ભારતને આદર સન્માન સાથે જવાબદારી પણ મળી છે, અન્ય દેશોનો અવાજ બનવું એ ભારતની ફરજ

ભારત જેટગતિએ આગળ વધી રહ્યું છે. રશિયા અને યુક્રેન યુદ્ધમાં જ્યારે વિશ્વ સમાધાન માટે ભારતનો આગ્રહ રાખી રહ્યું હતું. ત્યારે જ જગજાહેર થઇ ગયું કે વિશ્વ આખાને જેમાં પણ ખાસ કરીને વિકાસશીલ દેશોને ભારત તરફથી ઘણી અપેક્ષાઓ છે.

.વિકાસશીલ દેશોનો અવાજ બનવું એ ભારતની ફરજ છે જેઓ આ સમયે ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે.  વિશ્વ ભારત તરફ મોટી અપેક્ષાઓ સાથે જોઈ રહ્યું છે. તેમ વિદેશ મંત્રી જયશંકરે કહ્યું છે.

જો કે, તેમના નિવેદન પહેલા, વિદેશ મંત્રાલયે જાહેરાત કરી હતી કે ભારત વૈશ્વિક દક્ષિણના દેશોને એકસાથે લાવવા અને વિવિધ વૈશ્વિક પડકારોથી સંબંધિત તેમની સામાન્ય ચિંતાઓ, રુચિઓ અને દ્રષ્ટિકોણને શેર કરવા માટે 12 અને 13 જાન્યુઆરીએ સમિટનું આયોજન કરશે.

અમદાવાદમા બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે આજે તેલ, ખાદ્યપદાર્થો અને ખાતરોની વધતી કિંમતોને કારણે વિકાસશીલ દેશો ચિંતિત છે.  વધતું દેવું અને બગડતી આર્થિક સ્થિતિ પણ ચિંતાનું કારણ છે.  તેમણે કહ્યું કે આવા દેશોનો અવાજ બનવું ભારતની ફરજ છે.  વિકાસશીલ દેશોને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા પાસેથી ઘણી આશાઓ છે. આગામી દિવસોમાં ભારત લગભગ 100 દેશો સાથે બેઠક કરશે.

વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે ભારત 12 અને 13 જાન્યુઆરીએ સમિટનું આયોજન કરશે.  આ સમિટને ’ધ વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ’ કહેવામાં આવશે, જેની થીમ ’એકતાનો અવાજ, એકતાનો હેતુ’ હશે.  પ્રેસને સંબોધતા, ક્વાત્રાએ કહ્યું, “ભારત દ્વારા આ વર્ષે શરૂ કરવામાં આવનાર નવી અને અનોખી પહેલની જાહેરાત કરતા ઘણો આનંદ થાય છે.  અમે 12મી અને 13મી જાન્યુઆરી 2023ના રોજ વિશેષ વર્ચ્યુઅલ સમિટ યોજીશું.

વિદેશ સચિવે કહ્યું કે, આ કોન્ફરન્સ ગ્લોબલ સાઉથના દેશોને એકસાથે લાવવા અને તેમના પરિપ્રેક્ષ્ય અને મુદ્દાઓને એક મંચ પર શેર કરવાની પરિકલ્પના કરે છે.  આ ’ધ વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ’ માટે 120 થી વધુ દેશોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.