જિલ્લા પોલીસની વધુ એક સેવા
દવા, શાકભાજીથી માંડી તમામ વસ્તુ સેવાની માહીતી મળશે
નજીકની દુકાન, ખોલવા-બંધ થવાના સમય સહિતની માહિતી આંગળીના ટેરવે
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષક સંદીપ પટેલ ના માર્ગદર્શન મુજબ દેવભૂમિ દ્વારા જિલ્લાના પોલીસ અધિક્ષક રોહન આનંદ એલસીબી પી.આઇ. એમ.ડી. ચંદ્રવાડીયાએ તા. ૧૪ ના રોજ દેવભૂમિ દ્વારા જીલ્લામાં રહેતા લોકોની સેવાર્થે ‘સુલભ’એપ્લીકેશન લોંચ કરી છે.
કોરોના મહામારીમાં દરેક સરકારી તંત્ર લોકોની સેવા અને સુખાકારી માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે પોલીસ અધિક્ષક રોહન આનંદની સુચના અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા નીઅરલી ડીલ્સના ધવલભાઇ ચૌહાણના સહયોગથી સુલભ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે.
આ એપ્લીકેશન તમામ પ્રકારના એન્ડ્રોઇડ ફોન પર કામ કરશે. આ એપ્લીકેશનનો ઉપયોગ એ છે કે બતાવેલી રીતથી એપ્લીકેશન ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાથી આ એપ્લીકેશન આપતે આપની આજુબાજુમાં રહેલ દવા, શાકભાજી, કરીયાણાથી લઇને એગ્રો પ્રો. ની તમામ દુકાનો, દુકાનદારોના કોન્ટેકટ નંબર તથા દુકાન ખુલવા બંધ થવાના સમય અને ઉપલબ્ધ વસ્તુઓનું લીસ્ટ પુરુ પાડશે.
આ એપ્લીકેશનમાં દુકાનદાર સાથે વાત કરવા માટે મોબાઇલ કોલ કે વોટસઅપ- ટેકસ મેસેજનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. જેથી ઘર બહાર નીકળ્યા વગર જ લોકોને જોઇતી વસ્તુ માટે પુછપરછ કરવાની સુવિધા મળી રહેશે.
હાલમાં ખંભાળીયા અને દ્વારકા ટાઉનની માહીતી આ એપ્લીકેશન પર અપલોડ કરવામાં આવી છે. આગામી દિવસોમાં દરેક નાના મોટા શહેરનો ડેટા તૈયાર થતાં એપ્લીકેશનમાં ઉપલબ્ધ થઇ જશે. જયારે જયારે કોઇ વિસ્તાર ક્ધટેઇનમેન્ટ ઝોન જાહેર થશે ત્યાં તમામ પ્રકારની સુવિધા ઘર બેઠા મળી રહે તે માટેની માહીતી પણ અપલોડ કરવામાં આવશે.
વધુમાં વધુ સુધી આ એપ્લીકેશન પહોંચી શકે અને વધુમાં વધુ લોકો એનો લાભ લે તેવા શુભાશયથી આ એપ્લીકેશન લોચ કરવામાં આવી છે તેમ દેવભૂમિ દ્વારકા એલસીબીએ જણાવ્યું હતું.