માનવ સભ્યતાના ઉદ્ભવ અને વિકાસમાં અનેરૂ મહત્વ ધરાવતી નદીઓ પ્રત્યે તંત્રનું ઉદાસીન વલણ પતનને નોંતરૂ આપવા સમાન
વિશ્વનિયંત્તાની સૃષ્ટિ અપરંપાર છે. જગત નિયમન માટેની સૃષ્ટિના નિર્વાહ અને વિકાસ માટેની તેની લીલાઓ પણ સત્યમૂ, શિવમ અને સુન્દરમૂની રહી છે. આપણે જાણીએ છીએ કે જીવ સૃષ્ટિ માટે પાણી જરૂરી નહીં અનિવાર્ય છે. પાણી આપણને એ કુદરતી સ્રોત દ્વારા પ્રાપ્ત થાય છે. જેમાં અવિરત અનંત સ્રોત નદી છે, એટલે જ જગતની તમામ સંસ્કૃતિઓ નદીકાંઠે વિકસી છે. જગતની તમામ સંસ્કૃતિઑએ નદીને મા ના સ્થાને પૃજી છે. એનો મહિમા કર્યો છે. ભારતમાં તો વેદકાળથી નદીને માતા સ્વરૂપે ગણવામાં આવી છે. તેનું મહાત્વ સતત અંકાયા કર્યુ છે. એ લોક્માતા તરીકે ઓળખાય છે. હિંદુ સંસ્કૃતિમાં તો જન્મથી મૃત્યુ સુધી નદીનો મહિમા રહેલો છે. કેમકે આખરે અગ્નિ સંસ્કાર પણ નદી કિનારે જ થાય છે. જીવતા નદીનું જેટલું મહત્વ છે, એટલું જ મહત્ત્વ મૃત્યુ ટાણે પણ રહપું છે. વેદો અને પુરાણોમાં ભારત ભરની નદીઑની યશગાથા ગવાઈ છે. ભારતીય સંસ્કૃતિ લોકમાતાની સંસ્કૃતિ છે. આર્યો ભારતમાં પ્રવેશ્યા તે સપ્તસિંઘુના પ્રદેશમાં જ. જગતમાં માનવ સંસ્કૃતિનો વિકાસ નદી કાંઠે જ થયેલો છે.માનવ જીવ માત્ર જ્યારે પોતાની સુખ સુવિધાની પાછળ આંધળી દોટ મૂકી રહ્યો છે ત્યારે તેનાં માઠાં પરિણામો આવી રહ્યાં છે. માણસ માનવજીવનનો આધાર એવા જળનો બેફામ ઉપયોગ કરી રહ્યો છે. જેના ફળસ્વરૂપ જળસંકટની સ્થિતિ નિર્માણ પામી રહી છે. પાણીનાં સ્તર પ્રતિદિન નીચે જોઈ રહ્યાં છે. કુદરતી સંપત્તિના અખૂટ ભંડાર એવા જળનો વ્યય તો અટકાવવો જરૂરી બન્યો છે. સાથે જળસંચય અંગેની જાગૃતિ પણ જરૂરી છે.
જો વાત કરીએ જામનગર ની તો એક સમય ની જામનગર ની જીવાદોરી સમાન નાગમતી નદીનો પણ ભવ્ય ઇતિહાસ રહ્યો છે આજે પણ લોકમેળા નું આયોજન નદી ના પટ માં થાય છે પરંતુ તંત્ર દ્વારા આ નદી નું દિન પ્રતિદિન થઈ રહેલા પતન બાબતે માત્ર આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે આ બાબતે પર્યાવરણ પ્રેમીઓ માં પણ રોષ ની લાગણી જન્માવી છે આ મુદ્દે તંત્ર ને અનેક રજૂઆતો કરવા છતા કોઈ જ નક્કર પરિણામો આવ્યા નથી.
રિવરફ્રન્ટ પ્રોજેક્ટ લોલીપોપ સમાન: સુરેશભાઈ ભટ્ટ
જામનગર ની નગમતી નદી મુદ્દે લાખોટા નેચર ક્લબ ના પ્રમુખ સુરેશભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે હડપ્પા સંસ્કૃતિથી લઈ આજ દિન સુધી માનવ સભ્યતા માટે નદીઓ નું અનેરું મહત્વ રહ્યું છે દરેક સભ્યતાઓ નદી ના કાંઠે જ ઉદભવ અને વિકાસ પામી છે પરંતુ માનવી પોતાના સ્વાર્થ માટે પર્યાવરણ ની દિવસે ને દિવસે નિકંદન કાઢી રહ્યો છે જામનગર ની નાગમતી નદી નું હવે કોઈ અસ્તિત્વ જ નથી રહ્યું એટલે કે એ નદી રહી જ નથી એ ઉકરડા નું સ્થાન બની ચુકી છે શહેર ના લોકો આજે નદીનો ઉપયોગ કચરા ના નીકળ માટે કરી રહ્યા છે સાથે જ નદી પર થયેલ દબાણ પણ નદી ના નિકંદન માટે તેટલુંજ જવાબદાર છે ભૂતકાળ માં આ નદી ૧૦ મહિના સુધી વહેતી ના દાખલા છે પરંતુ આજે દિવસે દિવસે નદી છીછરી તેમજ સાંકડી થઈ રહી છે ભવિષ્ય માં જો અતિવૃષ્ટિ ના લીધે નદી માં પૂર આવે તો નદી ના કાંઠે વસેલી સોસાયટીઓ તેમજ ઘરો પણ તેમાં બરબાદ થઈ જસે અને તંત્રએ ઉલટું એ પરિવારો ને સહાય આવી પડસે જેના જૂનાગઢ અને અમદાવાદ ના આમ્રકુંજ સોસાયટી ના તાજા દાખલા છે રિવરફ્રંટ પ્રોજેક્ટ એ માત્ર લોલિપોપ સમાન છે અને માત્ર કાગળો પર જ કાર્યવાહી થઈ રહી છે ત્યારે આ મુદ્દા ને ગંભીરતાી લઈ એ દિશા માં નક્કર કાર્યવાહી કરવી જોઈએ.