એક જૂના ઈન્ટરવ્યુમાં દેવ આનંદે બંગલા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો
દિવંગત બોલિવૂડ એક્ટર દેવ આનંદનો જુહુ સ્થિત 73 વર્ષ જૂનો બંગલો વેચાઈ ગયો છે. આ બંગલાની જગ્યાએ 22 માળનો ઉંચો ટાવર બનાવવામાં આવશે. દેવ આનંદ તેમની પત્ની કલ્પના કાર્તિક અને તેમના બાળકો સુનીલ આનંદ અને દેવીના આનંદ સાથે ઘણા વર્ષોથી તેમના બંગલામાં રહેતા હતા.
મળતી માહિતી મુજબ જુહુમાં આવેલ દેવ આનંદનો બંગલો એક રિયલ એસ્ટેટ કંપનીએ ખરીદ્યો છે. આ બંગલાના દસ્તાવેજો પૂર્ણ થઈ ગયા છે. કહેવાય છે કે આ બંગલો લગભગ 400 કરોડ રૂપિયામાં વેચાયો છે. આ બંગલાની જગ્યાએ 22 માળની ઊંચી ઇમારત બનાવવામાં આવશે.
દેવ આનંદનું ઘર સારી જગ્યાએ હતું. તેમના ઘરની નજીક ઘણા મોટા લોકોના ઘર છે. માધુરી દીક્ષિત નેને અને ડિમ્પલ કાપડિયા જેવા સ્ટાર્સ પણ તેમના બંગલાની બાજુમાં રહે છે. તો હવે દેવ આનંદનો બંગલો પણ એક રિયલ એસ્ટેટ કંપનીને વેચી દેવામાં આવ્યો છે.
દેવ આનંદે આ બંગલો 1950માં ખરીદ્યો હતો. એક જૂના ઈન્ટરવ્યુમાં તેણે બંગલા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. ત્યારે તેણે કહ્યું કે, આ ઘર 1950માં બનાવવામાં આવ્યું હતું. તે સમયે જુહુ એક નાનું ગામ હતું અને ત્યાં સંપૂર્ણ જંગલ હતું. મેં ઘર બનાવ્યું કારણ કે મને અહીંનું જંગલ ગમ્યું. મને તે ગમ્યું કારણ કે હું એકલો હતો.