વડોદરા, સુરત અને અમદાવાદ જેલ હવાલે કરાયા
શહેરમાં લોકસભાની ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા અટકાયતી પગલા સહિતની કાર્યવાહીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. તાજેતરમાં જ મારામારી અને ફાયરીંગ સહિતના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોની પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા ઈસ્યુ કરાયેલા પાસાના વોરંટને આધારે જેલ હવાલે કરાયા છે.
રૈયા રોડ પર આવેલા નહે‚નગરમાં આંગણીયા પેઢીના સંચાલક અલ્લાઉદ્દીનના મકાન પર ફાયરીંગ અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે ગેરેજ સંચાલક પર છરીથી હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલા ગાયકવાડીના વસીમ જુસબ દલવાણી, જામનગર રોડના હુડકો કવાર્ટર મહેબુબ ઉર્ફે મેબલો સંધી અને હળવદના ઈમ્તુ ઈકબાલ ઘાંચી નામના શખ્સની પાસા હેઠળ અટકાયત કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વોરંટ ઈસ્યુ કર્યું હતું.
ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ વી.વી.ઓડેદરા, હેડ કોન્સ. રાહુલભાઈ વ્યાસ, ભાનુભાઈ મયાત્રા, રશ્મીનભાઈ પટેલ અને કિશોરભાઈ ઘુઘલ સહિતના સ્ટાફે પાસાના વોરંટની બજવણી કરી વસીમ જુસબ દલવાણીને અમદાવાદ, મહેબુબ ઉર્ફે મેબલો ફીરોજ સંધીને વડોદરા અને ઈમ્તીયાઝ ઉર્ફે ઈમ્તુ ઈકબાલ ઘાંચીને સુરત જેલ હવાલે કર્યા છે.