ભાજપને સદબુદ્ધિ દે ભગવાન, મ્યુનિસિપલ કમિશનરને સદબુદ્ધિ દે ભગવાનનાં નારાથી કોર્પોરેશનની કચેરી ગુંજી ઉઠી: કોંગી આગેવાનોને ટીંગાટોળી કરી ફરી પોલીસે ઉઠાવી લીધા: પોલીસ વિરુઘ્ધ પણ વ્યાપક સુત્રોચ્ચાર

કોર્પોરેશનમાં ગઈકાલે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં પ્રજાનાં પ્રશ્ર્નોની ચર્ચા કરવાની માંગ સાથે હંગામો મચાવનાર કોંગી કોર્પોરેટરોની ભાજપનાં શાસકોએ સભાગૃહમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. બોર્ડમાં ભાજપની દાદાગીરીનાં વિરોધમાં આજે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કોંગ્રેસે ધરણા યોજયા હતા. મંજુરી વગર ધરણા કરવા બદલ એ ડિવીઝન પોલીસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સહિત ૨૫ કોંગ્રી અગ્રણીઓની અટકાયત કરી લેવામાં આવી હતી. ગઈકાલે મહાપાલિકામાં જનરલ બોર્ડની મીટીંગમાં ભાજપનાં શાસકોએ દાદાગીરી કરતાં પ્રજાનાં પ્રશ્ર્નોની ચર્ચા કરવાની માંગણી કરનાર કોંગી કોર્પોરેટરોને સભાગૃહમાંથી બહાર કાઢી મુકયા હતા જેનાં વિરોધમાં આજે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં કોંગ્રેસે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ધરણા કર્યા હતા. ધરણા દરમિયાન કોંગ્રેસે રામધુન બોલાવી હતી.

ભાજપને સદબુદ્ધિ દે ભગવાન, મ્યુનિસિપલ કમિશનરને સદબુદ્ધિ દે ભગવાન, પોલીસને સદબુદ્ધિ દે ભગવાન, મેયર ફોટા પડાવવાનું બંધ કરી પ્રજાનાં પ્રશ્ર્નો હલ કરો, મ્યુનિસિપલ કમિશનર ખોટી રીતે સાયકલમાં ફરવાનું બંધ કરી લોકોની સમસ્યા હલ કરો. પોલીસ ભાજપનાં ઈશારે કામ કરવાનું બંધ કરે તેવા ઉગ્ર સુત્રોચ્ચાર સાથે કોર્પોરેશનની કચેરી ગુંજી ઉઠી હતી. સતત ૪૦ મિનિટ સુધી આવા સુત્રોચ્ચાર પોકાર્યા બાદ એ ડિવીઝન પોલીસ દ્વારા કોર્પોરેશન કચેરીમાં મંજુરી વિના ધરણા કરનાર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયા, પૂર્વ પ્રમુખ મહેશ રાજપુત, કોર્પોરેટર નિલેશ મારૂ, ઘનશ્યામસિંહ જાડેજા, અતુલ રાજાણી, દિલીપ આસવાણી, હારૂન ડાકોરા, ગાયત્રીબા વાઘેલા, પારૂલબેન ડેર, જાગૃતિબેન ડાંગર, રેખાબેન ગજેરા, સીમીબેન જાદવ, જયાબેન ટાંક ઉપરાંત રમેશભાઈ તલાટીયા, રવજીભાઈ ખીમસુરીયા, કનકસિંહ જાડેજા, સંજય અજુડીયા, સુરેશ ગરૈયા, યુનુસ જુણેજા, બિપીન દવે, રીટાબેન વડેચા, મિતલબેન ગડારા અને બિલકીસબેન બાલખાવાળા સહિત ૨૫ આગેવાનોની અટકાયત કરી હતી. શહેર કોંગ્રેસ આગેવાન મહેશ રાજપુત સહિતનાં કોંગી અગ્રણીઓને પોલીસે ટીંગાટોળી કરી ઓબી વાનમાં પુરી દીધા હતા અને એ ડિવીઝન પોલીસ સ્ટેશને રાખ્યા હતા. કોંગ્રેસે જણાવ્યું હતું કે, ભાજપનાં શાસકોએ લોકશાહીનું ચીરહરણ કર્યું છે.

