અબતક, નવી દિલ્હી
કેન્દ્ર સરકારે રજૂ કરેલા વિકાસલક્ષી બજેટને શેરબજારે આવકાર્યું છે. ગત 31 જાન્યુઆરીથી લગાતાર 2 ફેબ્રુઆરી સુધી શેરબજાર ગ્રીન ઝોનમાં રહ્યું છે. જો કે આજે માર્કેટ રેડ ઝોનમાં ખુલ્યું હોય માર્કેટ વોલેટાઇલ રહે તેવી સંભાવના છે. ત્રણ દિવસ માર્કેટ ગ્રીન ઝોનમાં રહેતા રોકાણકારોની સંપત્તિમાં 9 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.
સતત ત્રણ દિવસ માર્કેટ ગ્રીન ઝોનમાં રહેતા રોકાણકારો માલામાલ: માર્કેટ ચોથા દિવસે કરવટ લઈને વોલેટાઇલ બની
બજેટ બાદ શેરબજારમાં તેજી જારી રહી છે. છેલ્લા 3 સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 9 લાખ કરોડથી વધુનો વધારો થયો છે. બજેટ બજારને પ્રભાવિત કરવામાં સફળ થયું હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ રોકાણકારોમાં સેન્ટિમેન્ટ સુધર્યું છે અને ખરીદી જોવા મળી છે. રોકાણકારો માર્કેટમાં પૈસા કમાવવાની તક શોધી રહ્યા છે અને એવા સ્ટોક્સ શોધી રહ્યા છે. જ્યાં થોડીક હલચલ જોવા મળે.
શેરબજારમાં છેલ્લા 3 સત્રથી તેજી જોવા મળી રહી છે. સૌથી મહત્વપૂર્ણ બજેટ પરિબળ છે. બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 3 દિવસમાં રૂ 9.57 લાખ કરોડના વધારા સાથે રૂ 270.64 લાખ કરોડને પાર કરી ગયું છે.