દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયેલ વિવિધ પ્રજાલક્ષી કામગીરી અને સિધ્ધ કરેલ લક્ષ્યાંકો તેમજ વિશિષ્ટ કામગીરી બાબતની સમીક્ષા બેઠક પ્રભારી મંત્રી જવાહરભાઇ ચાવડાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વહીવટીતંત્રના બધાજ અધિકારીઓ સાથે કલેકટર કચેરી, સભાખંડ ખંભાળીયા ખાતે યોજાઇ હતી.

hon.min .javahar chavda mittings kham.dt 7

બેઠકની શરૂઆતમાં કલેકટર નરેન્દ્રકુમાર મીનાએ પ્રભારી મંત્રી જવાહરભાઇ ચાવડાનું પુષ્પગૃચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું. પ્રભારી મંત્રી જવાહરભાઇ ચાવડાએ જુદા-જુદા વિભાગ/કચેરીઓની જુદી જુદી યોજનાઓ વિશે લગત અધિકારીઓ સાથે ચર્ચા કરી, જેમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઇઓ હેઠળ થયેલ કામોમાં કેટલાં કામો પૂર્ણ થયેલ છે.? કેટલા કામો પ્રગતિ હેઠળ છે.? કેટલા કામો શરૂ થવાના બાકી છે આ માટે ગ્રાન્ટની કેટલી જોગવાઇઓ છે.? તે બાબતે ચર્ચા કરી હતી. ખનીજશાખા હસ્તકની, મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓ, જિલ્લા-પંચાયત કચેરીની જુદી જુદી શાખાઓની આંકડા શાખા, આરોગ્ય વિભાગ હસ્તકની જુદી જુદી યોજનાઓ જિલ્લા હેલ્થકેર સુવિધાઓ, કુપોષણ મુકત ગુજરાત, સંપૂર્ણ રસીકરણ, મેલેરીયા મુકત ગુજરાત અભિયાન-૨૦૨૨, ડેન્ગ્યુની પરિસ્થિતિ, રાષ્ટ્રીય ક્ષય નિરિક્ષણ કાર્યક્રમ અંતર્ગત નીક્ષય પોષણ યોજના, ખેતિવાડી શાખાની વિવિધ યોજનાઓ,પંચાયત સિંચાઇ વિભાગની કામગીરી, પંચાયત માર્ગ અને મકાન વિભાગની જુદી જુદી યોજનાઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વિવિધ યોજનાઓ, શિક્ષણ વિભાગની પ્રવૃતિઓ, પશુપાલન શાખાની યોજનાઓ, સમાજ કલ્યાણની વિવિધ યોજનાઓ, જિલ્લા ઉધોગ કેન્દ્ર હસ્તક ચાલતી સકરકાની વિવિધ યોજનાઓ પી.જી.વી.સી.એલ.ને લગતી કામગીરીઓ, મત્સ્યધોગની યોજનાઓ, સામાજિક વનીકરણ વિભાગ, જિલ્લા રોજગાર કચેરીની વિવિધ યોજનાઓ, તેમજ પાણી પુરવઠાની કામગીરીની તલસ્પર્શી વિગતો મેળવી જરૂરી સુચનો કર્યા હતા. કલેકટર ડો.નરેન્દ્વકુમાર મીનાએ પણ સરકારની જુદા જુદા વિભાગ હસ્તક રહેલ યોજનાઓ વિશે લગત અધિકારીઓ સાથે ચર્ચા કરી બાકી રહેલ લક્ષ્યાંકો પૂર્ણ કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં ગ્રામ ગૃહ નિમાર્ણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, ગ્રીમકો ચેરમેન મેધજીભાઇ કણઝારીયા, ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પી.એસ.જાડેજા, પોલીસ વડા રોહન આનંદ, જિલ્લા વિકાસ અધિકારી જાડેજા, નિવાસી અધિક કલેકટર એ.બી.પટેલ, પ્રાંત અધિકારીઓ, ચીફ ઓફિસરોઓ તથા જુદા જુદા વિભાગ/કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.