- ઓખામાં ગુજરાત ATSનું સફળ ઓપરેશન
- પાકિસ્તાન માટે જાસુસી કરતો ભારતીય ઝડપાયો
- કંપનીમાં નોકરીની આડમાં સંવેદનશીલ માહિતીના ફોટા પાકિસ્તાન મોક્લાયાનો ખુલાસો
પાકિસ્તાન માટે જાસૂસી કરતો ભારતીય ઝડપાયો હતો. આ દરમિયાન દેવભૂમિ દ્વારકાના ઓખામાં ગુજરાત ATSનું ઓપરેશન, ખાનગી કંપનીમાં નોકરીની આડમાં સંવેદનશીલ ફોટો પાડી પાકિસ્તાન મોકલ્યાનો ખુલાસો સામે આવ્યો છે.
ગુજરાત ATSએ ફરી એક વખત ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. આ દરમિયાન પાકિસ્તાન માટે જાસૂસી કરતો ભારતીય દેવભૂમિ દ્વારકાના ઓખામાંથી ઝડપાયો હતો. જે ખાનગી નોકરીના આડમાં સંવેદનશીલ માહિતી અને ફોટો પાડીને સરહદ પાર મોકલતો હતો. તેમજ દેવભૂમિ દ્વારકાના ઓખામાં ગુજરાત ATSનું સફળ ઓપરેશન પાડ્યું છે.
પાકિસ્તાન માટે જાસૂસી કરતા એક ભારતીયને શખ્સને ગુજરાત આતંકવાદ વિરોધી દળે ઝડપી પાડ્યો છે. તેમજ દેવભૂમિ દ્વારકાના ઓખામાં કોસ્ટગાર્ડની અતિ સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને મોકલવાનો આરોપ છે. આ ઉપરાંત ખાનગી કંપનીમાં કામ કરતો યુવક કોસ્ટગાર્ડના શિપની મુવમેન્ટની માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતો. આ દરમિયાન દિનેશ ગોહિલ નામનો દેશનો દુશ્મન જાસૂસ પકડાયો છે. તેમજ આ યુવકે ખાનગી કંપનીમાં નોકરીની આડમાં સંવેદનશીલ ફોટો પાડી પાકિસ્તાન મોકલ્યાનો ખુલાસો થયો છે. તેમજ દિનેશ ગોહિલ સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો.
વધુ તપાસમાં સામે આવ્યું કે, સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી ભારતીય સુરક્ષાને હાની પહોંચાડે તેવા ફોટોગ્રાફ્સ પાકિસ્તાન મોકલ્યા હતા. આ અંગે પૂછપરછ દરમિયાન કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સીમાના ફોટોગ્રાફ્સ પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિને મોકલ્યા હોવાનું સામે ખૂલ્યું છે. તેમજ આ સમગ્ર મામલે ગુજરાત ATSએ દિનેશ જ્યાં નોકરી કરતો હતો, તે કંપનીના કેટલાક લોકોની પૂછપરછ કરી છે અને તેની સાથે સંપર્કમાં હોય તેની પણ તપાસ શરૂ કરી છે.