દ્વારકા ન્યૂઝ : હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટ જેવી પરિસ્થિતિની સંભાવના જોતાં ઓખામંડળમાં આવેલ પ્રમુખ બંદરો પર રહેલી માચ્છીમારી બોટોને સલામત સ્થળે ખસેડવા તંત્રની સૂચના બાદ ઓખાના ડાલડા બંદર તેમજ દ્વારકાના રૂપેણ બંદર સહિતના માચ્છીમારી વિસ્તારોમાં ફીશરમેનોએ તેમની ફીશીંગ બોટને કિનારે સલામત સ્થળે ખસેડી લીધી છે.
હાલમાં જૂન-જુલાઈ માસ દરમ્યાન બે મહિના માટે કોઈપણ પ્રકારનું દરીયાઈ ફીશીંગ પ્રવૃત્તિઓ બંધ છે ત્યારે તમામ બોટો કિનારે લાંગરેલી સ્થિતિમાં છે ત્યારે ભારે વરસાદ અને વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિ જોતાં ઓખામંડળના માચ્છીમારોને કિનારે આવેલ તેમની ફીશીંગ બોટોને પણ સલામત સ્થળે ખસેડવા તંત્રના સૂચન બાદ તમામ માચ્છીમારી બોટોને સલામત સ્થળે ખસેડવામાં આવી છે. આ સાથે દ્વારકામાં કાંઠાળા વિસ્તારમાં સલામતી હેતુ એન.ડી.આર.એફ.ની ટીમનું પણ આગમન થઈ ગયુ છે જે આગામી સંભવિત પરિસ્થિતિઓમાં રાઉન્ડ ધ કલોક ચુસ્તતાપૂર્વક ફરજ નિભાવશે.
અરબી સમુદ્રમાં કરન્ટને લીધે પાણીનું સ્તર વધતાં દ્વારકાના રૂપેણ બંદરે બિરાજમાન એકાદશ મહારૂદ્ર મંદિરે એકાદશ શિવલિંગનો કુદરતી સમુદ્રજલાભિષેક
હાલમાં ચોમાસામા આખરની પરિસ્થિતિમાં અરબી સમુદ્રના પાણીમાં જબરદસ્ત કરન્ટ જોવા મળી રહયો છે અને દરિયાકિનારે મહાકાય મોજાઓ સાથે પાણીનું સ્તર વધતાં દ્વારકાના રૂપેણ બંદરે બિરાજમાન એકાદશ મહારૂદ્ર મંદિરમાં આવેલ એકાદશ શિવલિંગો પર સમુદ્રદેવ દ્વારા કુદરતી રીતે જ જલાભિષેક કરવામાં આવી રહયો છે. દ્વારકાના પ્રાચીન ભાગીરથી ગંગા મંદિર સમિપ આવેલ એકાદશ મહારૂદ્ર મહાદેવના મંદિરે જવલે જ જોવા મળતી આવી ઘટનાને પ્રત્યક્ષ નિહાળવા ભાવિકો મુલાકાત લઈ રહ્યા છે. દ્વારકાના રૂપેણ બંદરની ખાડીની સામેની તરફ પૌરાણિક ભાગીરથી ગંગા મંદિર સમીપે એકાદશ મહારૂદ્ર શિવાલય આવેલું છે. પ્રાચીન સમયમાં મંદિરની પાસેથી જ ભાગીરથી ગંગાનો પ્રવાહ વહેતો હતો પરન્તુ સમય જતાં સમુદ્રનું પાણી આ મંદિર આસપાસ છવાઈ ગયેલ. ઇતિહાસ અને પુરાણોના આધાર પરથી આ મંદિર મહાભારત પહેલાના સમયથી હોય તેવું માલુમ પડે છે. આની વિશેષ પ્રતિતિ આજે પણ આ મંદિર એટલે કે એકાદશ લિંગ સન્મુખ જોઈ પૂર્વાભિમુખ દ્રષ્ટિ કરતા મહાશકિત શ્રી જગદંબા રૂક્ષ્મણીજીના દર્શન થઈ શકે છે. આ શિવ અને શકિતનો સમન્વય છે. વૈજ્ઞાનિક અને બૌધ્ધિક દ્રષ્ટિએ આ મંદિર આજકાલનું નહીં પણ વેદ અને પૌરાણિક કાળનું હોય તેવું માનવું ઘટે છે.