જનરલ બોર્ડમાં પ્રજાનાં પ્રશ્ર્નો ઉઠાવનાર કોંગ્રેસનાં કોર્પોરેટરોને દાદાગીરી કરી બોર્ડની બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. મહાપાલિકાની કહેવાતી પ્રિ-મોનસુન કામગીરીની પોલ મેઘરાજાએ ખોલી નાખી છે. ભાજપનાં શાસકોને માત્ર ફોટા પડાવવામાં જ રસ છે પ્રજાના કામ માટે રતિભાર પણ રસ નથી.

ભાજપને સદબુદ્ધિ દે ભગવાન, મ્યુનિસિપલ કમિશનરને સદબુદ્ધિ દે ભગવાન, પોલીસને સદબુદ્ધિ દે ભગવાન, મેયર ફોટા પડાવવાનું બંધ કરી પ્રજાનાં પ્રશ્ર્નો હલ કરો, મ્યુનિસિપલ કમિશનર ખોટી રીતે સાયકલમાં ફરવાનું બંધ કરી લોકોની સમસ્યા હલ કરો. પોલીસ ભાજપનાં ઈશારે કામ કરવાનું બંધ કરે તેવા ઉગ્ર સુત્રોચ્ચાર સાથે કોર્પોરેશનની કચેરી ગુંજી ઉઠી હતી. સતત ૪૦ મિનિટ સુધી આવા સુત્રોચ્ચાર પોકાર્યા બાદ એ ડિવીઝન પોલીસ દ્વારા કોર્પોરેશન કચેરીમાં મંજુરી વિના ધરણા કરનાર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયા, પૂર્વ પ્રમુખ મહેશ રાજપુત, કોર્પોરેટર નિલેશ મારૂ, ઘનશ્યામસિંહ જાડેજા, અતુલ રાજાણી, દિલીપ આસવાણી, હારૂન ડાકોરા, ગાયત્રીબા વાઘેલા, પારૂલબેન ડેર, જાગૃતિબેન ડાંગર, રેખાબેન ગજેરા, સીમીબેન જાદવ, જયાબેન ટાંક ઉપરાંત રમેશભાઈ તલાટીયા, રવજીભાઈ ખીમસુરીયા, કનકસિંહ જાડેજા, સંજય અજુડીયા, સુરેશ ગરૈયા, યુનુસ જુણેજા, બિપીન દવે, રીટાબેન વડેચા, મિતલબેન ગડારા અને બિલકીસબેન બાલખાવાળા સહિત ૨૫ આગેવાનોની અટકાયત કરી હતી. શહેર કોંગ્રેસ આગેવાન મહેશ રાજપુત સહિતનાં કોંગી અગ્રણીઓને પોલીસે ટીંગાટોળી કરી ઓબી વાનમાં પુરી દીધા હતા અને એ ડિવીઝન પોલીસ સ્ટેશને રાખ્યા હતા. કોંગ્રેસે જણાવ્યું હતું કે, ભાજપનાં શાસકોએ લોકશાહીનું ચીરહરણ કર્યું છે. જનરલ બોર્ડમાં પ્રજાનાં પ્રશ્ર્નો ઉઠાવનાર કોંગ્રેસનાં કોર્પોરેટરોને દાદાગીરી કરી બોર્ડની બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. મહાપાલિકાની કહેવાતી પ્રિ-મોનસુન કામગીરીની પોલ મેઘરાજાએ ખોલી નાખી છે. ભાજપનાં શાસકોને માત્ર ફોટા પડાવવામાં જ રસ છે પ્રજાના કામ માટે રતિભાર પણ રસ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.