સુદર્શન ક્રિયાનું જ્ઞાન મેળવી લોકોને માનસિક તણાવ દૂર કરી વર્તમાનમાં ખુશ રહેવાની પ્રક્રિયા
‘આર્ટ ઓફ લીવીંગ ’ ઇ.સ. ૧૯૮૬માં શ્રી શ્રી રવિશંકર મહરાજ દ્વારા હેપ્પીનેસ અને લોકોના વ્યકિતવ્ય વિકાસ માટે સંસ્થા કાર્યરત કરવામાં આવી હતી. જેમાં હાલ લાખો લોકો ‘આર્ટ ઓફ લીવીંગ’સાથે જોડાઇને સુદર્શન ક્રિયા દ્વારા માનસીક તણાવ, અન્ય લોકો સાથેના વ્યવહારમાં પણ સુમેળ ભર્યા થાય છે. આર્ટ ઓફ લીવીંગ એક હેપ્પીનેસ પ્રોગ્રામ છે જે લોકોને આરોગ્યથી મન, કામથી સંબંધ સુધીના ઘણા માર્ગો સુધી પહોચાડે છે. શહેરોમાં પણ આમ્રપાલી ફાટક પાસે વિવેકાનંદ હોલ ખાતે ટીચર આનંદકુમાર માલવીયા અને જાગૃતિબેન માલવીયા દ્વારા લોકોને આર્ટ ઓફ લીવીંગ અને સુદર્શન ક્રિયા વિશે જ્ઞાન આપવામાં આવે છે. જે પ્રક્રિયા દ્વારા લોકો તણાવમુકત જીવન સાથે વર્તમાન સમયમાં રહી શકિતમય અનુભુતિ કરે છે.
સુદર્શન ક્રિયાથી વ્યકિત વિકાસ થાય છે
અબતક સાથેની વાતચીતમાં આર્ટ ઓફ લીવીંગના ટીચર આનંદકુમાર માલવીયાએ જણાવ્યું હતું કે, આર્ટ ઓફ લીવીંગમાં છેલ્લા ૧૮ વષથીઅમે જોડાયેલા છીએ અને આર્ટ ઓફ લીવીંગ એટલે વ્યકિતત્વ વિકાસ કેન્દ્ર જેનું મુખ્ય મથક બેંગ્લોર આશ્રમમાં છે. જેના પ્રવકતા શ્રી શ્રી રવિશંકર મહારાજ જેમનો જન્મ ૧૩મીએ ૧૯૫૬ના રોજ દક્ષિણ ભારતમાં થયો છે. નાનાપણથી તેમને પૂજાનો બહુ શોખ હતો. અને તેમના પિતાના પણ એવા પ્રયાસો હતા કે સંસ્કૃત વિશે વધુ જ્ઞાન મળે જયારે વિઘાયકને બોલાવ્યા ત્યારે રવિશંકર મહારાજે પૂરી ભાગવત ગીતા ના તમામ શ્ર્લોક કંઠે કર્યા. ત્યારે તેમની ઉમર માત્ર ચા વર્ષની જ હતી. એ વિચારબાદ ગુરુજીએ ઇ.સ.૧૯૮૬ માં સૌ પ્રથમવાર આર્ટ ઓફ લીવીંગની સ્થાપના કરી ત્યારબાદ ગુરુજીએ ટીચરો સ્થાપ્યા જેના દ્વારા સુદર્શન ક્રિયાનો ફેલાવો લોકોમાં ખુબ વઘ્યો, વર્તમાન સમયમાં લાખો લોકો સુદર્શન ક્રિયા સાથે જોડાઇ વ્યકિતત્વ વિશેષ જ્ઞાન મેળવે છે. આર્ટ ઓફ લીવીંગમાં જોડાયા બાદ લોકો પોતાની જાત સાથે મળે છે. પરંતુ આર્ટ ઓફ લીવીંગ જોડાયા બાદ લોકોના વિચાર બદલાય છે અને તે શકારાત્મક તરફ વળે છે જે કામ આઠ-દસ કલાકનું કામ ચાર કલાકમાં કરી શકે છે. સુદર્શન ક્રિયા કર્યા બાદ લોકો તણાવમૂકત રહે છે.
