નવ વર્ષની કામગીરીનો રિપોર્ટ આપવા વડાપ્રધાને કેન્દ્રીય મંત્રી, રાજ્ય સરકારના મંત્રી,સાંસદ, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારોને પ્રજા વચ્ચે મોકલ્યા છે:સી.આર.પાટીલ
દેશમાં ભાજપ એકમાત્ર એવી રાજકીય પાર્ટી છે જે કહે છે તે કરીને બતાવે છે: વિજયભાઈ રૂપાણી
લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો પાંચ લાખની લીડથી જીતવાનો સંકલ્પ કરીએ અને ફરી એક વાર મોદી સરકાર બનાવીએ તેવી હાંકલ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 9 વર્ષના સુશાન અંતર્ગત જંગી જાહેરસભા સંભોધતા કરી હતી વડાપ્રધાન તેમના કાર્યોનો હિસાબ જનતા સુધી આપવા ધારાસભ્યો, સાંસદો, સંગઠનના આગેવાનોને મોકલ્યા છે પરંતુ કોઇ કોંગ્રેસી નેતાએ તેમના વડાપ્રધાનના કામનો હિસાબ આપ્યો નથી.ગુજરાત લોકસભાની તમામ બેઠકો પાંચ લાખની લીડથી જીતવાનો સંકલ્પ કરવા કાર્યકરોને જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબની કેન્દ્ર સરકારને સફળતાના 9 વર્ષ પુરા થયા અને તે દરમિયાન કરાયેલા વિવિધ યોજના અને કામોની માહીતી આપવા જંગી જાહેરસભા પેજ સમિતિના પ્રણેતા અને મજબૂત સંગઠન શક્તિ ઘરાવતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપરાંત પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કર્ણાટકના પુર્વ રાજયપાલ વજુભાઇ વાળાની ઉપસ્થિત રહયા હતા.
આ કાર્યક્રમમાં સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સંગઠનનું કામ કરી પહેલી ચૂંટણી રાજકોટથી લડયા અને રાજકોટે તેમને વડાપ્રધાન સુઘી પહોંચાડયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમના કાર્યોનો હિસાબ જનતા સુધી આપવા ધારાસભ્યો,સાંસદો,સંગઠનના આગેવાનોને મોકલ્યા છે પરંતુ કોઇ કોંગ્રેસી નેતાએ તેમના વડાપ્રધાનના કામનો હિસાબ આપ્યો નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને વિકાસપુરુષનુ બિરુદ મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જનતાને આપેલા તમામ વચનો સમયસર પુર્ણ કર્યા છે.
દેશને સુરક્ષા આપી અને આત્મનિર્ભર ભારતની દિશા આપી આજે રસી,ટેન્ક,સેનાના હથિયારો,પ્લેન સહિતની વસ્તુઓ આજે ભારતમાં બને છે. દેશમાં વિકાસના કામ સાથે દેશની શાન વિશ્વના દેશો સામે વધારી છે. આજે વિશ્વના મોટા દેશો પણ ભારતને માનથી જોવે છે. દેશની જનતાએ સંપુર્ણ બહુમતી આપી દેશને મજબૂત સરકાર આપી તેના કારણે દેશમાં વિકાસના કામો થઇ રહ્યા છે. આ વખતે ગુજરાત લોકસભાની તમામ બેઠકો પાંચ લાખની લીડથી જીતવાનો સંકલ્પ કરીએ અને ફરી એક વાર મોદી સરકાર બનાવીએ.
જંગી જાહેર સભામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, દેશમાં ભારતીય જનતા પાર્ટી જ એક એવી પાર્ટી છે જે કહે છે તે કરી બતાવે છે. અન્ય રાજકીય પાર્ટીઓની સરખામણીમાં ભાજપ ખૂબ અલગ છે. દેશમાં કોંગ્રેસની સરકારને જનતાએ જોઇએ છે તેમની કામ કરવાની પદ્ધતી જોઇ છે. કોંગ્રેસ ગમે તેમ કરી સરકાર ચલાવવામા માહિર પણ દેશને વિકાસની ગતીએ લઇ જઇ ન શકી. કોંગ્રેસે ફકત મતની રાજનીતી કરી જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતી કરી. કોંગ્રેસે પણ તેમના વડાપ્રધાને કયા કામો કર્યા છે તે જનતા સમક્ષ મુકે. બેરોજગારીની ફોજ કોંગ્રેસમાં નહેરૂ ગાંઘીના સમયથી શરૂ થઇ.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઇમાનદારીથી 9 વર્ષ કામ કરી એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર થવા નથી દીધો. કોંગ્રેસની સરકાર કહેતી હતી કે અમારી સરકારના તમામ સંસાધનો લઘુમતીઓને સમર્પિત છે જયારે મોદી સાહેબે કહ્યુ કે મારી સરકારમાં સંસાધનો ગરિબ,શોષિત,આદિવાસી,પીડિતોને સમર્પિત રહેશે.
આ કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ મુકેશભાઇ દોશી, પ્રદેશના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા,રાજય સરકાના મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ,ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઇ તીલાળા, રાજકોટ જિલ્લા ભાજપના પ્રમખ અલ્પેશભાઇ ઢોલરીયા,મોરબી શહેર ભાજપ પ્રમુખશ્રી રણછોડભાઇ દલવાડી,પ્રદેશના મંત્રી બીનાબેન આચાર્ય, રાજકોટના મેયર ડો. પ્રદિપભાઇ ડવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ખટરાગ નહિ ખડખડાટ
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ વચ્ચે ખટરાગ હોવાની વાતનો આ તસવીર છેદ ઉડાડી રહી છે.ગઈકાલે રાજકોટની મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી સ્ટેજ પર સતત વાતચીત કરતા નજરે પડતા હતાં અનેકવાર ખડખડાટ હસી પડ્યા હતા. સૌથી વઘુ શિસ્તબદ્ધ માનતી રાજકીય પાર્ટી ભાજપનું આ સૌથી મોટું જમાં પાસું છે.પક્ષ જે નિર્ણય લે કે આદેશ આપે તેને શિરોમાન્ય માનવામાં આવે છે.સી.આર.અને વી.આર.વચ્ચે કોઈ મન કે મત ભેદ નથી.બન્નેનો એકજ હેતુ છે કે ભાજપને વધુ મજબૂત બનાવવો.
અબતક નું વાંચન કરતા ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ
રાજકોટની મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જંગી જનસભાને સંબોધ્યાં બાદ “અબતક” સાંધ્ય દૈનિકનું રસપૂર્વક વાંચન કર્યું હતું.
તેઓએ અબતકને સમાચાર શૈલીના વખાણ કર્યા હતા.પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોધરાએ પણ અબતકની લખાનશૈલીની સરહના કરી હતી.