એક જ પથ્થરમાંથી કુદરતી રીતે એકાદશ લિંગનું નિર્માણ
આ એકાદશ મહારૂદ્ર મહાદેવ કુદરતી રીતે એક જ પ્રથ્થરમાંથી એકાદશ લિંગ થયેલ છે. મંદિરના -ગર્ભગૃહમાં મુખ્ય લિંગની આસપાસ દસ નાના-નાના શિવલિંગો છવાયેલા છે. એકાદશ લિંગના કારણે દ્વારકા પંથકના અન્ય શિવ મંદિરો કરતા આ મંદિર જુદુ તરી આવે છે. આજે પણ દર અમાસ અને પૂર્ણિમાએ સમુદ્રની અવિરત ધારા અવિરતપણે અભિષેક કરી રહી છે. જે આજે પણ આપણને સન્મુખ જોતા પ્રતિતિ થાય છે.
આ ભગવાનનું મંદિર ભેખડ જેવા પથ્થરમાંથી થયેલ છે અને તેને કોઈપણ જાતનો આધાર નથી. જેની ઉપરથી અનેક વા-વંટોળ અને તોફાનો વહી ગયા છે છતાં આજે પણ આ પૌરાણિક મંદિરના દર્શન થતા રહે છે. શાસ્ત્રીક આધાર મુજબ પાંડવો કુરૂક્ષેત્રની લડાઈ બાદ આ પવિત્ર મંદિરના દર્શન કરવા આવેલા તેનો ઉલ્લેખ મહાભારતમાં છે. દર શ્રાવણ વદ અમાસના દિવસે અહિંયા સ્વયંભૂ લોકમેળો થાય છે અને અબાલ-વૃધ્ધો આ મંદિરમાં શ્રી શંકર ભગવાનના દર્શન કરી સર્વે તાપ-પરિતાપ અને પાપને નાશ કરી આનંદિત બન્યાનો અનુભવ કરે છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મતદાર યાદી સુધારણા અંગે બેઠક યોજાઈ
દેવભૂમિ 1251 જિલ્લામાં ધોરણ-૧૨, કોલેજ तथा આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતાં અને ૧લી ઓકટોબર ૨૦૨૪ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા વિદ્યાર્થીઓના નામ મતદાર યાદીમાં નોંધાય તે માટે જીલ્લા કલેકટર જી.ટી.પંડયાના અધ્યક્ષસ્થાને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખંભાળીયા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં અગાઉની મતદારયાદીના સુધારાણ કાર્યક્રમ મુજબ પ્રત્યેક વર્ષની પહેલી જાન્યુઆરીની લાયકાતની તારીખે ૧૮ વર્ષ પૂર્ણ કરનાર નાગરિકોના નામ મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવતા હતા. જયારે હવે ચૂંટણી પંચ દ્વારા કુલ ચાર લાયકાતની તારીખો (૧લી જાન્યુઆરી, ૧લી એપ્રિલ, ૧લી જુલાઈ અને ૧લી ઓકટોબર) નકકી કરવામાં આવેલ છે તેમજ ચારેય લાયકાતની તારીખે લાયક થતા નાગરિકોની નોંધણી માટે અગાઉથી ફોર્મ-૬ માં નોંધણી કરી શકાય છે.
જાન્યુઆરીની લાયકાતની તારીખે ૧૮ વર્ષ પૂર્ણ કરનાર નાગરિકોના નામ મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવતા હતા. જ્યારે હવે ચૂંટણી પંચ દ્વારા કુલ ચાર લાયકાતની તારીખો (૧લી જાન્યુઆરી, ૧લી એપ્રિલ, ૧લી જુલાઈ અને ૧લી ઓકટોબર) નકકી કરવામાં આવેલ છે તેમજ ચારેય લાયકાતની તારીખે લાયક થતા નાગરિકોની નોંધણી માટે અગાઉથી ફોર્મ-૬ મેળવની નોંધણી કરી શકાય છે. આ માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓઓ કે જે ૧લી ઓકટોબરના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરતા હોય તેમના પાસેથી ફોર્મ-૬ માં એડવાન્સ એપ્લીકેશન મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જેથી આગામી લાયકાતની તારીખે તેઓના નામની નોંધણી થઈ શકે. જેથી ૧લી ઓકટોબરના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા વિદ્યાર્થીઓએ જરૂરી પુરાવાઓ સાથે ફોર્મ-૬ ભરવા જીલ્લા કલેકટર જી.ટી.પંડયા દ્વારા અનુરોધ કરાયો છે.
મહેન્દ્ર કક્કડ