રોમાનિયા પહોંચવા લગેજ સાથે માઈનસ પાંચ ડીગ્રી ઠંડીમાં કલાકો સુધી પગપાળા ચાલ્યા: ઈન્ડિયન એમ્બેસીએ બધી વ્યવસ્થા કરી

ત્યાંનો નાનોબાળક પણ દેશ દાઝ ધરાવે છે: દેવાંશી

અબતક, જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ

રશિયા અને યુક્રેન ના ભિષણ યુદ્ધ વચ્ચે યુક્રેન ના ચર્નીવસ્તી મા એમબીબીએસ નો અભ્યાસ કરતી ગોંડલ ની દેવાંશી દાફડા અને બંસી રામાણી રોમાનિયા થી દિલ્હી અને દિલ્હી થી વતન ગોંડલ આવી પંહોચી હતી.

દેવાંશી દાફડા ના ચહેરા પર હજુ ગભરાટ નજરે પડે છે.જો ઇન્ડીયા પરત ફરવા ની કોઈ વ્યવસ્થા ના થઈ હોત તો..?આ કલ્પના હજુ થથરાવી મુકે છે.

દેવાશી કહેછે” યુક્રેન ના પાટનગર કીવ થી 500 કીમી.દુર ચર્નિવસ્તી આવ્યુ છે જે યુક્રેન ના વેસ્ટર્ન પાટઁ મા છે અહી પાંચ માળ ની ગર્લ્સ હોસ્ટેલ મા મુખ્યત્વે ભારતીય વિદ્યાર્થીનીઓ રહે છે.યુદ્ધ શરુ થયુ તેની ખબર પપ્પા એ મોબાઇલ ફોન થી આપી  હોસ્ટેલ મા ટીવી નથી એટલે અમે બેખબર હતા.

યુદ્ધ શરુ થયુ એટલે પહેલા બધા એટીએમ બંધ થઈ ગયા.મોલ માર્કેટ બંધ થવા લાગ્યા,રેસ્ટોરન્ટ પણ બંધ થઈ ગયા.અમે રુમ મા રાશન નો સ્ટોક રાખેલો એટલે ત્રણ દિવસ રુમ મા જ હાથે રસોઈ બનાવી.

યુદ્ધ થતા જ ઇન્ડીયન એમ્બેસી સક્રીય બની હોય હોસ્ટેલ માથી અમને ખસેડી ભારત પંહોચાડવા પ્રયત્ન શરુ થયા.પ્રથમ બેચ રવાના થયા બાદ હુ, બંસી સહીત સૌરાષ્ટ્ર ગુજરાત ની વિદ્યાર્થીનીઓ ની બીજી બેચ ને બસ મા બેસાડી રોમાનિયા ની સરહદે પંહોચતા કર્યા.ત્યાથી અમને પગપાળા ચાલવાનુ કહેવાયુ.અમે અમારા લગેજ સાથે સતત પાંચ કલાક ચાલ્યા.આગળ ટ્રાફિક જામ હતો માઇનસ પાંચ ડિગ્રી મા ચાલવુ કઠીન હતુ.પણ કોઈ હિસાબે અમારે ઇન્ડીયા પંહોચવુ હતુ.અમે એક પેટ્રોલ પંપ પહોચ્યા.ત્યા અમને ત્રણ કલાક બેસાડી રખાયા.બાદ મા બસ દ્વારા રોમાનિયા ની રાજધાની બુખારેસ્ટ ના એરપોર્ટ પર લઈ જવાયા અને ત્યાથી ફ્લાઇટ દ્વારા દિલ્હી પંસોચતા કરાયા,આ બધી વ્યવસ્થા ઇન્ડીયન એમ્બેસી દ્વારા કરાઇ હતી.અલબત રસ્તા મા ભોજન, પાણી ની કોઈ વ્યવસ્થા ન’હોતી,અમે પેટ્રોલ પંપ પર માત્ર એક વાર નાસ્તો કર્યો હતો.રોમાનિયા બોડઁર પર અઢી થી ત્રણ કલાક ચેકીંગ કરાયુ હતુ.

ચર્નિવસ્તિ યુક્રેન ના વેસ્ટર્ન પાટઁ મા હોઇ ત્યા સુધી રશિયન લશ્કર પહોચ્યુ ન હતુ.

દેવાંશી સહીત વિદ્યાર્થીનીઓ ને હાલ વેકેશન આપી દેવાયુ છે.બાદ મા પરિસ્થિતિ થાળે પડ્યે ઓનલાઇન અભ્યાસ નુ કહેવાયુ છે.

અહી મહત્વ ની વાત એ છે કે ભારતે યુદ્ધ મા યુક્રેન ને કોઈ મદદ ના કરી એટલે યુક્રેનવાસીઓ ઇન્ડીયન થી ખફા બન્યા છે.હોસ્ટેલ ની પાછળ આવેલી એક ઇન્ડીયન રેસ્ટોરન્ટ ને પણ યુક્રેન વાસીઓ એ રોષે ભરાઇ ને બંધ કરાવી દિધી છે  દેવાશી કહેછે કે ત્યાનો નાનો બાળક પણ દેશદાઝ ધરાવે છે.યુદ્ધ પછી ભારતીયો પ્રત્યે તેમનો વ્યવહાર કેવો રહેશે તે એક સવાલ છે?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.