- એનર્જી વોરના યુગમાં હવે ભારત પણ મેદાને, સરકારની ઝુંબેશમાં ખાનગી કંપનીઓ પણ જોડાઈ
- ઉર્જા અત્યંત જરૂરી, પણ આડેધડ ઉર્જા ઉત્પન્ન કરવાથી પર્યાવરણને નુકસાન થતું હોય, ગ્રીન એનર્જી તરફ ભારતની આગેકૂચ
ઉર્જાએ પ્રાથમિક જરૂરિયાત છે. તેના વગર જીવવાનો વિચાર પણ મુશ્કેલ છે. માટે જ વિશ્વ આંખામાં અત્યારે એનર્જી વોર ચાલી રહ્યો છે. જો કે આ એનર્જીની લ્હાયમાં પર્યાવરણને નુકસાન ન થાય તે જોવું પણ જરૂરી હોય ભારત ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહ્યું છે. જેમાં ખાનગી કંપનીઓનો પણ સરકારને ભરપૂર સહયોગ મળી રહ્યો છે.
વર્તમાન સમયમાં આપણી જીવનશૈલી અને વીજળી પરની અવલંબન જોતાં વીજળી વિના જીવનની કલ્પના કરવી અશક્ય છે. આપણી વીજળીની જરૂરિયાતો પૂરી કરવા માટે, આપણે મોટાભાગે અશ્મિ, કોલસો, પેટ્રોલ, ડીઝલ વગેરે પર આધાર રાખીએ છીએ. સમયની સાથે સાથે આ ઉર્જા સ્ત્રોતો પૃથ્વી પરથી ખતમ થઈ રહ્યા છે, જેના કારણે આ સ્ત્રોતોમાંથી ઉત્પન્ન થતી વીજળીની કિંમત પણ દિવસેને દિવસે વધી રહી છે. વીજળી ઉત્પન્ન કરવા માટે પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવાથી માત્ર બજેટને જ અસર થતી નથી પરંતુ પર્યાવરણને પણ નુકસાન થાય છે. અશ્મિ, કોલસો, ડીઝલ, પેટ્રોલ વગેરે જેવા ઉર્જા સ્ત્રોતોમાંથી ઉત્પન્ન થતી વીજળી મિથેન અને કાર્બન મોનોક્સાઇડ સહિતના હાનિકારક ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન કરે છે અને આ વાયુઓ વૃક્ષો, હવા અને પૃથ્વી પરના તમામ જીવોને નુકસાન પહોંચાડે છે. વિશ્વના વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ગ્રીનહાઉસ વાયુઓના કારણે પૃથ્વીનું તાપમાન દર વર્ષે વધી રહ્યું છે અને તેનાથી થતા ગંભીર રોગોની સાથે પ્રાણીઓ પર તેની વિપરીત અસર થઈ રહી છે. કોલસો, ડીઝલ, પેટ્રોલ, ગેસ, વગેરે તમામ બિન-નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોના ઉદાહરણો છે, જેનો અર્થ છે કે એકવાર ઉપયોગ કર્યા પછી તેનો ફરીથી ઉપયોગ કરવો શક્ય નથી અને પૃથ્વી પરના આ ઉર્જા સ્ત્રોતોનો જથ્થો ઝડપથી ઘટી રહ્યો છે.
વૈજ્ઞાનિકોએ ઉર્જા ક્ષેત્રે પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાંથી વીજળી ઉત્પન્ન કરવાની ટેક્નોલોજીની શોધ કરી છે અને આવા ઉર્જા સ્ત્રોતનું વિસ્તરણ પણ ઝડપથી વધી રહ્યું છે. પુન:પ્રાપ્ય ઊર્જાના ઉદાહરણો જેમ કે સૌર, પવન, પાણી, વગેરે, એક કરતા વધુ વખત વાપરી શકાય છે. આ ઉર્જા સ્ત્રોતોમાંથી વીજળી ઉત્પન્ન કરવાથી ન્યૂનતમ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે અને આવા ઉર્જા સ્ત્રોતોનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો પર્યાવરણ માટે હાનિકારક પુરવાર થતો નથી. વિવિધ દેશોએ હવે પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે અને તેને પ્રોત્સાહન આપવા માટે ઘણા પ્રોજેક્ટ્સ પણ શરૂ કર્યા છે જેથી તે વધુને વધુ વિસ્તારોમાં વિસ્તરણ કરી શકાય.
