- ‘અબતક’ મીડિયા હાઉસના મેનેજીગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે પ્રમુદપદના ઉમેદવાર દિલીપભાઇ જોષીએ છણાવટ સાથે કરી પ્રશ્ર્નોની ચર્ચા
- નવી કોર્ટ બિલ્ડીંગ ખાતે વકીલોને પડતી મુશ્કેલી નિવારવા અને બારના નવા બીલ્ડીંગનું તાત્કાલીક ધોરણે કામ શરૂ કરવાની પ્રયાસ કરાશે
સૌરાષ્ટ્રના સૌથી મોટા બાર એસોસીએશનની વર્ષ 2025ની ચુંટણી આગામી તા. ર0ને શુક્રવારના રોજ યોજવાની છે. જેમાં પ્રિપાંખીયો જંગ જામવાનો છે. ત્યારે કાર્યદક્ષ પેનલના પ્રમુખ સહિત છ હોદેદારો અને મહિલા સહિત 10 કારોબારી સભ્યએ ‘અબતક’ મીડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્યારે ‘અબતક’ મિડિયા હાઉસના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે કાર્યદક્ષ પેનલના પ્રમુખપદના ઉમેદવાર અને સિનીયર ધારાશાસ્ત્રી દિલીપભાઇ જોષીએ મુકત અને ભુતકાળ અને વર્તમાનમાં રહેલી ક્ષત્રિ અને ભવિષ્યના પ્લાનીંગ અંગે મુકત મને ચર્ચા કરી હતી.
નવી કોર્ટ બિલ્ડીંગમાં ખૂટતી વ્યવસ્થા તેમજ વકીલો માટે નવા બિલ્ડીંગનું કામ તાત્કાલીક ધોરણે શરૂ કરાવવા અને પાકિંગ અને કેન્ટીનની સુવિધામાં વધારો કરાવવા પ્રયાસ કરવાનો વકીલોને કોલ આપ્યો છે. હાઇકોર્ટમાં મોટાભાગનું ફાઇલીંગ સૌરાષ્ટ્રનું હોવાથી સમય અને સંપતિનો વ્યવ જવાથી રાજકોટને બેંચ મળે તેવા ફરીથી પ્રયત્ન હાથ પર લેવામાં આવશે.
દર વર્ષે નવા 100 થી 150 જેટલા જુનિયર વકીલો વ્યવસાયમાં આવતા હોવાથી તેમ જ સ્ટાઇપેન્ડ અન્ય રાજયની જેમ ચુકવવા અને લીગલ સેમિનાર અને એકેડેમી ચાલુ કરી કેરિયર બનાવવામાં સહભાગી બનવાના પ્રયાસ કરવામાં આવશે. બાદની ગરિમા જાળવવા માટે સિનીયર વકીલો સાથે કરેલી કામગીરીના અનુભવોથી સ્વતંત્ર પેનલ ઉતારવાનો કરેલા નિર્ણયથી હોદેદારો અને કારોબારી સભ્યો સ્વેચ્છાએ પેનલમાં લડવા ઉમેદવારો નોંધાવી છે. અમારી પેનલનો મુખ્ય એજન્ડા બાર અને બેંચ વચ્ચે સંકલન જાળવવાના છે. તેમજ સૌરાષ્ટ્ર રાજય વખતે બસેતી હાઇકોર્ટ અને વિવિધ બેંચ ફરીથી કાર્યહત થાય તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવશે. ભૂતકાળમાં બારની સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટ સુધી લેવાતી નોંધ ફરીથી પ્રસ્થાપીત કરવા બારના સીનીયર ધારાશાસ્ત્રી સ્વ. નિરજનભાઇ દફતરી, મધુસુદનભાઇ સોનપાલ સહીતના હસ્તે ચાલવાનો નિધાર્ર કરવાનો કોલ કાર્યદક્ષ પેનલના પ્રમુખપદના ઉમેદવાર દિલીપભાઇ જોષીએ હોદેદારો અને કારોબારી વતી બાંહેધરી આપી છે.
પ્રમુખપદના ઉમેદવાર: જોષી દિલીપ એન.
