માણાવદર તાલુકા અનામત આંદોલન સમિતિના કાર્યકરો જુનાગઢ મા ભાજપના પ્રદેશ અધ્યક્ષ ના પેઈજ પ્રમુખ ના કાર્યક્રમ નો વિરોધ કરવા જઈ રહ્યા હોય માણાવદર જુનાગઢ રોડ પેટ્રોલ પંપ પાસેથી અટકાવી નજરકેદ કરવા મા આવેલ હતા.
માણાવદર તાલુકા પાસના પિયુષ પરસાણિયા,ઘનશ્યામ રતનપરા,નિરવ હિંગરાજીયા, કાળુભાઈ માકડિયા, સહિત ના કાર્યકરો માણાવદરથી જુનાગઢ મુખ્યમંત્રી તેમજ કેબિનેટ કક્ષાના મંત્રીઓ તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષની હાજરીમા પ્રજા ના પરસેવાના પૈસે મોટા મોટા તાયફા ઓ કરવા મા આવતા હોય તેવા સંજોગો મા આજની ખેડુતો ની વ્યથાઓ ને લઈ ને તેમજ પાટીદાર સમાજ પર થઈ રહેલ અત્યાચાર તેમજ મુખ્ય માંગો ની રજૂઆતો કરવા જઈ રહ્યા હોય માણાવદર પોલિસ દ્વારા જુનાગઢ રોડ પેટ્રોલ પંપ પાસે થી અટકાવી નજરકેદ કરી તમામ આગેવાનોની અટકાયત કરવા મા આવેલ હતી.
માણાવદર તાલુકા પાસ કન્વિનરો એ આ સરકાર ની સરમુખત્યાર શાહી અને તુઘલખી વલણ નો આકરા શબ્દો મા જાટકણી કાઢેલ હતી અને સરકારી તંત્રનો થઈ રહેલ દુરઉપયોગ ની નિંદા કરવામાં આવેલ હતી અને વધુમા જણાવતા સરકારને ઉગ્ર ચિમકી આપેલ હતી કે આગામી સમય મા ખેડુતો,વેપારીઓ તેમજ પાટીદાર સમાજ ની માંગ સંતોષવામાં નહી આવે તો આવનારી વિધાનસભા ની ચૂંટણીમાં પરિણામ ભોગવવા ભારતીય જનતા પક્ષે તૈયાર રહેવા જણાવેલ હતું.