- ભારત અને રશિયા વચ્ચે ઉર્જા ક્ષેત્રે ભાગીદારી માટે મોટો અવકાશ: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રશિયાના વ્લાદિવોસ્તોકમાં 7મા ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યું હતું. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે, આ મહિને વ્લાદિવોસ્તોકમાં ભારતીય દૂતાવાસની સ્થાપનાના ત્રીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, અહીં દૂતાવાસ ખોલનાર ભારત પહેલો દેશ હતો. પીએમ મોદીએ કહ્યું કે, 2019માં મને આ ફોરમમાં ભાગ લેવાની તક મળી. તે સમયે અમે ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી જાહેર કરી હતી. પરિણામે, વિવિધ ક્ષેત્રોમાં રશિયા સાથે ભારતનો સહયોગ વધ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું, આજે આ નીતિ ભારત અને રશિયાની વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીનો મુખ્ય આધારસ્તંભ બની ગઈ છે. ભારત આર્કટિક વિષયો પર રશિયા સાથે તેની ભાગીદારીને મજબૂત કરવા આતુર છે, એમ તેમણે જણાવ્યું હતું. ઉર્જા ક્ષેત્રે સહયોગ માટે પુષ્કળ અવકાશ છે. ઉર્જા સાથે, ભારતે ફાર્મા અને ડાયમંડ સેક્ટરમાં પણ નોંધપાત્ર રોકાણ કર્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે, યુક્રેન સંઘર્ષની શરૂઆતથી જ અમે રણનીતિ અને વાતચીતનો માર્ગ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. અમે આ સંઘર્ષને સમાપ્ત કરવાના તમામ શાંતિપૂર્ણ પ્રયાસોને સમર્થન આપીએ છીએ. આજના વૈશ્વિક વિશ્વમાં, વિશ્વના એક ભાગમાં બનેલી ઘટનાઓ સમગ્ર વિશ્વ પર અસર કરે છે. યુક્રેન સંઘર્ષ અને કોવિડ રોગચાળાએ વૈશ્વિક પુરવઠા શૃંખલા પર મોટી અસર કરી છે. વિકાસશીલ દેશો માટે ખોરાક, બળતણ અને ખાતરોની અછત ખૂબ જ ચિંતાનો વિષય છે.
- અદાણી ગૃપ ગ્રીન એનર્જીનો વ્યાપ વધારવા રૂ.5.60 લાખ કરોડના ખર્ચે 3 ગીગા ફેકટરી બનાવશે
ઉર્જાએ પ્રાથમિક જરૂરિયાત છે. તેના વગર જીવવાનો વિચાર પણ મુશ્કેલ છે. માટે જ વિશ્વ આંખામાં અત્યારે એનર્જી વોર ચાલી રહ્યો છે. જો કે આ એનર્જીની લ્હાયમાં પર્યાવરણને નુકસાન ન થાય તે જોવું પણ જરૂરી હોય ભારત ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહ્યું છે. જેમાં ખાનગી કંપનીઓનો પણ સરકારને ભરપૂર સહયોગ મળી રહ્યો છે.
