આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલી પંજાબ નેશનલ બેંક કે જેમાં બેંકના વર્તમાન મેનેજર પખવાડિયા પહેલાં રજા પર ગયા હોવાથી તેનો ચાર્જ બેંકના જ અન્ય કર્મચારી મૂળ હરિયાણા રાજ્યના વતની અખિલેશ સૈની ને સોંપવામાં આવ્યો હતો. ગત 7 મી ઓગસ્ટના દિવસે બેંકના મહિલા કર્મચારીઓ માટેના વોશરૂમમાં કેમેરો મુક્યો હતો. તેની ટ્રાય કર્યા પછી તેણે તે સ્પાઈ કેમેરો ઉઠાવી લીધો હતો.
ત્યારબાદ ફરીથી તેણે 10 ઓગસ્ટના દિવસે લેડીઝ ટોયલેટમાં ફરી સ્પાય કેમેરો લગાવી દીધો હતો. દરમિયાન બેંકના જ મહિલા કર્મચારીનો સ્પાઇ કેમેરા પર ધ્યાન જતાં તેમણે તુરતજ ઉઠાવી લીધો હતો, અને બેંકના અધિકારીને જાણ કર્યા બાદ પોલીસ તંત્રને પણ જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસે બેંકના મહિલા કર્મચારીની ફરિયાદના આધારે ઇન્ચાર્જ મેનેજર અખિલેશ સૈની સામે ગુન્હો નોંધ્યો હતો. જે આરોપી બનાવ પછી તરત બેંકમાંથી રજા પર ઉતરીને ભાગી છુંટ્યો હતો.
દરમિયાન પોલીસે તેનો જુદા જુદા સ્થળો પર શોધખોળ કર્યા પછી આખરે તેને ઉઠાવી લીધો છે. અને જામનગર લઈ આવ્યા પછી તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.