રોટરી કલબ રાજકોટ મીડટાઉનના સહયોગથી હીયરીંગ એઇડ મશીન વિનામૂલ્યે અપાશે
સૌરાષ્ટ્ર મેડીકલ ચેરી. ટ્રસ્ટ સંચાલીત શિવાનંદ હોસ્પિટલ તથા દેવદયા ચેરી. ટ્રસ્ટ લંડનના ઉપક્રમે તા. ૧૦-૧૦ ને બુધવાર ના રોજ બહેરાજ નિવારણ માટેના ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લંડન ના ૮ નિષ્ણાંત તબીબો દર્દીને તપાસી જરુરીયાતવાળા દર્દીને દેવદવા ચેરીટેબલ ટ્રસ્ટ લંડનના સહયોગથી વિનામૂલ્યે હીયરીંગ એઇડ મશીન અર્પણ કરવામાં આવશે.
તેમ ટ્રસ્ટના ચેરમેન અને જાણીતા ન્યુરોસર્જન ડો. રાજેન્દ્ર ત્રિવેદી અને પ્રોજેકટ ચેરમેન જાણીતા ન્યુરોસર્જન ડો. સુશીલ કારીઆની સંયુકત યાદીમાં જણાવાયું મુખ્ય કેમ્પ પહેલા દર્દીઓના સ્કીનીંગ માટે તા.૭-૧૦ ને શુક્રવારે વિનામૂલ્યે નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે.
દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ લંડન ના ડો. રમણીકભાઇ મહેતાએ જજ્ઞાવ્યું હતું કે શિવાનંદ જનરલ એન્ડ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્ટિપલ ખાતે તા. ૧૦-૧૦ ને બુધવારે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ લંડન અને રોટલ કલબ રાજકોટ મીડટાઉનના સહયોગથી વિનામૂલ્યે બહેરાશ નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડી.એમ. યુનિ. લંડન ૮ નિષ્ણાત તબીબો ખાસ સેવા આપશે. અને જરુરીયાતવાળા ૪૦ જેટલા દર્દીને ઉચ્ચ કવોલીટીના સાંભળવાના મશીન વિનામૂલ્યે આપવામાં આવશે.
ડો. રાજેન્દ્ર ત્રિવેદી તથા ડો. સુશીલ કારીઆના જણાવ્યા અનુસાર મુખ્ય કેમ્પ પહેલા તા. ૭-૧૦ ને શુક્રવારે દર્દીઓ માટે સ્કિનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ખેરા બોડીંગ, ભીલવાસ પાસે, જનસતા પ્રેસ ચોક, રાજકોટ ખાતે તા.૭મીએ સવારે ૮ થી ૧૦ આ સ્કિનીંગ કેમ્પ યોજાશે. જેમાં ઇ.એન.ટી. સર્જન ડો. જતીન મોદી, ડો. નિરવ મોદી, તથા ડો. ઉમંગ શુકલ દર્દીઓને વિનામૂલ્યે તપાસી મુખ્ય માટેના દદીર્છઓને પસંદગી કરશે. મુખ્ય કેમ્પમાં લીમીટેડ સંંખ્યામાં દર્દી પસંદ કરવાના છેે.
ઉપરોકત બન્ને કેમ્પના આયોજન માટે ટ્રસ્ટના પ્રમુખ ડો. રાજેન્દ્ર ત્રિવેદી પ્રોજેકટના અઘ્યક્ષ ડો. સુશીલ કારીઆ, ડો. સુખવાલ, ડો. ભૌમિક ભાયાણી, ભરતભાઇ ગંગદેવ, પ્રતાપરાય ભટ્ટ, દેવદયા ચેબીટેબલ ટ્રસ્ટના ડો. રમણીકભાઇ મહેતા, રોટરી કલબ રાજકોટ મીડટાઉન પ્રમુખ અશોકભાઇ ભટ્ટ, કરણભાઇ શાહ સહીતની ટીમ કાર્યરત છે.