વર્તમાન સમયમાં આપણી જીવનશૈલી અને વીજળી પરની અવલંબન જોતાં વીજળી વિના જીવનની કલ્પના કરવી અશક્ય છે. આપણી વીજળીની જરૂરિયાતો પૂરી કરવા માટે, આપણે મોટાભાગે અશ્મિ, કોલસો, પેટ્રોલ, ડીઝલ વગેરે પર આધાર રાખીએ છીએ. સમયની સાથે સાથે આ ઉર્જા સ્ત્રોતો પૃથ્વી પરથી ખતમ થઈ રહ્યા છે, જેના કારણે આ સ્ત્રોતોમાંથી ઉત્પન્ન થતી વીજળીની કિંમત પણ દિવસેને દિવસે વધી રહી છે. વીજળી ઉત્પન્ન કરવા માટે પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવાથી માત્ર બજેટને જ અસર થતી નથી પરંતુ પર્યાવરણને પણ નુકસાન થાય છે. અશ્મિ, કોલસો, ડીઝલ, પેટ્રોલ વગેરે જેવા ઉર્જા સ્ત્રોતોમાંથી ઉત્પન્ન થતી વીજળી મિથેન અને કાર્બન મોનોક્સાઇડ સહિતના હાનિકારક ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન કરે છે અને આ વાયુઓ વૃક્ષો, હવા અને પૃથ્વી પરના તમામ જીવોને નુકસાન પહોંચાડે છે. વિશ્વના વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ગ્રીનહાઉસ વાયુઓના કારણે પૃથ્વીનું તાપમાન દર વર્ષે વધી રહ્યું છે અને તેનાથી થતા ગંભીર રોગોની સાથે પ્રાણીઓ પર તેની વિપરીત અસર થઈ રહી છે. કોલસો, ડીઝલ, પેટ્રોલ, ગેસ, વગેરે તમામ બિન-નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોના ઉદાહરણો છે, જેનો અર્થ છે કે એકવાર ઉપયોગ કર્યા પછી તેનો ફરીથી ઉપયોગ કરવો શક્ય નથી અને પૃથ્વી પરના આ ઉર્જા સ્ત્રોતોનો જથ્થો ઝડપથી ઘટી રહ્યો છે.
વૈજ્ઞાનિકોએ ઉર્જા ક્ષેત્રે પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાંથી વીજળી ઉત્પન્ન કરવાની ટેક્નોલોજીની શોધ કરી છે અને આવા ઉર્જા સ્ત્રોતનું વિસ્તરણ પણ ઝડપથી વધી રહ્યું છે. પુન:પ્રાપ્ય ઊર્જાના ઉદાહરણો જેમ કે સૌર, પવન, પાણી, વગેરે, એક કરતા વધુ વખત વાપરી શકાય છે. આ ઉર્જા સ્ત્રોતોમાંથી વીજળી ઉત્પન્ન કરવાથી ન્યૂનતમ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે અને આવા ઉર્જા સ્ત્રોતોનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો પર્યાવરણ માટે હાનિકારક પુરવાર થતો નથી. વિવિધ દેશોએ હવે પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે અને તેને પ્રોત્સાહન આપવા માટે ઘણા પ્રોજેક્ટ્સ પણ શરૂ કર્યા છે જેથી તે વધુને વધુ વિસ્તારોમાં વિસ્તરણ કરી શકાય.
- અર્થતંત્રને વેગ આપવા ગ્રીન એનર્જી ક્ષેત્રનો વિકાસ જરૂરી
ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે આ મૂલ્યવર્ધન સંપૂર્ણપણે સ્વદેશી અને આપણા દેશની ભૌગોલિક-રાજકીય જરૂરિયાતો મુજબ હશે. અમેરિકન બિઝનેસ હાઉસીસને બોલાવતા તેમણે કહ્યું કે, “મને વિશ્વાસ છે કે અમે અમારી સાથે કામ કરવા ઇચ્છુક અમેરિકન કંપનીઓના સમર્થનથી અમે અમારા લક્ષ્યોને વધુ ઝડપથી હાંસલ કરી શકીશું.” તેનાથી બંનેને ફાયદો થશે.
