155.17 કરોડના જૂનાગઢ,  ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના વિકાસ કામોના ખાતમૂર્હુત અને જાહેરાત કરવામાં આવી હતી.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જૂનાગઢ સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ વિશાળ જાહેર સભા સંબોધતા જણાવ્યુ હતુ કે,  સિંહ અને નરસિંહની ભૂમિ જૂનાગઢ પ્રવાસનની રાજધાની બનવાની ક્ષમતા ધરાવે છે. દેશ આખાના લોકોને આકર્ષવાની ગીરની ભૂમિમાં તાકાત છે. વડાપ્રધાન શ્રીએ ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર જે રીતે

તેજ ગતિએ વિકાસના કામો કરી રહી છે તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી ગુજરાતના દરિયા કાંઠાના વિકાસ સાથે માછીમારોના જીવનમાં બદલાવ આવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી અનેકવિધ યોજનાઓનો ઉલ્લેખ કરી છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં આવેલા વિકાસલક્ષી બદલાવ અને કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓના છેવાડાના માનવીને મળેલા  લાભ અંગે ફળદાયી ચિત્ર રજૂ કર્યું હતું.

આખા દેશને આકર્ષવાની તાકાત ગીરની ભૂમિમાં છે: વડાપ્રધાન

Hon.PM sir karykram jnd 34

સમગ્ર દરિયાકાંઠાના વિકાસ માટે દિવાળીના તહેવારો નજીક હોઇ અપરંપાર માનવ મહેરામણ-સંતો-મહંતો આશિર્વાદ અહીં મળી રહે છે. તે માટે સૌનો અંત:કરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું કે એક સમયે સમગ્ર ગુજરાતનું બજેટ હતું તેના કરતા વધારે રકમના વિકાસ કાર્યો જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર જિલ્લામાં થવાના છે. આ ત્રણેય જિલ્લા સમગ્ર રાજ્યની પર્યટન ક્ષેત્રની રાજધાની બનવાની ક્ષમતા ધરાવે છે. પૂરી દુનિયા ગીરના સિંહોની ગર્જના સાંભળવા માંગે છે અને એ ગર્જના ગુજરાતની ગર્જના છે. કેશોદનું એરપોર્ટ પણ વિકસાવવામાં આવશે. ગિરનારના સિંહો જોવા હવાઇ પટ્ટી મોટી કરવાનું કાર્ય પણ થશે. મોટા-મોટા શહેરને જે વિકાસ મળે તે  જૂનાગઢની તપસ્યાની ભૂમિને ગિરનારની જંગલની ભૂમિને આપવું છે. સંત અને શૂરાની, મંદિરોની, દત્તાત્રેયની, જૈનાચાર્યોની ભૂમિમાં મારે વિકાસ કરી દુનિયાના લોકોને અહીં ખેંચી લાવવા છે. માધવપુર ઘેડના મેળાને આંતરરાષ્ટ્રીય બનાવી દીધો છે. એશિયાનો સૌથી મોટો રોપ-વે બનાવવાથી યાંત્રિકો  અંબાના દર્શન સરળતાથી કરી શકે છે. ગીરની કેસર કેરીની નિકાસ સમગ્ર દુનિયામાં પહોંચી છે.

વડાપ્રધાનએ સહર્ષ જણાવ્યુ હતુ કે, દરિયાઇ વિસ્તાર ધરાવતા આ જિલ્લામાં માછીમારો, પશુપાલકો, ખેડૂતોને સ્વરોજગારીની તક મળે તે ક્ષેત્રમાં વિકાસ કાર્યોની ભેટ આ જિલ્લાઓને દિવાળીના પર્વ પહેલા મળી છે.