તણાવ દુર કરે સુદર્શનક્રિયા
અબતક સાથેની વાતચીતમાં આર્ટ ઓફ લીવીંગમાં છેલ્લા સાત વર્ષથી જોડાયેલા અલ્કાબા જાડેજાએ જણાવ્યું હતું કે ઇ.સ. ૨૦૧૨ થી હું આર્ટ ઓફ લીવીંગમાં જોડાયેલી છું. આર્ટ ઓફ લીવીંગમાં જોડાયા બાદ મારા જીવનમાં ખુબ ફેરફાર આવ્યો. ભૂતકાળની ઘણી એવી બાબતોથી હું તણાવમાં હતી પરંતુ આર્ટ ઓફ લીવીંગમાં જોડાયા બાદ માનસીક તણાવ, અનય લોકો સાથેના વ્યવહારોમાં પણ ઘણા ફેરફાર આવ્યા છે. મારી આસપાસના લોકોને પણ મેં સુદર્શન ક્રિયા માટે પ્રેરિત કર્યા છે. સુદર્શન ક્રિયા યુવાનો માટે પણ ખુબ ફાયદાકારક છે. હાલની ઝડપી જીંદગીમાં સુદર્શન ક્રિયાની તમને માનસિક તણાવ દુર થાય છે.
આર્ટ ઓફ લીવીંગમાં જોડાઇ સુદર્શન ક્રિયા અને યોગાનો લાભ લેવાથી લોકોને ભવિષ્યમાં ખુબ જ ફાયદો થશે. સુદર્શન ક્રિયા શારીરિક અને માનસીક રીતે ખુબ જ લાભદાયી છે.
આર્ટ ઓફ લિવિંગ એટલે શારીરિક, માનસીક અને આઘ્યાત્યમીક રીતે વિકાસ
અબતક સાથેની વાતચીતમાં આર્ટ ઓફ લીવીંગ ટીચર જાગૃતિબેન માલવીયાએ જણાવ્યું હતું કે આર્ટ ઓફ લીવીંગ એટલે વ્યકિતત્વ વિકાસ કેન્દ્ર છે. જેમાં દરેક વ્યકિતનો સંપૂર્ણ વિકાસ થાય છે. શારીરિક, માનસીક અને આઘ્યાત્યમીક રીતે વિકાસ થાય છે.
સુદર્શનક્રિયા બહુ જ અદભુત છે જેમાં શ્ર્વાસની પ્રક્રિયાઓ શિખાડવામાં આવે છે આ પ્રક્રિયા કર્યા બાદ લોકો તુરંત વર્તમાન સમયમાં જીવે છે. જીનવમાં પડતી મુશ્કેલીઓ અથવા શરીરના કોઇ પણ ભાગમાં ખામી હોય છે. તે બધુ દુર કરી હળવાશ અનુભવે છે જેના દ્વારા શકિતનો પણ સંચાર થાય છે. આર્ટ ઓફ લીવીંગમાં જોડાયા બાદ લોકોનું જીવન પ્રેમમય બની જાય છે આપણી ભીતર રહેલા પ્રેમની આશા આપણે બીજા પાસે રાખીએ છીએ જેનાથી લોકો પ્રેમના પુતળા થવા લાગે છે પરંતુ આ પ્રક્રિયાની એટલી મજબુત અસર થાય છે કે અન્ય લોકો પણ આપણથી ખુશ નહિ શકે છે.
શરીરમા, ઉર્જાનો પ્રસાર થાય છે
ડો. રવિ કોઠારીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને આ આર્ટ ઓફ લીવીંગ વિશે તેમના પ્રોફેસર દ્વારા જાણવા મળ્યું તો તે છેલ્લા બે દિવસથી આ સુદર્શન ક્રીયા કરેછે. અને તેનાથી જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે. અને મનની શાંતિ રહે છે. ગુસ્સો પણ ઓછો આવે છે અને ઉંઘ પણ વ્યવસ્થિત આવી જાય છે. આર્ટ ઓફ લીવીંગ જોઇન્ટ કરીયા પછી શરીરમાં ઉર્જાનો પ્રસાર વધી ગયો હોય તેવું લાગે છે. અને દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરવામાં સરળતા રહે છે. અને કોઇપણ કાર્ય પ્રેમથી અને ખુશી સાથે કરતા થયા છે.
નિર્ણય શકિતમાં વધારો થાય છે
વૃંદાવન પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આર્ટ ઓફ લીવીંગ એ તેમની માતાએ કહ્યું હતું કે તેના દ્વારા તારું કોન્ફીડન્સ લેવલ પણ અપ જશે અને વધારે સ્ટેબલ માઇન્ડથી સ્ટડી કરી શકીશ અને તે બે દિવસથી આર્ટ ઓફ લીવીંગના કોર્સમાં આવે છે. અને મેડીટેશન અને પ્રાણાયમ શીખે છે તેનાથી પહેલા જે વિવરીંગ માઇન્ડ હતું તે કે જે તુરંત નિર્ણય ન હોતી લઇ શકતી તે નિર્ણય લઇ શકે છે.