અબતક, ઋષી મહેતા
મોરબી
સૌરાષ્ટ્રના પેરીસ ગણાતા મોરબી શહેર સીરામીક ઉદ્યોગના કારણે દેશ વિદેશમાં ખ્યાતી મેળવી છે. ત્યારે ઉદ્યોગોની સાથોસાથ મોરબી શહેરે ક્રાઈમની દુનીયામાં બિહારને પણ પાછળ છોડી દીધું છે. મોરબી શહેર પોલીસ તંત્ર દારૂ જુગારની કામગીરીમાં ઓતપ્રોત છે.ત્યારે જૂની અદાવતોનાં કારણે એક પછી એક લોથ ઢળી રહી છે. જેમાં મધરાત્રે વીસીપરામાં નગરપાલીકાના પૂર્વ ઉપપ્રમુખના ઘરમાં ઘુસી અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી પિતા પુત્રની હત્યા કરી નાખતા સનસનાટી મચી જવા પામી છે.
નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને પુત્રની ઘરમાં ઘુસી ક્રુરતાથી હત્યા
આ ઘટના અંગેની જાણવા મળતી સિલસિલાબંધ વિગતો મુજબ મોરબી વિશીપરા મદીના સોસાયટીમાં રહેતા નગરપાલીકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂ ક ઈબ્રાહીમ મોટલાલી ઉ.૫૪ અને તેમના પુત્ર ઈમ્તીયાઝ ફારૂ કભાઈ મોટલાલી ઉ.૨૪ને મોડીરાત્રીનાં ૧૨ વાગ્યાના અરસામાં વીશીપરામાં જ રહેતા પાંચ શખ્સો ધારીયા, છરી, પાઈપ જેવા ઘાતક હથીયારો સાથે ઘરમાં ઘુસી પિતા-પુત્ર પર ધારીયા, છરીના આડેધડ ઘા ઝીંકી દેતા પિતા-પુત્રના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નિપજયા હતા. આ બનાવની જાણ થતા એસ.પી. સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધીકા ભારાઈ, એલસીબી પી.આઈ. વી.બી. જાડેજા બી ડીવીઝન પી.આઈ. વીરલ પટેલ સહિતનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો.
વિશીપરા મદીના સોસાયટીમાં મધરાત્રે બનેલી ઘટના: ચૂંટણીની અદાવતે વીશીપરાનાં પાંચ શખ્સોએ પૂર્વયોજીત કાવત્રુ પાર પાડી મધરાત્રે હત્યાને અંજામ આપ્યો: બેવડી હત્યાનો નોંધાતો ગુનો: આરોપીઓને ઝડપી લેવા પોલીસની કવાયત
પોલીસે આ ઘટના નજરે નિહાળતા ફારૂ કભાઈની પત્ની રઝીયાબેન મોટલાલી ઉ.૫૨ની ફરિયાદ પરથી વિશીપરામાં રહેતા ડાડો ઉર્ફે દાડુ રફીક તાજમામદ ઝેડા, અસગર જાકબ ભટ્ટી, જુસબ જાકબ ભટ્ટી, આશીફ સુમરા અને મોઈન હાસન દાવલીયા ઉર્ફે લાલો પીંજારા સામે ગેરકાયદેસર મંડળી રચી ઘાતક હથીયારો સાથે ઘરમા ગુનાહીત અપપ્રવેશ કરી પિતા પુત્રને ધારીયાના ઘા ઝીંકી હત્યા કરવા અંગેનો ગુનો નોંધ્યો છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફારૂ કભાઈ મોટલાલી સમાજમાં આગળ પડતુ નામ ધરાવતા હોય અને ગત ટર્મમાં વીશીપરામાંથી ચૂંટાયા બાદ નગરપાલીકાના ઉપપ્રમુખ હત્યા હતા.
નગરપાલીકાની ગત ટર્મની ચૂંટણી વખતે આરોપી ડાડો ઉર્ફે દાડુ રફીક ઝેડા અને તેના જુથ સાથે ચૂંટણી બાબતે માથાકૂટ થઈ હતી જે ડખ્ખાએ ઉગ્રસ્વરૂ પ ધારણ કરી લેતા પાંચેય શખ્સોએ પૂર્વ યોજીત કાવત્રુ રચી મધરાત્રે ઘરમાં ઘુસી પિતા-પુત્રની હત્યા કરી નાશી છૂટયા હતા. પોલીસની તપાસમાં ફારૂ કભાઈ મેમણને સંતાનમાં ત્રણ પુત્રો સાજીદ, અલ્તાફ અને ઈમ્તીયાઝ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ફારૂ કભાઈની સાથે મોટાપુત્રો સાજીદ અને અલ્તાફ કંટ્રકશન અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય સંભાળતા હતા જયારે સૌથી નાનો પુત્ર ઈમ્તીયાઝ જેલ રોડ પર કાપડની દુકાન ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાની જાણ થતા મોડીરાત્રે પોસ્ટમોર્ટમ રૂ મ ખાતે મુસ્લીમ સમાજના ધાડેધાડા ઉતરી પડયા હતા. પોલીસે બેવડી હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા અલગ અલગ ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરી છે.
વીશીપરા-પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત
મોરબી વીશીપરામાં મધરાત્રે રાજકીય અગ્રણી અને વેપારી ફારૂ કભાઈ મેમણ અને તેમના પુત્ર ઈમ્તીયાઝની ચૂંટણીની અદાવતે ઘરમાં ઘુસી તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.ત્યારે પોલીસે વીશીપરા મદીના સોસાયટી અને પોસ્ટમોર્ટમ રૂ મ ખાતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ગુનાખોરીનું હબ બની ગયું મોરબી ૧૦ દિવસમાં છ વ્યકિતની લોથ ઢળી
મોરબી શહેરમાં જાણે પોલીસ તંત્રની કોઈ ધાક જ ન રહી હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે. જૂના હિસાબો પતાવવા સરાજાહેર હત્યાનો શરૂ થયેલો સીલસીલામાં દશ દિવસમા છઠ્ઠી લોથ ઢળી છે. મોરબી ખાટકીવાસમાં ગત તા. ૭-૯-૨૧ના રાત્રીનાં ભકિતનગર સર્કલ પાસે સરાજાહેર ફોર્ચ્યુનર કાર પર અંધાધુંધ ફાયરીંગ કરી નામચીન મમુદાઢીની માથામાંગોળીધરબી દઈ હત્યા કરવામાં આવી હતી. જે ગુનાના હજુ અમુક આરોપીઓ પણ નાસતા ફરે છે. ત્યારબાદ લખધીરપુર રોડ પર સીરામીક ફેકટરીમા પરપ્રાંતીય મજૂરની મહિલાની છેડતીના કારણે તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.
આ ઘટના બાદ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જૂની જોગડ ગામે ઢોર ચરાવવા જેવી સામાન્ય બાબતે કોળીના બે જુથ વચ્ચે ખેલાયેલા ધીંગાણામાં બંને પક્ષે એક એક વ્યકિતની હત્યા થઈ હતી. અને ગત મોડીરાત્રે મોરબી વીશીપરામાં રાજકીય આગેવાન મેમણ વેપારી ફારૂ ક મેમણ અને તેના પુત્ર ઈમ્તીયાઝની ઘરમાં ઘુસી અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી છે.