બીનાબેન આચાર્ય, અશ્ર્વિનભાઈ ભોરણીયા અને જયોત્સનાબેન ટીલાળા સહિતના આગેવાનો અબતકની મુલાકાતે: અનેક પ્રજાકિય કાર્યો અંગે આપી વિગતો
વિધાનસભા-૬૯ના ધારાસભ્ય અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના પોતીકા કહી શકાય તેવા વોર્ડ નં.૧૦માં કોર્પોરેટરોએ ગત વર્ષે સવા આઠ કરોડના પ્રજાલક્ષી કામો કર્યા છે અને ચાલુ વર્ષે અંદાજે ‚ા.દોઢ કરોડના પેવર રોડના કામો મંજુર કરાવ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નં.૧૦ ભાજપના જાગૃત કોર્પોરેટરો બીનાબેન આચાર્ય, અશ્ર્વિનભાઈ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળાએ વોર્ડ નં.૧૦ના વિવિધ વિસ્તારોમાં અંદાજે ૧.૫૦ કરોડથી વધુના પેવર રીકાર્પેટીંગના કામ મંજુર કરાવ્યા છે. કોર્પોરેટરશ્રીઓએ વોર્ડ નં.૧૦ના સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી તેમજ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પ્રાઈવેટમાં અંદાજે ૩૯ લાખ, પ્રકાશ સોસાયટીમા અંદાજે ૧૩.૭૫ લાખ, જલારામ પ્લોટ-૨માં અંદાજે ૩૯.૩૦ લાખ, જલારામ પ્લોટ-૧ અંદાજે ૨૧ લાખ, નીધી કર્મચારી સોસાયટીમાં અંદાજે ૬.૨૧ લાખ શ્યામ વિહાર સોસાયટીમાં અંદાજે ૧.૪૨ કરોડના પેવર રીકાર્પેટીગના કામોની રજુઆત કરી કોર્પોરેશન તંત્ર પાસે મંજુર કરાવેલ છે. વોર્ડ નં.૧૦ના પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, પરેશભાઈ તન્ના તથા સંગઠનના હોદેદારો અને સક્રિય કાર્યકરો દ્વારા વોર્ડ નં.૧૦ના વિવિધ વિસ્તારોમાં લોકઉપયોગી કાર્યો માટે સતત જાગૃત રહી પ્રજાના પ્રશ્ર્નોનો ઉકેલ લાવવા માટે કોર્પોરેટરોની સાથે રહ્યા છે. આમ વોર્ડ નં.૧૦ની પ્રજાના પ્રતિનિધિ તરીકેની ભૂમિકા અદા કરી છે.
વોર્ડ નં.૧૦ના કોર્પોરેટરો બીનાબેન આચાર્ય, અશ્ર્વિનભાઈ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળાએ ગત વર્ષે એટલે કે ૧/૪/૨૦૧૬ થી ૩૧/૩/૨૦૧૭ના વર્ષ દરમ્યાન વોર્ડ નં.૧૦ના વિવિધ વિસ્તારોમાં કરેલા કામોની યાદીમાં બ્રહ્મ સમાજ સોસાયટીમાં ૧૬ લાખના ખર્ચે પેવર બ્લોક, શ્રદ્ધાદીપ સોસાયટીમાં ૧૧ લાખના ખર્ચે પેવીંગ બ્લોક, સત્યસાંઈ હોસ્પિટલ રોડ પર અંદાજે ૩.૫૫ લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ, કાલાવડ રોડ પર આંબેડકરનગરમાં અંદાજે ૪.૫૦ લાખના ખર્ચે આંતરીક રસ્તાઓ, શિવધામ સોસાયટીમાં અંદાજે ૧૧.૫૧ લાખના ખર્ચે પેવર રીકાર્પેરીટ, નવા વોર્ડ નં.૧૦ના વિસ્તારોમાં અંદાજે ૮.૫૦ ના ખર્ચે પેવર કામ, ગુ‚જીનગરમાં ૩.૧૦ લાખના ખર્ચે આર.સી.સી.બ્રીજ, વિમલનગરમાં અંદાજે ૧.૫૫ લાખના ખર્ચે વોટર પાઈપ લાઈન, કેવલમ્ રેસી.માં ૪.૨૨ લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ, જુદી જુદી જગ્યાએ કુલ ૧.૭૦ લાખના ખર્ચે પેવર બ્લોક, આંબેડકરનગરમાં અંદાજે ૧.૪૨ લાખના ખર્ચે આંગણવાડી, નાનમૌવા ગામ તળમાં ૧.૮૦ લાખના ખર્ચે પેવીંગ બ્લોક, ઝોનલ મશીનરી કામો અંદાજે ૯.૫૦ લાખ, ઝોનલ રસ્તાના કામો અંદાજે ૨.૫૦ લાખ, સદગુ‚નગરમાં ૫.૬૨ લાખના ખર્ચે આર.સી.સી. સ્લેબ ક્ધવર્ટ, પ્રેમ મંદિરથી આગળ તરફ ડ્રેનેજ પમ્પીંગ ૫.૬૨ લાખના ખર્ચે, અમૃતનગરમાં અંદાજે ૯.૪૫ લાખના ખર્ચે પેવીંગ બ્લોક, ગુ‚જીનગરમાં અંદાજે ૮.૫૦ લાખના ખર્ચે પેવીંગ બ્લોક, ગુ‚જી તથા વામ્બે આવાસમાં ૫ લાખના ખર્ચે ડામર રીકાર્પેટીંગ, વામ્બે આવાસમાં ૯.૭૦ લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ, વામ્બે આવાસમાં ૨.૩૩ લાખના ખર્ચે ખુલ્લી જગ્યામાં શેડ, તોરલ પાર્કમાં ૨.૩૯ લાખના ખર્ચે પાઈપ લાઈન નાખવાનું કામ, વોર્ડ નં.૧૦માં જગ્યાએ ફીડર પાઈપ લાઈન અંદાજે ૨ લાખ, આલાપ એવન્યુ પાસે અંદાજે ૪.૬૭ લાખના ખર્ચે ડ્રેનેજ પાઈપ લાઈન, શ્રીનાથજી સોસાયટીમાં અંદાજે ૧.૬૧ લાખના ખર્ચે ચેમ્બર બનાવવાનું કામ, વૃંદાવન સોસાયટીથી સાંઈબાબાપાર્ક સુધી વોટર વે અંદાજે ૮.૫૧ લાખ, ૧૫૦ રીંગ રોડ પર વોર્ડ ઓફિસ અંદાજે ૯.૪૬ લાખ, વોર્ડ નં.૧૦માં વાર્ષિક ડ્રનેજ ઝોનલ કામો અંદાજે ૬ લાખ મળી અંદાજે ૮ કરોડ ૩૧ લાખથી વધુના વિકાસ કામો કોર્પોરેશનના તંત્ર પાસે કરાવેલ છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં પાણી પ્રશ્ર્નો, ડ્રેનેજના પ્રશ્ર્નો તેમજ અનેકવિધ સમસ્યાઓના ઉકેલ લાવવામાં કોર્પોરેટરો સતત સક્રિય રહ્યા છે.