દેશ અને ગુજરાત આજે ડીઝીટલ અને કેશલેશની વાતો કરતી સરકારની વિકાસની કામગીરીનો ઓર એક કરૂણ તસ્વીર સામે આવી છે.દેવભૂમી દ્વારકા ઓખા, સુરજકરાડી, બેટની પોષ્ટ ઓફીસની હાલતો ખંડેર બની છે. અહીની બિલ્ડીંગો પૂરાની હવેલી બની છે. અહીની કામગીરી પણ આ બિલ્ડીંગ સમાન ડચકે ચાલે છે.
કયારેક નેટ સરવર ડાઉન્ડ, કયારેક કોમ્પ્યુટર ખરાબ તો કયારેક સ્ટાફ રજા પર જતો રહે છે. આજે ધણા વર્ષોથી અહી પાંચના સ્ટાફની જગ્યાએ ત્રણ નો સ્ટાફ રહે છે. અને તે પણ ઘરે હાજર રહે છે. આજે છેલ્લા ત્રણ દિવસથી ઓખા પોષ્ટ ઓફીસનું કેસ કાઉન્ટર બંધ થઈ જતા ગ્રાહકો અને એજન્ટો રોજ સવાર બપોર સાંજ ધકકા ખાવા પડે છે. અહી તપાસ કરતા માલુમ પડયું કે છેલ્લા ત્રણ દિવસથી સ્ટાફ રજા પર છે. ચારમાંથી એક જકાઉન્ટર ચાલુ છે અને તે પણ પત્ર વ્યાવહારનું !! અને હજુ આઠ દિવસ સુધી સ્ટાફ રજા પર રહેશે. તેવું જાણવા મળેલ છે. આ અંગે તુરત ઘટતુર કરવા ઓખા મહિલા ઉદ્યોગ મંડળના ડો. પુષ્પાબેને આ અંગે ઘટતુ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. અહીના ૩૦ દિવસમાં આ પોષ્ટ ઓફીસનું કામ ૧૫ દિવસ પણ ચાલુ રહેતુ નથી.