દેશનો સૌથી વધુ-વિશાળ 1600 કિમીનો સમુદ્ર કિનારો ગુજરાત પાસે છે ત્યારે દરિયાઇ વિસ્તારમાં કોસ્ટલ હાઇ-વે, કનેક્ટીવીટી કરી આ વિસ્તારનો વિકાસ થઇ રહ્યો છે. માછીમારો-સાગરખેડૂ સમૃદ્ધ બને  તે માટે સાગરખેડૂ યોજના શરુ કરવામાં આવી છે. સાગરખેડૂને સુરક્ષા-સુવિધા-કારોબાર માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવ્યું છે. ગુજરાતમાં 20 વર્ષમાં માછલીનું એક્સપોર્ટ સાત ગણુ વધ્યું છે. આપણી સુરમી ફીશ જાપાનમાં ખૂબ લોકપ્રિય બની છે. કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જીન સરકારનો અરબી દરિયાઇ વિસ્તારને મળી રહી છે.

IMG 20221019 WA0331

સૌરાષ્ટ્રમાં અગાઉ દુષ્કાળ અને પાણીની સમસ્યા હતી તે હવે સૌની યોજનાથી ભૂતકાળ બની ગઇ છે. હવે મા નર્મદા આપણા આંગણે પહોંચી છે અને 2001 પછી કુદરત પણ મહેરબાન બનીને વરસી પડી છે. જેના કારણે ખેડૂતોના ખેતરો હરિયાળા બન્યા છે, સમૃદ્ધ બન્યા છે. જૂનાગઢ જિલ્લા સહિત રાજ્યભરના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ  કહ્યુ હતુ કે, માતા-બહેનો સન્માનપૂર્વક જીવી શકે એ માટે સરકાર  પ્રતિબધ્ધ છે.  આરોગ્યલક્ષી સમસ્યાઓ ન રહે તે માટે શૌચાલય એ

મહિલાઓને માટે આશીર્વાદ સમાન બન્યા છે. મહિલાઓને ધુમાડાથી મુક્તિ અપાવવા ઉજ્જવલા યોજના છે અને તેના ઉત્તમ અમલીકરણ માટે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના થકી સ્ત્રીઓને તેમની

ગર્ભાવસ્થા દરમિયાન  તેમની અને તેના બાળક માટેની ચિંતા પણ સરકારે કરી છે. ગર્ભાવસ્થા દરમિયાન માતાના શરીરમાં પોષક તત્વો ઓછા ન થાય અને બાળક દિવ્યાંગ ન થાય, બાળક  સ્વસ્થ જન્મે, ભારતનું ભવિષ્ય ઉજળું બને એ માટેની ચિંતા કરી છે.

મુદ્રા યોજનાથી ગેરંટી વગર લોન મળે છે જેનું  70 ટકાથી વધારે લાભ બહેનોએ લીધો છે જેથી બહેનો રોજગારી મેળવી આત્મ નિર્ભર બની છે.