- આબોહવા પરિવર્તનએ એક મહત્વપૂર્ણ મુદ્દો
ક્લાઈમેટ ચેન્જના મુદ્દા પર બોલતા તેમણે કહ્યું કે આબોહવા પરિવર્તન એ મહત્વપૂર્ણ મુદ્દો છે. આ મામલે વિકાસશીલ દેશોને ટેકો આપવા માટે વિકસિત દેશોના પ્રયાસો વિશે ઘણી વાતો થઈ છે, પરંતુ વાસ્તવમાં હજુ ઘણું કરવાની જરૂર છે. યુએસ ક્લાઈમેટ બિલ કાયદો બન્યા બાદ ભારત અને અમેરિકા બંનેએ તેનો લાભ લેવા માટે સિસ્ટમ વિકસાવવી પડશે.
- રિલાયન્સ પણ ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહ્યું છે
અગાઉ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ લો-કાર્બન ઊર્જામાં રોકાણના ભાગરૂપે પાંચમી ગીગા ફેક્ટરી સ્થાપવાની જાહેરાત કરી હતી. નવી ગીગા ફેક્ટરીમાં પાવર ઇલેક્ટ્રોનિક્સ બનાવવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું. ગયા વર્ષની શરૂઆતમાં તેમણે ચાર ગીગા ફેક્ટરીઓ સ્થાપવાની જાહેરાત કરી હતી. કંપનીએ 2025 સુધીમાં તેના ઉપયોગ માટે 20 ગીગાવોટ સૌર ઉર્જાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
- નિકાસ અને આયતના વ્યવહારો રૂપિયામાં જ કરો: રિઝર્વ બેંકની સલાહ
ભારતીય રિઝર્વ બેંક અને નાણા મંત્રાલયે બેંકોના ટોચના મેનેજમેન્ટ અને વેપારી સંસ્થાઓના પ્રતિનિધિઓને રૂપિયાના ચલણમાં નિકાસ અને આયાત વ્યવહારોને પ્રોત્સાહન આપવા જણાવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે એક બેઠકમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે બેન્કોએ ડોલરને બદલે ભારતીય ચલણમાં ક્રોસ બોર્ડર વેપારને સરળ બનાવવા માટે તેમના વિદેશી સમકક્ષો સાથે વિશેષ ખાતા ખોલવા જોઈએ. તેમણે કહ્યું કે વેપાર સંગઠનો અને તેમના વિદેશી વેપાર ભાગીદારોએ આ માળખાનો ઉપયોગ કરવાની તકો શોધવી જોઈએ. વિદેશ અને વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓ, ભારતીય બેંક એસોસિએશનના અધિકારીઓ સહિત ઘણા હિસ્સેદારોએ પણ બેઠકમાં ભાગ લીધો હતો અને વિદેશમાં દૂતાવાસોને રાજદ્વારી માધ્યમો દ્વારા આ મિકેનિઝમને પ્રોત્સાહન આપવા વિનંતી કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રીલંકા, આર્જેન્ટિના અને ઝિમ્બાબ્વે જેવા દેશો રૂપિયામાં દ્વિપક્ષીય વેપાર કરવામાં રસ દાખવી શકે છે. રિઝર્વ બેંકે જુલાઈમાં બેંકોને સ્થાનિક ચલણમાં વૈશ્વિક વેપાર સમુદાયના વધતા રસને ધ્યાનમાં રાખીને ભારતીય રૂપિયામાં નિકાસ અને આયાત વ્યવહારો માટે વધારાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. સેન્ટ્રલ બેંક દ્વારા રૂપિયામાં ક્રોસ બોર્ડર ટ્રેડ ટ્રાન્ઝેક્શનને મંજૂરી આપવાની જાહેરાત સમયસર છે અને ચલણના આંતરરાષ્ટ્રીયકરણ તરફ એક પગલું છે.