પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય ગાંધીનગરનાઓ તરફથી ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અસામાજીક પ્રવૃત્તિઓ જેવી કે, સરકારી જમીન ઉપર ગે.કા. દબાણ કરવુ, ગે.કા. વીજ કનેકશન, ગે.કા. નાણાકીય વ્યવહાર, ગે.કા. પ્રોહી-જુગારની પ્રવૃતિ સાથે સંકળાયેલા ઈસમોની 100 કલાકમાં યાદી તૈયાર કરી તેઓ વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોવાથી પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા સરહદી રેન્જ-ભુજ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફથી જિલ્લામાં આવી પ્રવૃતિ આચરતા ઇસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપવામાં આવી હતી.
જે બાદ એલસીબી પીઆઇ એન.એન.ચુડાસમા દ્વારા રાપરના પ્રોહી. બુટલેગર પુનાભાઈ ભાણાભાઈ ભરવાડ બહારના રાજ્યમાંથી ગે.કા. રીતે વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મંગાવી સંગ્રહ કરી હેરફેર કરવા સબંધે તેના વિરૂધ્ધ અંજાર, ગાંધીધામ એ ડીવી, આદિપુર તથા સામખીયાળી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશના મોટા જથ્થાના ગુનાઓ દાખલ થયેલ હોવાથી પાસા દરખાસ્ત તૈયાર કરી કલેક્ટર કચ્છ- ભુજને મોકલાવતાં પાસા દરખાસ્ત મંજુર રાખી હતી.
ત્યારે પાસા વોરંટ ઈશ્યુ કરતા એલ.સી.બી. ની ટીમ દ્વારા પુનાભાઈ ભાણાભાઈ ભરવાડને પાસા તળે અટકાયતમાં લઇ લાજપોર જેલ, સુરત ખાતે જેલ હવાલે મોકલી આપવામાં આવેલ છે. વધુમાં પોલીસે જણાવ્યું કે,આરોપી વિરુધ્ધ અગાઉ ૫૦ જેટલા ગુનાઓ દાખલ થયો હતો. આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
અહેવાલ: ભારતી માખીજાણી