IMG 20221019 WA0003 1

ડિજિટલ ઇન્ડિયા, મેક  ઇન્ડિયાનો ડંકો સમગ્ર ભારતમાં વાગી રહ્યો છે.વડાપ્રધાનએ કહ્યુ હતુ કે, ગુજરાત સરકારે અનેકવિધ ક્ષેત્રે વિકાસ સાધ્યો છે. ગુજરાત અવિરત પ્રગતિના શિખરો સર કરી રહ્યુ છે. ગરીબના ઘરમાં દિવાળીની ઉજવણી સારી રીતે થઈ શકે એ માટે ગરીબોને ગેસના બે બોટલ વિનામૂલ્યે આપવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.ઋષિ, નરસિંહ અને સિંહની આ ભૂમિ જૂનાગઢમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વાગત કરતા જણાવ્યુ હતુ કે, ગુજરાતના દરિયાઇ વિસ્તારના વિકાસનો નવો અધ્યાય શરુ થવાનો છે. પહેલા ગુજરાતમાં છાશવારે દુષ્કાળનો ભોગ બનવું પડતું હતુ તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરુ કરેલા વિકાસ યજ્ઞને ઈશ્વર કૃપા મળી અને ગુજરાત આજે વિકાસશીલ બન્યું છે. ભૂકંપના સમયે થયેલા વિકાસ કાર્યો થયા અને એ પછી ગુજરાત સતત વિકાસનું રોલ મોડેલ બન્યું છે. સહકારી ક્ષેત્રે પરિવર્તનો થકી જુનાગઢ ડેરીને  ફરી ધમધમતી કરવામાં આવી. દરિયાઈ વિસ્તારમાં સળંગ હાઈ-વે મળતા માછીમારોને રોજગારીમાં વધારો થશે. પ્રવાસન ક્ષેત્રે, પોરબંદર દરિયાઈ વિસ્તારને વિશ્વના નકશે અંકિત કર્યુ છે. વધુ મત્સ્ય બંદર વિકસતા મત્સ્ય સંપદા અને રોજગારીની તકોનું સર્જન થશે. રાજ્યમાં સાગરખેડૂ યોજના થકી આર્થિક ઉન્નતિની તકો ખૂલી છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, લોકર્ષી, રાજર્ષિ તથા જનપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદી દ્વારા થનાર વિકાસ કામો સૌરાષ્ટ્રને નવી ઊંચાઈઓ પર લઈ જશે.  નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રને સૌની યોજના જેવી કલ્યાણકારી યોજના આપી જેના થકી આજે ગુજરાત હરિયાળું અને સમૃદ્ધ બન્યું છે. ગિરનાર પર રોપ-વે ની ભેટ હોય, અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ હોય કે પછી કાશ્મીરનું ભારતમાં જોડાણ હોય, વડાપ્રધાનએ આવા અનેક ભગીરથ કાર્યો પૂર્ણ કરી દેશને ઉન્નતિના નવા શિખરે લઈ ગયા છે.આ પ્રસંગે પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રી દેવાભાઇ માલમે જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નેરન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની અમારી ડબલ એન્જીનની સરકારમાં રાજ્ય નવી ઉંચાઇ પર પહોચ્યું છે. જૂનાગઢ જિલ્લામાં પ્રવાસનને વેગ મળે એ માટે નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યાને તુરંત જ રોપ-વેની ભેટ આપી છે. આ તકે તેમણે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.

Hon.PM sir karykram jnd 3

સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ કહ્યુ હતુ કે, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર ત્રણેય જિલ્લામાં સોનાનો સૂરજ ઉગ્યો છે. આ જિલ્લાઓમાં અનેક વિકાસ કામોનું ખાતમૂહુર્ત વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના કારણે ગિરનાર ઉપર રોપ-વે બન્યો. આબાલવૃદ્ધ ભક્તો હવે માં અંબાના દર્શન કરી શકે છે. આ વિસ્તારમાં નાળિયેર વિકાસ બોર્ડની રાજ્યકક્ષાની સૌપ્રથમ કચેરી કેન્દ્ર સરકારે બનાવી જેથી આ દરિયાઇ વિસ્તારને ફાયદો મળી શકશે. બંદરોના વિકાસ માટે પણ અનેક સહાય સરકાર દ્વારા કરવામાં આવી છે.  આ પ્રસંગે ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જવાહરભાઇ ચાવડાએ ગ્રામ્ય જીવનના અનુભવો રજૂ કરતા જણાવ્યુ કે, દેશમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં જનસુખાકારીને નવા આયામ મળ્યા છે. સાથે જ આ વર્ષે સારી મેઘ મહેર થવાથી ખેડૂતોને મોટી રાહત પહોંચી છે.  ધારાસભ્ય બાબુભાઇ બોખરિયાએ ગુજરાત સરકારના વિકાસકામો વિશે વિગતો જણાવી હતી.આ કાર્યક્રમમાં પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા, મેયર ગીતાબેન પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ  શાંતાબેન ખટારિયાજૂનાગઢ, રામીબેન વાજા, ગીર સોમનાથ, કલેકટરશ્રી રચિત રાજ, જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ,

જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી, મ્યુ. કમિશનર રાજેશ તન્ના સહિતના મહાનુભાવો, સંતો, મહંતો તથા જૂનાગઢ,  ગિર સોમનાથ અને પોરબંદર જિલ્લાની પ્રજાજનો ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.