શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ ઝાખરીયાનો દાવા
હાલમાં સોશ્યલ મીડીયામાં ચર્ચાસ્પદ બનેલા ગાંડો વિકાસ મામલે દ્વારકા શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ ઝાખરીયાએ એક અલગ તર્ક રજુ કરતાં દ્વારકા યાત્રાધામમાં છેલ્લા દોઢ દાયકામાં થયેલા વિકાસને અકલ્પનીય ગણાવતાં દ્વારકાનો વિકાસ તો ગાંડો વિકાસ જ ગણાવ્યો હતો અને આવનાર સમયમાં પણ અહીં અલગ અલગ વિકાસના કામો ચાલી રહ્યા હોય ટૂંક સમયમાં જ રઘવાયો પણ થશે જ તેમ તેમણે ઉમેર્યુ હતું.
આ અંગે વધુ જણાવતા પરેશભાઇએ જણાવેલ કે દોઢ દાયકા પહેલા દ્વારકામાં યાત્રાળુઓની આખા વર્ષમાં માત્ર બે માસ જેટલી જ ભીડભાડ રહેતી જેને સીઝન કહેવામાં આવતી જયારે દોઢ દાયકા બાદ હવે સીઝન શબ્દ જાણે ભુલાયો હોય તેમ આખા વર્ષમાં છુટા છવાયા બે માસ કે તેથી પણ ઓછા સમય માટે જ ઓછા યાત્રાળુઓ જોવા મળતા હોય લગભગ બારેમાસ યાત્રાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળે છે અને ટુરીઝમ ક્ષેત્રના બેનમુન વિકાસને લીધે જ દેશભરમાં ટુરીસ્ટ માટે પ્રથમ હરોળની પસંદગી બનતા અવ્વલ નંબર સુધી પહોચ્યું હોય આવા વિકાસને તો ગાંડો જ ગણવો રહ્યો. આગામી સમયમાં પણ સરકારના યાત્રાધામ દ્વારકામાં વિકાસના વિવિધ કાર્યો થનાર હોય તેમજ દ્વારકા આસપાસના નાગેશ્ર્વર, ગોપી, બેટ દ્વારકા વિગેરે સ્થળોએ પણ હાલમાં આગામી સમયમાં વિકાસના કાર્યો કાર્યરત હોય દ્વારકાનો વિકાસ
ભૂતકાળની તમામ સરકારોએ ન ધાયો તેવો અકલ્પનીય હોય તેમની દ્રષ્ટિએ ગાંડો પરંતુ સમગ્ર પ્રજાજનો માટે આશીર્વાદરુપ અને સરકારની લાંબા ગાળાની યોજનાના ભાગ રુપે વિકાસનોધોધ અવિરતચાલુ જ રહેશે તેમ તેમણે ઉમેર્યુ હતું.