ધોરાજીના પીઆઈ ઝાલાની સુચનાથી પીએસઆઈ વાઢીયા તથા ટ્રાફિક બ્રાંચ દ્વારા ધોરાજીના જુદા જુદા વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરતા ગેરકાયદેસર વાહન ચાલકોને સ્થળ પર મેમો આપીને કાયદાનું ભાન કરાવેલ હતું. જેમાં ૨૨ વાહનોને કલમ ૨૦૭ મુજબ ડીટેઈન કરેલ હતા અને કલમ ૨૮૩ મુજબ ૧ ગાડી તેમજ સ્થળ પર રૂ.૪૩૦૦/- રોકડ દંડ ફટકારેલ હતો. ધોરાજી શહેરમાં વાહન ચાલકોમાં ફફળાટ વ્યાપી ગયેલ હતો. આ કામગીરીને લોકોએ બિરદાવી હતી. આ કામગીરીમાંથી પીએસઆઈ વાઢીયા તથા પીએસઆઈ વસાવા તથા સુરેશભાઈ પટેલ તથા યુવરાજસિંહ ચુડાસમા, પી.પી.પરમાર તથા ટ્રાફિક બિગ્રેડના જવાનો સહિતના જોડાયેલા હતા.