સૌરાષ્ટ્રના નેતાઓની ઈચ્છાશક્તિી ઈ શકે ‘કલ્પસર યોજના’ સાકાર: બાબુઓએ સરકારને ઉંધા ચશ્મા પહેરાવતા માત્ર અહેવાલો પાછળ જ ૯૪ કરોડ અને ૧૮ વર્ષ બગડયા

ખંભાતના અખાતમાં મીઠા પાણીના સરોવર બનાવવાની એક સમયની મહત્વકાંક્ષી યોજના જેનો ખર્ચ ૧૯૯૯માં ૪૫ હજાર કરોડ આંકવામાં આવ્યો હતો તે ૧૮ વર્ષ પછી પણ કલ્પના સમાન છે. કલ્પસર નામની આ યોજના કાઠિયાવાડ-ગોહિલવાડ માટે કલ્પવૃક્ષ સમાન બની શકે તેમ છે. પરંતુ સૌરાષ્ટ્રના નેતાઓની ઈચ્છાશક્તિમાં ખામી કે સરકારને ઉંધા ચશ્મા પહેરાવતા બાબુઓના કારણે આ યોજના હજુ આકાર લઈ શકી ની.

સૌરાષ્ટ્રમાં પાણી માટે વિશાળ ડેમની ખુબજ જરૂરીયાત છે. હાલ કાઠિયાવાડના રાજકોટ, અમરેલી અને જૂનાગઢ સહિતના વિસ્તારો પમ્પીંગી પાણી મેળવે છે. કલ્પસર સાકાર ઈ જાય તો પાણી મેળવવા આ વિસ્તારોને પમ્પીંગની જ‚ર નહીં પડે. કલ્પસર કાઠિયાવાડ અને ગોહિલવાડની સકલ બદલી નાખશે. કલ્પસરની જેમ ઢોલેરા પોર્ટના વિકાસ માટે પણ સરકારે પુરતુ ધ્યાન આપ્યું નથી. સરકાર કુદરતી બંદરની જગ્યાએ કૃત્રિમ બંદરના વિકાસ પર શુંકામ ભાર આપે છે તે જણાતું નથી. કલ્પસરનું નિર્માણ સૌરાષ્ટ્રના નેતાઓની ઈચ્છા શક્તિથી જ થઈ શકે તેમ છે. આટલા વર્ષો બાદ કલ્પસરના અહેવાલો પાછળ સરકારે ૯૪ કરોડનો ખર્ચ કર્યો છે. આ યોજના પાછળ રકમ ખર્ચવાનો અંદાજ પણ ખુબજ બહોળો થઈ ગયો છે છતાં યોજના હજુ સુઝલામ, સુફલામ અને સૌની યોજનાની જેમ કલ્પસર સાકાર થઈ શકી ની.કોંગ્રેસના સભ્ય અમિત ચાવડા અને શૈલેષ પરમાર દ્વારા તારાંકિત પ્રશ્નોતરીમાં કલ્પસર યોજના વિશે માહિતી પૂછાઈ હતી. જેનો લેખિત જવાબ આપતા કલ્પસર વિભાગ સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જણાવાયું છે કે, આ યોજનાની નેધરલેન્ડની મે. હસ્કોનિંગ એન્ડ કંપની દ્વારા ૧૯૯૯માં અંદાજિત પ્રોજેક્ટ કોસ્ટ કઢાવવામાં આવી હતી તે વખતે ૪૫,૧૬૫ કરોડ રૂપિયા હતી. વર્ષ ૨૦૧૦થી ૨૦૧૪ દરમિયાન યોજના જયાં કરવાની છે ત્યાં દરિયાઇ સર્વેક્ષણ પણ કરાવવામાં આવ્યું છે. યોજનાનો શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવાની કામગીરી માટે ૯૪.૧૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. યોજના કયારે શરૂ કરાશે તે અંગેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ માટેના અહેવાલ, અભ્યાસો અને પરીક્ષણો પૂર્ણ થયા બાદ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી શકય તેટલી વહેલી કામગીરી શરૂ કરાશે.

ઉલ્લેખનીય છે કે ભાજપના પૂર્વ મંત્રી કેશુભાઇ પટેલ દ્વારા નદીઓનું પાણી દરિયામાં વહી જતું અટકાવવા માટે આ યોજના એક બંધ જેવી યોજના બનાવવા માટે વિચાર કરવામાં આવ્યો હતો. જો કે તેમાં જંગી ખર્ચ હોવાના કારણે યોજનાનું કામકાજ ધીમી ગતિએ આગળ વધવા પામ્યું હતું. તે પછી મુખ્યમંત્રી પદે નરેન્દ્ર મોદી આવતા તેમણે પણ વિવિધ શક્યતાદર્શી અહેવાલો તૈયાર કરાવ્યા હતા અને યોજના ચાલુ કરવાની તૈયારી કરી હતી. તે ગાળા દરમિયાન ઉત્તર ગુજરાત માટેની સૂજલામ સૂફલામ યોજના, સૌરાષ્ટ્ર માટેની સૌની યોજના અને કચ્છ સુધી ફાયદો થાય તેવું નર્મદા કેનાલના નેટવર્કનું કામ આગળ ધપાવાયું હતું પરંતુ આજે વર્ષો પછી પણ કલ્પસર યોજના ઠેરની ઠેર રહેવા પામી છે. અને અહેવાલોથી આગળ વધી નથી અને કરોડો રૂપિયા તેની પાછળ ખર્ચાઇ જવા પામ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.