ભાજપ સરકારની અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની યોજનાનો વિરોધ કરનારા જયેશ પટેલ ભાજપમાં જોડાયા
કેન્દ્રની મોદી સરક્રે દેશનો સર્વાંગી વિકાસ થાય તે માટે વિકાસવાદ અપનાવીને અનેક બહુહેતુલક્ષી યોજનાઓ હાથ ધરી છે. આવી જ એક બહુહેતુલક્ષી યોજના અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેનની યોજના છે. બુલેટ ટ્રેન માટે પ્રસ્તાવિત રેલવેલાઈન નાખવા માટે રાજયનાં અમદાવાદથી દક્ષિણ ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં સરકાર મોટા પ્રમાણમાં જમીન અધિગ્રહણ કરે તેવી સંભાવનાથી અનેક ખેડુત સંસ્થાઓએ આ યોજનાનો વિરોધ કર્યો હતો. આથી એક સંસ્થા દક્ષિણ ગુજરાત ખેડુત સમાજે આ યોજના કાર્યરત થવાથી હજારો ખેડુતોની ખેતીની જમીન છીનવવાની બેરોજગાર થવાની આશંકા વ્યકત કરીને વિરોધ કર્યો હતો. પરંતુ આ યોજનાનો વિરોધ કરનારી સંસ્થાના પ્રમુખ જયેશ પટેલ હવે ભાજપનો વિકાસવાદ યોગ્ય લાગ્યો હોય તેમ ગઈકાલે ભાજપમાં જોડાયા હતા જેથી કહી શકાય કે વિકાસ હવે ડાહયો થઈ ગયો છે.
બુલેટ ટ્રેન પરિયોજના માટે દક્ષિણ ગુજરાતનાં સુરત, નવસારી, વલસાડ સહિતના રાજયોમાં ખેડુતોની જમીન અધિગ્રહણ કરવાનો પ્રારંભ કરતા જ દક્ષિણ ગુજરાત ખેડુત સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. અમુક ખેડુતોએ સરકારની આ યોજનાનો વિરોધ કરીને ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી આ ખેડુતોએ જમીન અધિગ્રહણ કરવા સામે વિરોધ વ્યકત કર્યો હતો. જોકે, હાઈકોર્ટે ગત વર્ષે આ અપીલ કાઢી નાખી હતી દક્ષિણ ગુજરાત ખેડુત સમાજના પ્રમુખ જયેશ પટેલ કે જેઓ સુરતના સહકારી ક્ષેત્રમાં કાર્યરત છે. તેમને ગઈકાલે ભાજપના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીના હસ્તે ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. આ સમયે વનમંત્રી વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા ભાજપમાં જોડાયાબાદ જયેશ પટેલે જણાવ્યું હતુ કે આ યોજનાથી અસરગ્રસ્ત થનારા ખેડુતો વિકાસનો વિરોધ નથી કરતા પરંતુ આ ખેડુતોની સમસ્યાને વાચા આપવા સરકાર સાથે મસલત કરવા તેઓ ભાજપમાં જોડાયા હતા.
પટેલે વધુમાં જણાવ્યું હતુ કે આ યોજનામાં જમીન ગુમાવનારા ખેડુતોની મુખ્ય માંગણી વધારે વળતરની હતી તેઓ આવિકાસવાદી યોજનાનો વિરોધ કરતા નથી સુરતના ઓલપાડ તાલુકાના અસરગ્રસ્ત ખેડુતોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મહેસુલ મંત્રી કૌશિક પટેલને મલીને રજૂઆત કરતા તેમને રૂ વળતર મળ્યું છે. હવે આજે નવસારી અને વલસાડના ખેડુતોને વધારે સારૂ વળતર મળે તે માટે પ્રયાસો કરીશુ ભાજપમાં જોડાયા બાદ હું આ ખેડુતોની સમસ્યાને સરકારમાં સારી રીતે રજૂઆત કરીને તેમને સારૂ વળતર મળ તે માટે પ્રયાસો કરતો રહીશ તેમ પટેલે અંતમાં ઉમેર્યું હતુ.