ર3 વર્ષથી વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલ છે અને કોર્ટમાં પ્રતિષ્ઠિત વકીલની પોતાની આગવી છાપ ધરાવે છે. તેમજ તેઓ કોર્ટ પ્રેકટીસ સાથે નિયમીત જોડાયેલા છે. વકીલોના દરેક નાના મોટા પ્રશ્ર્નમાં દિવસ રાત જોયા વગર દરેક પ્રશ્ર્ન હલ કરવાનો તેમનો હકારાત્મક અભિગમ જ તેમને આ ચુંટણીમાં પ્રમુખપદની પોતાની ઉમેદવારી કરવાના વિચારને બળ પુરુ પાડે છે. તેઓ અગાઉ બાર એસોસીએશનમાં વર્ષ 2008 અને 2010 માં કારોબારી તરીકે અને વર્ષ 2012, 2014,2018 માં સેક્રેટરી તરીકે સેવા આપેલ છે. તેમજ વર્ષ-2023 માં જયારે સીનીયર વકીલોની પેનલ સાથે તેઓની કામગીરીને ધ્યાનમાં રાખી સેક્રેટરી પદે પસંદગી કરવામાં આવેલી હતી, બારમાં હોદા સાથે અને હોદા વગર નિસ્વાર્થ ભાવે સેવા આપેલ છે.
ઉપપ્રમુખપદના ઉમેદવાર પંડયા મંયક આર.
છેલ્લા 28 વર્ષથી વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ બાર એસો.માં સેક્રેટરી અને ઉપપ્રમુખ તરીકે સેવા આપી દરેક બારના રીનોવેશન અને વકીલોની સગવડો અને પ્રશ્ર્નોમાં મહત્વની કામગીરી કરેલ હતી. વેલ્ફેર ફંડમાં ચેરમેન છે. વકીલોને વધુ વળતર મળે તે માટે વેલ્ફેર ફંડમાં સભ્યો વધે તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે. કોર્ટ પાસે 5 એકર જમીન મળે અને ત્યાં વકીલોની ઓફીસ અને સ્પોર્ટસ સંકુલ બને અને અન્ય વ્યવસ્થા થઇ શકે તે માટે સભ્યોના સાથ સહકાર મેળવી તેવા પ્રયત્નો કરી રહ્યા છે. આમ સજ્કોટ બારમાં હોઇ સાથે અને હોન વગર નિસ્વાર્થ વે સેવા આપેલ છે.
સેક્રેટરીપદના ઉમેદવાર વેકરીયા સંદિપ એમ.
વકીલાતની શરૂઆત રેવન્યુ અને સીવીલ ક્ષેત્રમાં સીનીયર વકીલ દિનેશ પરસાણા, છ વિરલ પટેલ સાથે કરેલી. બાર એસો. માં અગાઉ ત્રણ વાર કારોબારી સભ્ય અને એકવર લાયબ્રેરી સેક્રેટરી તરીકે સેવા આપેલ છે. લાયબ્રેરીને રીનોવેશન કરી ગુજરાતભરમાં સારામાં સારી લાયબ્રેરી બને તેવા પ્રયત્નો સભ્યો અને કર્મચારીઓના સાથ સહકારથી કામગીરી કરેલીહતી. તેઓ ખોડલધામ લીગલ સમીતીમાં લેઉવા પટેલ અને અન્ય સમાજના વકીલો માટે તેમજ રેવન્યુ પ્રેકટીશ્નર એસો. વકીલોને રેવન્યુ પ્રેકટીસમાં મદદરૂપ થવા માટેની કામગીરીમાં પણ અગ્રેસર રહે છે, તેમજ તેઓ રાજકોટ બાર એસો. વેલ્ફેર ફંડ, અધિવકતા પરીષદમાં કારોબારી તરીકે સેવા આપે છે.
જોઇન્ટ સેક્રેટરી પદના ઉમેદવાર પારેખ જીતેન્દ્ર એચ.
