રાજયના પોલીસ વડા આશિષ ભાટીયા આજે નિવૃત થયા
વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી ડીજીપી આશિષ ભાટીયાને બે વખત એકટેન્શન અપાયા બાદ તેઓ આજે નિવૃત થતા રાજયના નવા વચગાળાના ડીજીપી તરીકે વિકાસ સહાયની પસંદગી થઇ છે.. રાજયના નવા ડીજીપી તરીકે સરકાર દ્વારા છ સિનિયર આઇપીએસ અધિકારીના નામ કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવ્યા છે. જેમાં એનડીઆરએફમાં ડેપ્યુટેશન પર રહેલા સિનિયર આઇપીએસ અતુલ કરવલ અને ગુજરાત પોલીસ એકેડમીના વડા વિકાસ સહાયના નામ મોખરે હતા. જેમાં રક્ષા શક્તિ યુિનિર્વસિટીના વડા વિકાસ સહાયને રાજયના પોલીસ વડા તરીકે ચાર્જ સોપવામાં આવ્યો છે.યુપીએસસી બેઠક બાદ નવા ડીજીની નિમણુંક કરવામાં આવશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.
રાજયના પોલીસ વડા આશિષ ભાટીયા વય મર્યાદાના કારણે નિવૃત થતા રાજયના પોલીસ વડા તરીકે કોની નિમણુંક થશે તે અંગે ચર્ચા ચાલી રહી હતી અને રાજય સરકાર દ્વારા રાજયના છ સિનિયર આઇપીએસ અધિકારીઓ અતુલ કરવલ, વિકાસ સહાય, અનિલ પ્રથમ, અજય તોમર અને સમસેરસિંહના નામ કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં દિલ્હી ડેપ્યુટેશન પર રહેલા અતુલ કરલવ અને પોલીસ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય મોસ્ટ સિનિયર છે. હાલ યુપીએસસીની બેઠક સુધી સિનિયર આઇપીએસ વિકાસ સહાયને રાજયના પોલીસ વડાનો ચાર્જ સોપવામાં આવ્યો છે.