યુનિવર્સિટીમાં સ્વચ્છતા પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ: કુલપતિ કુલ સચિવ સહિતનાઓ અભિયાનમાં જોડાયા
યુનિવસીટી ગ્રાન્ટસ કમિશન, ન્યુ દિલ્હીના ૫રિપત્ર અન્વયે સૌરાષ્ટ્ર યુનિવસીટી કેમ્પ ખાતે સ્વચ્છતા પખવાડીયા ની ઉજવણીના ભાગરુપે કેમ્પસ ખાતે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ હતો. આ કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ સ્થિત કેમ્પસ પ્લાઝા, મેઇન બીલ્ડીંગની આસપાસનો વિસ્તાર, સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેકસ તેમજ વિવિધ ભવનોમાં ભવનોના અઘ્યક્ષઓ પ્રાઘ્યાપકઓ તથા વિઘાર્થીઓ દ્વારા સ્વચ્છ તા પખવાડીયા અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવેલ હતો.
સૌરાષ્ટ્ર યુનિયસીવી કેમ્પને સ્વચ્છ અને પ્લાસ્ટીક મુકત બનાવવા માટે કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, કુલસચિવ ડો. ધીરેન પંડયા, વિવિધ ભવનોના અઘ્યક્ષઓ, પ્રાઘ્યાપકોઓ: અધિકારીઓ, ટીચીગ અને નોનટીચીંગ સ્ટાફ તથા વિઘાર્થીઓ દ્વારા યુનિવસીટી કેમ્પસ પર સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. તેમજ કેમ્પસને પ્લાસ્ટીક મુકત બનાવવા માટે પ્લાસ્ટીક ફ્રી કેમ્પની સંકલ્પના પાર પાડવામાં આવેલ હતી. તદઉપરાંત વરસાદના કારણે પણ અનેક સ્થળોએ નુકશાન થયેલ જોવા મળ્યું છે. જયારે યુનિવસીટીના અનેક ભવનોમાં પાણી પડતુ હોવાની પણ ફરીયાદો છે. ત્યારે સામુહિક સ્વચ્છતા અભિયાન હાથ ધરી યુનિ. કેમ્પસને પ્લાસ્ટીક મુકત બનાવવાનો પ્રયાસ હાથ ધરાયોછે.