બાર એસો, માં અગાઉ કારોબારી અને ટ્રેઝરર તરીકે સેવા આપેલછે અને વકીલોની એઆઇબી અને જજીસની પરીક્ષા માટેની કામગીરીમાં પોતાનો સિંહ ફાળો આપેલછે. વકીલોના જુદા જુદા સંગઠનોમાં કામગીરી કરવા તત્પર હોય છે. કોરોના કાળમાં રાશન કીટ વિતરણની કામગીરીમાં પોતાનું મહત્વનું યોગદાન આપેલ હતુ. તેમજ તેઓ રેવન્યુ કે કોર્ટ ક્ષેત્રમાં વકીલોના પ્રશ્નનું નિરાકરણ લાવવા હોદો હોય કે ન હોય હમેંશા અગ્રેસર હોય છે. તેમજ તેઓ વિશ્વ હિન્દુ પરીષદ અને રાષ્ટ્રીય સ્વંમ સેવકમાં પોતાની સેવા આપે છે.
રેવન્યુ સહિતની સર્કિટ બેંચો પુન: મળે તે માટે પ્રયાસ કરાશે
સૌરાષ્ટ્ર રાજ્ય ગુજરાતમાં વિલીનીકરણ થતા રાજકોટ ખાતે બેસતી હાઇકોર્ટ અને રેલ્વે, રેવન્યુ ,કો-ઓપરેટીવ, સહકારી , સેન્ટલ સર્વિસ, સ્ટેમ્પ ડ્યુટી અપીલ, રેવન્યુ સેક્રેટરી, એસએસઆરડી, જીએસટી, ડીઆરટી સહિતની33 બેંચો અમદાવાદ અને ગાંધીનગર ખાતે ખસેડવામાં આવતા રાજકોટને અન્યાય થયો છે જેના લીધે સૌરાષ્ટ્ર ભરના લોકોને અમદાવાદ અને ગાંધીનગર ખાતે ધક્કા ખાવા પડે છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની નેતાગીરી ઉણી ઉતરી હોવાનું વર્તાઈ રહ્યું છે. ઘંટેશ્વર ખાતે વિશાળ જગ્યામાં આશરે 11 માસ પૂર્વે નવનિર્મિત કોર્ટ બિલ્ડીંગ માં અદાલતનું સ્થળાંતર થયું છે. ખાલી થયેલા બિલ્ડિંગમાં તેમજ નવનિર્મિતમાં પણ હજુ ઘણા વિભાગો ખાલી હોવાથી ત્યાં સર્કિટ બેંચ બેસી શકે તેવી વિશાળ જગ્યા હોવાથી ડબલ એન્જિનની સરકાર અને સ્થાનિક સંગઠનો મદદ લઈ બાર એસોસિએશન દ્વારા ફરીથી રાજકોટ માટે સર્કિટ બેન્ચ માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે
લાયબ્રેરી સેક્રેટરી પદના ઉમેદવાર છે ધ્રુવ રવિ
મુળ ખંભાળીયાના વતની છે. તેઓ વર્ષ 2008 થી રાજકોટને કર્મભુમી બનાવી સીનીયર ધારાશાસ્ત્રી શ્રી એન. જે. પટેલ ાહેબ સાથે દિવાની અને રેવન્યુ પ્રેકટીસની શરૂઆત કરેલ હતી. તેઓના પિતાશ્રી ભુપેન્દ્રભાઇ ધ્રુવ સીનીયર એડવોકેટ છે
કાયદાકીય બાબતો, નવા ચુકાદાઓ, પરીપત્રો યુવા વકીલો સુધી સોશ્યલ મીડીયા મારફતે પહોંચાડે છે. તેમજ તેઓએ જૂની કોર્ટમાંથી નવી કોર્ટમાં સ્થળાંતર થયા ત્યારે લાયબ્રેરી અને બારને લગતી તમામ વસ્તુની ગોઠવણમાં નિસ્વાર્થ પોતાનું યોગદાન આપેલૂ છે. લાયબ્રેરીમાં રૂચી ધરાવી અધ્યતન બને તેવા પ્રયત્નો કરવા કાર્યશીલ છે. યુવા પાંખ અને વિવિધ સામાજીક સેવાકિય સંસ્થામાં સક્રિય કામગીરી કરેલ છે.
ટ્રેઝરર પદના ઉમેદવાર જાની કૈલાશ જે.
