મેડિકલ જનરલમાં કેલીફોનિયાની આ વનસ્પતિને સંજીવની તરીકે દર્શાવવામાં આવી છે
પરેબા શાંતા મગજના કોષો અને જ્ઞાનતંતુ ફરતે નુકશાન કારક લોહતત્વના આવરણને દુર કરી શકે છે ભવિષ્યમાં બ્રેઇન હેમરેજ અને કોમાના દર્દીઓને પુન: જીવીત કરવા માટે અકસીર બનનારી આ દવા અત્યારે કેલીફોનિયામાં તાવ અને માથા દુ:ખાવાના ઓષડિયા તરીકે વપરાશ છે
મેેડીકલ સાયન્સમાં મગજને લગતી સારવાર માટે હજુ ઘણી ઉપલબ્ધીઓ બાકી હોવાનું ગણાવાય છે. મગજને લગતી આવી પડતી તકલીફોનું નિવારણ કરવા માટે સારવારની આધુનિક તબીબી વિજ્ઞાન પણ ૧૦૦ ટકા સારવારની ગેરંટી આપતું નથી. ત્યારે એક એવા સારા સમાચાર મળ્યાં છે કે વિજ્ઞાનિકોએ ચેતાતંત્રને સુરક્ષા પ્રદાન કરવાની ક્ષમતા ધરાવતી કેલીફોનિયાની વનસ્પતિની શોધ કરી છે. સાથે સાથે એવા પાંચ ખોરાક પણ ઓળખી લીધા છે જે મગજના કોષોને સુરક્ષિત રાખવા માટે અસરકારક થાય.
વિજ્ઞાનિકોના મગજ અંગેના સંશોધનમાં કેલીફોનીયામા ઉગતી પરેબાશાંતા નામની વનસ્પતિ મગજની સારવાર માટે ખુબ જ ઉપયોગી હોવાનું વૈજ્ઞાનિકોઓ શોઘ્યું છે.
વિજ્ઞાનિકોએ મગજના ગંભીર ગણાતા અલ્ઝાઇમરના રોગના અસરકારક ઉપયોગ માટે આ વનસ્પતિનો સફળ પ્રયોગ અને પરિણામ મેળવ્યું હોવાનો દાવો કર્યો છે.
કેલીફોનિયાની વનસ્પતિ પરેબા શાંતા માં પ્રસિઘ્ધ થયેલા હેલ્થ જનરલ રેડોક્ષ બાયોલોજીમાં પવિત્ર વનસ્પતિ તરીકે સ્થાન પામી છે. કેલીફોનિયાના એક આદિવાસી સંપ્રદાય માટે જાણીતા પ્રદેશમાં ઉગતી પરેબા શાંતા મગજના ધરેલું ઇલાજ માટે ખુબ જ જાણીતી છે.
સ્થાનીક લોકો આ વનસ્પતિને મગજ સંલગ્ન તકલીફો, તાવ, માથાના દુ:ખાવાના અને ઇજાના ઘાવની સારવાર માટે ઉપયોગમાં આવે છે. આ ઉપરાંત સ્નાયુ અને ચેતાતંત્રની મુશ્કેલીઓનો પણ અકસીર દવા માનવાાં આવે છે.પરેબા શાંતા મગજના રોગો માટે અકશીર માનવામાં આવે છે.
વૈજ્ઞાનિકોએ હાથ ધરેલા અભ્યાસમાં જણાવાયું છે કે પેરબા શાંતા જ્ઞાન તંતુઓના ઇલાજ માટે ખુબ અસરકારક ક્ષમતા ધરાવે છે.મિગોકિયા પ્રકારના મગજના કોષો પર આ દવા ખુબ અસરકારક સાબિત થઇ છે. મગજના કોષો પર લોહતત્વનું આવરણ દુર કરવા પેરબા શાંતા રામબાણ સાબ્તિ થઇ છે. મગજના કોષો પર લોહતત્વનું આવરણ ચેતાતંત્ર અને મગજના કોષોની ક્ષમતા નાશ કરી દે છે.
પામેલા મહેરએ જણાવ્યું હતું કે પરેબા શાંતા મગજના સ્થિલ થયેલા કોષોને પુન: જીવિત કરવાની ક્ષમતા ધરાવે છે.
પેરબા શાંતાથી મગજના કોષોની શેઠના ફરીથી સંજીવન થઇ જાય છે. મગજ ના કોષો પર ઘાતક લોહતત્વનું આવરણ અને અન્ય કોટિંગ દુર કરવાની પેરબા શાંતાની ક્ષમતાના કારણે આવનાર દિવસોમાં અલ્ઝાઇમરને વિવિધ કારણોસર કોમામાં સરી પડતા દર્દીઓને બહાર કાઢવામાં અસરકારક સાબિત થશે.