તેઓએ વકીલાતની શરૂઆત ક્રિમીનલ ક્ષેત્રમાં સીનીયર વકીલ લલીતસિંહ શાહી અને ઐ સુરેશ હળદુ સાથે કરેલી, તેઓ બાર એસો.માં અગાઉ કારોબરી સભ્ય તરીકે સેવા આપી ઘણા વકીલોને પોલીસ સ્ટેશન બાબતોના પ્રશ્નોમાં મદદરૂપ થયેલાં છે. તેઓ નિયમીત કોર્ટમાં આવી વકીલોના પ્રશ્નોમાં અગ્રેસર હોય છે.
કાર્યદક્ષ પેનલના સમર્થનમાં લીગલ સેલ યુવા ટીમ દ્વારા સાંજે લોક ડાયરો
બાર એસોસિએશનની ચૂંટણી નું આગામી તા. 20 ના રોજ યોજાનાર છે. રાજકોટના વકીલો તેમના પ્રતિનિધિઓને ચુંટીને મોકલવાના છે, કાર્યદક્ષ પેનલના તમામ ઉમેદવારોને જીતાડવા માટે પ્રચંડ સમર્થન મળી રહ્યું છે, કાર્યદક્ષ પેનલના સમર્થનમાં આજ રોજ સાંજે નાગર બોર્ડિંગ ખાતે સાંજના 7:30 કલાકે વકીલ મતદારો ઉપસ્થિત રહેવાના છે. લીગલ સેલ યુવા સહાયક ટીમ દ્વારા આયોજિત આજના આ સંમેલનમાં ભવ્ય લોકડાયરો, હસાયારો, કરાઓકે, ફન વિથ ગેમ્સ, ઉપરાંત ઠંડીની મોસમમાં તાપણું, શેરડી, જીજરા અને ચીકીની મજા સાથે તમામ લોકો આ કાર્યક્રમ માણશે.કાર્યદક્ષ પેનલના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજેતા બનાવવા એક અવાજે સૌ પોતાનું સમર્થન વ્યક્ત કરશે. આજના વિવિધરંગી કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ ભાજપ લીગલ સેલ સંયોજક પીયુષભાઇ શાહ, સહ – સંયોજક કમલેશભાઇ ડોડીયાની રાહબરી હેઠળ યુવા વકિલોની એક ટીમ સતત કાર્યરત છે.
આંબલીયા ભાવીક ટી
વકીલાતની શરુઆત રેવન્યુ અને સીવીલ ક્ષેત્રમાં સીનીયર વકીલ એન.જે. પટેલ અને જી.એલ. રામાણી સાથે કરેલી. ખોડલધામ ટ્રસ્ટને અલગ અલગ પ્રવૃતિમાં જવાબદારી સફળતાપૂર્વક નિભાવે છે. વિવિધ સામાજીક સેવાકિય સંસ્થામાં પોતાની સેવા આપી રહ્યા છે.
ડાકા અનિલ બી.
વકીલાતની શરુઆત ફોજદારી રેવન્યુ અને સિવીલ ક્ષેત્રમાં સીનીયર વકીલ સંજયકુમાર ભંડેરી સાથે કરેલી. તેઓ ફેમીલી કોર્ટમાં લીગલ એડવોકેટ તરીકે સેવા આપે છે. તેઓ યુગ ફાઉન્ડેશનમાં થેલેસેમીયા ગ્રસ્ત બાળકોના લાભાર્થે રકતદાન કેમ્પ, વિના મુલ્યે મેડીકલ સાધનો યોગદાન આપેલું છે. તેમજ તેઓ અન્ય સેવાક્રિય સંસ્થામાં પોતાની સેવા આપે છે.
ડોબરીયા હિરેન પી
વકીલાતની શરુઆત ક્રિમીનલ ક્ષેત્રમાં સીનીયર વકીલ લલીતસિંહ શાહી અને સુરેશ ફળદુ સાથે કરેલી, રાજકોટ બાર એસો.માં અગાઉ કારોબારી સભ્ય તરીકે સેવા આપી વકીલોના પ્રશ્ર્નમાં પોતાનું યોગદાન આપેલ છે.
હેરંજા હુશેન એમ
વકીલાતની શરુઆત વકીલ ઇકબાલ લિંગડીયા અને હાલ ખ્યાતનામ ધારાશાસ્ત્રી રૂપરાજસિંહ પરમાર સાથે વકીલાત કરી રહ્યા છે. જુની કોર્ટમાંથી નવી કોર્ટમાં સ્થળાંતર થયા ત્યારે લાયબ્રેરી અને બારને લગતી તમામ વસ્તુની ગોઠવણમાં પોતાનું યોગદાન આપેલું છે. ભાજપ લીગલ સેલ, રાજકોટમાં સક્રિય કામગીરી કરી રહેલ છે. સામાજીક તથા શૈક્ષણીક સંસ્થાઓમાં સેવા આપી રહેલી છે.
કવાડ સંજયકુમાર એન
વકીલાતની શરુઆત ક્રીમીનલ, સીવીલ, કોર્પોરેટ ક્ષેત્રમાં સીનીયર વકીલ, એચ.સી. સાયાણી તથા એમ.એચ. સાયાણી સાથે કરેલી, તેમજ હાલ તેઓ કાર્યદક્ષ પેનલના મહત્તમ ઉમેદવારોએ ભુતકાળમાં રાજકોટ બાર એસોમાં કરી છે.
પુંધેરા મહેશ એન
ફોજદારી, સીવીલ, રેવન્યુ, એમ.એ.સી.પી. ક્ષેત્રે પોતાની વકીલાત કરે છે. તેઓ ડીએલએસએ પેનલ એડવોકેટ તરીકે પોતાની સેવા આપે છે. તેઓ એબીવીપી અને તેઓના સમાજની સામાજીક સંસ્થાઓમાં સક્રિય કામગીરીઓ કરેલ છે. ક્રિમીનલ બાર એસો.ના કારોબાી તરીકે રહી ચુકેલ છે.
રાજાણી કિશાન એચ
વકીલાતની શરૂઆત સીનીયર વકીલ કાંતિલાલ ભુપતાણીસાથે કરેલી. કોરોના કાળ દરમ્યાન રાશન કીટ વિતરણમાં સેવા આપેલ હતી. નવી કોર્ટમાં સ્થળાંતર થયા ત્યારે લાયબ્રેરી અને બારને લગતી તમામ વસ્તુની ગોઠવણમાં નિસ્વાર્થી પોતાનું યોગદાન આપેલ છે.
શુકલા નિલ વાય
વકીલાતની શરુઆત ક્રિમીનલ ક્ષેત્રમાં સીનીયર વકીલ સ્વ. અભયભાઇ ભારદ્વાજ સાથે કરેલી. તેઓના પિતા યોગેશભાઇ શુકલા પણ વકીલાત ક્ષેત્રે સંકળાયેલ છે. તેમજ તેઓના સમાજને લગતી સામાજીક તથા શૈક્ષણીક સંસ્થાઓમાં સેવા આપી રહેલ છે.
વ્યાસ ચિત્રાંક એસ
વકીલાતની શરુઆત ક્રિમીનલ ક્ષેત્રમાં સીનીયર વકીલ પિયુષ શાહ તથા અશ્ર્વીન ગોસાઇ સાથે કરેલી., તેઓના સમાજને લગતી સામાજીક તથા શૈક્ષણીક સંસ્થાઓમાં સેવા આપી રહેલ છે.
થડેશ્ર્વર રૂપલબેન બી
વિવિધ કોર્ટોમાં ફોજદારી, સીવીલ, રેવન્યુ અને એમ.એ.સી.પી. પ્રેકટીસ કરે છે. તેઓના માતા પિતા જસદણ નગરપાલિકામાં પ્રમુખપદમાં રહી ચુકેલા છે.તેઓએ જસદણ શહેરમાં ભારતીય જનતા પાર્ટીમાં મહિલા મોરચાના પ્રમુખ તરીકે સેવા આપી સર્વે જ્ઞાતિની દિકરીઓના સમુહ લગ્ન અને રકતદાન શીરીબમા: પોતાનું યોગદાન આપેલ છે. સને 2010 થી 2019 સુધી ચાઇલ્ડ વેલ્ફેર કમીટીના સભ્ય તરીકે સેવા આપેલ છે. તેમજ તેઓ નાગરીક બેંકમાં પેનલ એડવોકેટ અને રાજકોટ જીલ્લા જેલ સમીતીના સભ્ય તરીકે સેવા આપે છે.